Share Market Today News Live Update: શેરબજારમાં ઈઝરાયલ ઈરાન યુદ્ધના તણાવથી માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડતા સેન્સેક્સ નિફ્ટી 18 જૂન બુધવારે ઘટીને ખુલ્યા હતા. જો કે શેરબજારમાં પેનિક સેલિંગથી સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 138 પોઇન્ટ ઘટી 81444 બંધ થયો છે. સેશન દરમિયાન સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 81858 થી 81237 હતી. એનએસઇ નિફ્ટી 41 પોઇન્ટ ઘટી 24812 બંધ થયો હતો. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી દુનિયાભરના શેરબજાર ઘટ્યા છે. એશિયન બજારોમાંથી પણ નબળાં સંકેત વચ્ચે ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ ડાઉન હતો. મીડલ ઇસ્ટની અશાંતિથી ક્રૂડ ઓઇલમાં તેજી આવી છે, જેનાથી રૂપિયા પર દબાણ આવી શકે છે.
સેન્સેક્સ 269 ઘટીને ખુલ્યો,નિફ્ટી 24800 નીચે
સેન્સેક્સ પાછલા બંધ 81582 સામે 269 પોઇન્ટના ઘટાડે બુધવારે 81314 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી આજે 60 પોઇન્ટથી વધુ ઘટી 24788 ખુલ્યો હતો. જ્યારે આગલા દિવસે 24853 બંધ થયો તો.
ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં તેજી, ચાંદી ઉછળી
ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિબેરલ 77 ડોલરની સપાટી કુદાવી ગયા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ દરમિયાન રોકાણકારોમાં સેફ હેવન ડિમાન્ડ વધતા બુલિયન માર્કેટમાં તેજી આવી છે. ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. આજે એમસીએક્સ ચાંદી વાયદો 475 રૂપિયા વધીને 1,09,470 રૂપિયા થયો છે. અમદાવાદમાં ચાંદીના ભાવ 1.07 લાખ રૂપિયા પ્રતિ કિલો બોલાયો છે. તો સોનાનો ભાવ 500 રૂપિયા ઘટીને 1.02 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આજે એમસીએક્સ ગોલ્ડ વાયદો ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે.