Share Market Today News Highlight: શેરબજારમાં બુધવારે વોલેટાઇલ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 287 પોઇન્ટ ઘટી 83409 અને નિફ્ટી 88 પોઇન્ટ ઘટી 25453 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 83,150 અને નિફ્ટી 25,378 નીચી સપાટીને સ્પર્શ્યા હતા. બેંક અને ફાઇનાન્સ શેરમાં વેચવાલીથી માર્કેટને મોટો ફટકો લાગ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ફ્લેટ
સેન્સેક્સ બુધવારે 93 પોઇન્ટ વધી 83790 ખુલ્યો હતો. આજે આઈટી અને ઓટો શેરમાં તેજીથી સેન્સેક્સ 220 પોઇન્ટ જેટલો વધીને 83935 ઉપર સુધી પહોંચ્યો હતો. મંગળવારે 91 પોઇન્ટ વધીને 83697 લેવલ પર બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી ઉંચા ગેપમાં 25588 ખુલીને 70 પોઇન્ટ વધી 25608 સુધી ગયો હતો.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મજબૂત સંકેતના પગલે વધીને ખુલ્યા હતા. સેન્સેક્સ ખુલ્યા બાદ 200 પોઇન્ટ અને નિફ્ટી 70 પોઇન્ટ જેટલો વધ્યો હતો. શેરબજારમાં સુધારાનું કારણ આઇટી સ્ટોકમાં તેજી છે. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકાની સંસદમાં ટ્રમ્પનું ટેક્સ અને ખર્ચ બિલ પાસ થતા શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે યુએસ બોન્ડની યીલ્ડ વધીને 4.25 ટકા એ પહોંચી ગઇ છે.
અમેરિકા સંસંદમાં ટ્રમ્પનું ટેક્સ અને ખર્ચ બિલ પાસ
અમેરિકા સંસંદમાં ટ્રમ્પનું ટેક્સ અને ખર્ચ બિલ પાસ થઇ ગયું છે. જેનાથી આગામી 10 વર્ષમાં 3 ટ્રિલિયન ડોલરની ખાધ વધી શકે છે. આ સમાચાર વચ્ચે બોન્ડ માર્કેટમાં ટેન્શન વધી ગયું છે. યુએસ બોન્ડની ટ્રેઝરી યીલ્ડ વધીને 4.25 ટકા થઇ ગઇ છે. 2 વર્ષની યીલ્ડમાં 6 બેસિસ પોઇન્ટની તેજી અને 30 વર્ષની યીલ્ડ લગભગ સ્થિર રહી છે.





