Share Market Today News Highligh: શેબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 83 પોઇન્ટ ઘટી 81361 અને નિફ્ટી 19 પોઇન્ટ ઘટી 24793 બંધ થયો છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી રોકાણકારોનું મેન્ટિમેન્ટ નબળું પડતા એશિયન બજારોમાં પણ નેગેટિવ હતા. અદાણી પોર્ટ્સ શેર અઢી ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. બેંક નિફ્ટી અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પણ તૂટ્યા છે. શેરબજારમાં ઘટાડાથી ગુરુવારે રોકાણકારોને 3.7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
શેરબજાર ઈઝરાયલ ઈરાન યુદ્ધના તણાવથી દબાણ હેઠળ છે. વૈશ્વિક બજારોના નબળાં સંકેત અને યુએસ ફેડરલ બેંકે વ્યાજદર સ્થિર રાખતા માર્કેટ સેન્ટિમન્ટ વધુ ખરડાયું છે. પ્રી ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ નિફ્ટી નબળાં રહેવાના સંકેત મળ્યા હતા. એમસીએક્સ સોના ચાંદી વાયદા પણ નરમ હતા.
સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા
સેન્સેક્સ પાછલા બંધ 81444 સામે નજીવો ઘટીને ગુરુવારે 81403 ખુલ્યો હતો. ટાટા ગ્રૂપ અને ઓટો શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો ઘટીને 81191 થયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24812 સામે આજે ફ્લેટ 24803 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટીને અને બેંક નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે.
US ફેડ બેંકે વ્યાજદર યથાવત રાખ્યા
અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદર સ્થિર રાખતા યુએસ માર્કેટ બુધવારે ઘટ્યા હતા. ટ્રમ્પ ટેરિફની મોંઘવારી પર અસર થવાની ચિંતાથી જેરોમ પોવલે રેટ કટ કરવાનું ટાળ્યું છે. જો કે ચાલુ વર્ષે વ્યાજદરમાં 2 વખત ઘટાડો કરવાના સંકેત આપ્યા છે.