Share Market Today News Live Update: શેરબજાર બુધવારે રેન્જ બાઉન્ડ ટ્રેકિંગ બાદ સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 123 પોઇન્ટ વધી 82515 બંધ થયો છે. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82783 થી 82308 રેન્જમાં રહ્યો હતો. એનએસઇ નિફ્ટી 37 પોઇન્ટ વધી 25141 બંધ થયો છે. આજે આઈટી શેર વધ્યા હતા જ્યારે વેચવાલીના દબાણથી બેંક શેર ઘટ્યા હતા.
સેન્સેક્સ નિફ્ટી બુધવારે વધીને ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે. એશિયન બજારોમાં મિશ્ર વલણ છે અને ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ એકંદરે પોઝિટિવ ટ્રેડ કરી રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો વધીને ખુલ્યો હતો. એમસીએક્સ સોના ચાંદી વાયદા વધ્યા છે.
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા
સેન્સેક્સ મંગળવારના બંધ 82391 સામે ઉંચા ગેપમાં બુધવારે 82473 ખુલ્યો હતો. પોઝિટિવ ખુલ્યા બાદ સેન્સેક્સ 150 પોઇન્ટના સુધારે 82500 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. આજે રિલાયન્સ, ઝોમેટો, મહિન્દ્રા, ટાટા મોટર્સ અને એનટીપીએસ શેર અડધા થી દોઢ ટકા વધ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25104 સામે આજે 25134 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 30 પોઇન્ટ વધીને 25134 ટ્રેડ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો 11 પૈસા વધીને ખુલ્યો
બુધવારે ડોલર સામે રૂપિયો 11 પૈસા વધી 85.51 ખુલ્યો હતો. જ્યારે મંગળવારે 85.62 લેવલ પર બંધ થયો હતો. હાલ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે.