Share Market Today News Highligh: શેરબજારમાં શુક્રવારે જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 1046 પોઇન્ટ ઉછળી 82408 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 82494 ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી 25136 ઇન્ટ્રા-ડે ટોચ બનાવી અંતે 219 પોઇન્ટ વધીને 25112 બંધ થયો છે. શેરબજારમાં સાર્વત્રિક તેજીથી બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ વધીને બંધ થયા છે. ભારતીય શેરબજારની સાથે સાથે એશિયન અને યુરોપિયન માર્કેટમાં પણ સુધારા તરફી માહોલ હતો. ભારતીય શેરબજારમાં તેજીથી શુક્રવારે રોકાણકારોને 5 લાખ કરોડ રૂપિયાથી વધુ કમાણી થઇ હતી.
પ્રી ઓપનિંગમાં માર્કેટના નરમ સંકેત, ગિફ્ટી નિફ્ટી ઈન્ડેક્સ ફ્લેટ
વૈશ્વિક શેરબજારોના મિશ્ર સંકેત વચ્ચે શુક્રવારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યો છે. FII એ કેશ અને ફ્યૂચર બંનેમાં લેવાલી કરી છે. લોંગ ટર્મ રેશિયો પણ સુધર્યો છે. ડાઓ ફ્યૂચર લગભગ 200 પોઇન્ટ ઘટ્યો છે. એશિયન માર્કેટ મિશ્ર વલણ છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઇલમાં તેજી આવી છે. ક્રૂડ ઓઇલના ભાવ 79 ડોલર પ્રતિ બેરલને સ્પર્શી ગયા છે.
ક્રૂડ ઓઇલના ભાવ 5 મહિનાની ટોચથી ઘટ્યા
ઈઝરાયલ ઈરાન યુદ્ધથી ક્રૂડ ઓઈલના ભાવ ઉછળી 79 ડોલર પ્રતિ બેરલની 5 મહિનાની ટોચે પહોંચ્યા હતા. જો કે WTI ક્રૂડ ઓઇલ વાયદો 74.25 ડોલરની ટોચ બનાવ્યા બાદ હાલ સાધારણ ઘટાડે 73.77 ડોલર પ્રતિ બેરલ બોલાઇ રહ્યું છે. આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ઓગસ્ટ વાયદો 2.3 ટકા ઘટીને 77 ડોલર આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આ ક્રૂડ વાયદો તાજેતરમા 79 ડોલરની ટોચે પહોંચ્યો હતો.