Share Market News: સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટ વધી બંધ, રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી

Share Market Today News Highlight: ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ સેન્સેક્સ નિફ્ટી બુધવારે મોટા ઉછાળે બંધ થયા છે. કેપિટલ ગુડ્સને બાદ કરતા બીએસઇના તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે.

Written by Ajay Saroya
Updated : June 25, 2025 16:39 IST
Share Market News: સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટ વધી બંધ, રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી
Share Market : શેરબજાર. (Photo: Freepik)

Share Market Today News Highlight: શેરબજારમાં તેજી આગળ વધતા સેન્સેક્સ 700 પોઇન્ટ વધીને 82755 અને અને નિફટી 200 પોઇન્ટ ઉછળી 25244 બંધ થયા છે. મિડલ ઇસ્ટ એશિયામાં તણાવ ઓછો થવાની સાથે ક્રૂડ ઓઇલના ભાવ ઉંચા સ્તરેથી ઘટતા ભારતીય શેરબજારો વધ્યા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામથી દુનિયાભરના શેરબજારમાં સુધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જો કે એફઆઈઆઈ વેચવાલી હજી પણ મોટું જોખમ છે. મજબૂત ડોલર અને રિસ્ક હેજિંગ સેન્ટિમેન્ટ મજબૂત થવાથી લાર્જ કેપ ખાસ કરીને આઈટી અને ઓટો સ્ટોકનો દેખાવ સારો રહ્યો હતો.

શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી બુધવારે એશિયન માર્કેટના પોઝિટિવ સંકેત વચ્ચે ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. ઈઝરાયલ ઈરાન વચ્ચે સીઝફાયર લાગુ થવાથી વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે. એશિયન બજારો વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. મિડલ ઇસ્ટ એશિયામાં યુદ્ધ વિરામ બાદ ક્રૂડ ઓઇલ વધ્યું છે. નોંધનિય છે કે, મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ 14 ટકા તૂટ્યા હતા. સોના ચાંદીના વાયદા ભાવ વધ્યા છે.

સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ વધ્યા

ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ એશિયન બજારોના પોઝિટિવ સંકેત વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ 82055 લેવલથી 400 પોઇન્ટ જેટલા ઉંચા ગેપમાં 82448 ખુલ્યો હતો. સેન્સેક્સ 500 પોઇન્ટ વધી 82577 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25044 લેવલથી ઉંચા ગેપમાં 25150 ખુલ્યો હતો.

ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ક્રૂડ ઓઇલ વધ્યું

ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ પણ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. WTI ક્રૂડ ઓઇલ વાયદો 1.5 ટકા વધી 65.32 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1.4 ટકા વધીને 68.12 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. નોંધનિય છે કે, મંગળવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરતા ક્રૂડ ઓઇલમાં 14 ટકાનો કડાકો બોલાયો હતો. જો કે હાલ ફરી નીચા મથાળેથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે.

Live Updates

શેરબજારમાં ઉછાળાથી રોકાણકારોને 4 લાખ કરોડની કમાણી

શેરબજારમાં ઉછાળાથી રોકાણકારોને બુધવારે 4 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જની કૂલ માર્કેટ વેલ્યૂએશન 454.01 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 450.08 લાખ કરોડ રૂપિયા હતી. બીએસઇના 1207 શેર ઘટવાની સાથે 2821 શેર વધીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ છે.

ટાટા ગ્રૂપ શેરમાં તેજી, ટાયટન સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક

શેરબજારમાં ઉછાળા સાથે ટાટા ગ્રૂપ શેરમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર 27 સ્ટોક વધ્યા હતા. જેમા ટાયટન 3.6 ટકા, ઇન્ફોસિસ અને મહિન્દ્રા 2.2 ટકા, ભારતી એરટેલ 1.7 ટકા, ટીસીએસ 1.9 ટકા અને ટેક મહિન્દ્રા 1.6 ટકા વધ્યા હતા. એનએસઇ નિફ્ટીના 50 માંથી 42 શેર વધીને બંધ થયા હતા.

