Share Market Today News Update: ઈઝરાયલ ઈરાન તણાવથી દુનિયાભરના શેરબજારો ઘટ્યા છે. મંગળવારે સેન્સેક્સ 213 પોઇન્ટ ઘટી 81583 અને નિફ્ટી 93 પોઇન્ટ ઘટી 24853 બંધ થયો છે. શેરબજારમાં એકંદરે સાર્વત્રિક મંદીનો માહોલ હતો. મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ઘટીને બંધ થયા છે.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે વધીને ખુલ્યા બાદ ઘટ્યા હતા. પ્રી ઓપનિંગ સેશનમાં જ માર્કેટે મજબૂત સંકેત આપ્યા હતા. જો કે ઈઝરાયલ ઈરાન યુદ્ધ બાબતે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ વૈશ્વિક બજારો નબળાં પડ્યા છે. ગિફ્ટી નિફ્ટીમાં સુધારો ધોવાઇ ગયો હતો જ્યારે ક્રૂડ ઓઇલ 70 ડોલર સુધી ઘટ્યા બાદ ફરી 74 ડોલર આસપાસ પહોંચી ગયુ હતું.
સેન્સેક્સ 200 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ઘટ્યો
સેન્સેક્સ પાછલા બંધ 81796 સામે ઉંચા ગેપમાં મંગળવારે 81869 ખુલ્યો હતો. જો કે ઈઝરાયલ ઈરાન યુદ્ધના તણાવથી શેરબજારનું સેન્ટિમેન્ટ નબળું પડતા સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટી 81574 સુધી તૂટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24946 સામે મંગળવારે 24977 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 51 પોઇન્ટના ઘટાડે 24900 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
અમેરિકાની ઈરાનને ચેતવણી, તહેરાન તાત્કાલિક ખાલી કરવા નિર્દેશ
ઈઝરાયલ ઈરાન યુદ્ધ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા ચેતવણી આપી છે. એટલું જ નહીં મુસ્લિમ દેશ પાસે પરમાણુ હથિયાર ન હોવા જોઇએ તેવી ચેતવણી આપી છે. ઉપરાંત તમામ લોકોને તહેરાન તાત્કાલિક ખાલી કરવાની વોર્નિંગ આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે, મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે કેનેડામાં યોજાયેલી જી7 સમિટ માંથી જલદી પરત આવી જશે.