સેન્સેક્સ 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટ વધી બંધ

શેરબજારમાં તેજી આગળ વધતા સેન્સેક્સ 700 પોઇન્ટ વધીને 82755 અને અને નિફટી 200 પોઇન્ટ ઉછળી 25244 બંધ થયા છે. મિડલ ઇસ્ટ એશિયામાં તણાવ ઓછો થવાની સાથે ક્રૂડ ઓઇલના ભાવ ઉંચા સ્તરેથી ઘટતા ભારતીય શેરબજારો વધ્યા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામથી દુનિયાભરના શેરબજારમાં સુધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જો કે એફઆઈઆઈ વેચવાલી હજી પણ મોટું જોખમ છે. મજબૂત ડોલર અને રિસ્ક હેજિંગ સેન્ટિમેન્ટ મજબૂત થવાથી લાર્જ કેપ ખાસ કરીને આઈટી અને ઓટો સ્ટોકનો દેખાવ સારો રહ્યો હતો.

સેન્સેક્સ 550 પોઇન્ટ ઉછળ્યો, ટાટા ગ્રૂપ શેરમાં તેજી

શેરબજારમાં તેજીનો માહોલ છે. સેન્સેક્સ 560 પોઇન્ટ ઉછળી 82675ની ટોચે પહોંચ્યો હતો. આ તેજીમાં ટાટા ગ્રૂપ શેરમાં વધ્યા છે, જેમા ટાયટન 3.3 ટકા અને ટેક મહિન્દ્રા 1.6 ટકા વધી સેન્સેક્સ ટોપ ગેઇનર સ્ટોક બન્યા છે. એનએસઇ નિફ્ટી 160 પોઇન્ટ વધીને 25220 લેવલ સ્પર્શ્યો છે. આઇટી શેરમાં તેજીથી આઈટી નિફ્ટી ઈન્ડેક્સ 450 પોઇન્ટ ઉછળ્યો છે.

Poco F7 5G Launch: જંબો બેટરીવાળા સ્માર્ટફોન Poco F7 5G ની ભારતમાં એન્ટ્રી, કેમેરો પણ જોરદાર, વાંચો શું છે ખાસ

Poco F7 5G Launched in India:Poco F7 5G માં Snapdragon 8s Gen 4 ચિપસેટ, 50MP પ્રાઇમરી Sony IMX882 સેન્સર, 20 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર જેવા ફીચર્સ છે. Poco F7 5G ના ભારતીય વેરિઅન્ટમાં મોટી 7550mAh બેટરી છે. …અહીં વાંચો

Work in Abroad : કામ કરવા માટે અમેરિકાથી અનેક ગણો સારો આ દેશ છે, જાણો રિપોર્ટમાં શું કહે છે?

America and Canada work life report : માઈક્રોસોફ્ટે વર્ક ટ્રેન્ડ ઈન્ડેક્સ 2025 નામનો રિપોર્ટ બહાર પાડ્યો છે. જેમાં અમેરિકા અને કેનેડા દેશોમાં નોકરી કે કાર્યકારી પરિસ્થિતિઓ વેશ જણાવ્યું છે. …બધું જ વાંચો

ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ક્રૂડ ઓઇલ વધ્યું

ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ પણ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. WTI ક્રૂડ ઓઇલ વાયદો 1.5 ટકા વધી 65.32 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1.4 ટકા વધીને 68.12 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. નોંધનિય છે કે, મંગળવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરતા ક્રૂડ ઓઇલમાં 14 ટકાનો કડાકો બોલાયો હતો. જો કે હાલ ફરી નીચા મથાળેથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે.

HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ IPO આજે ખુલ્યો

એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ આજે 25 જૂન ખુલ્યો છે. રોકાણકારો 27 જૂન સુધી અરજી કરી શકશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે. કંપનીએ 12,500 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 700 થી 740 રૂપિયા અને લોટ સાઇઝ 20 શેર રાખી છે. તે HDFC બેંકની એક નોન બેંકિંગ પેટા કંપની છે. આ પબ્લિક ઇશ્યૂમાં 2,500 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 10,000 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ હશે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ કંપનીના શેરનું લિસ્ટિંગ 2 જુલાઈએ BSE અને NSE પર થવાની શક્યતા છે. કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ વધીને ખુલ્યા

ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ એશિયન બજારોના પોઝિટિવ સંકેત વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ 82055 લેવલથી 400 પોઇન્ટ જેટલા ઉંચા ગેપમાં 82448 ખુલ્યો હતો. સેન્સેક્સ 500 પોઇન્ટ વધી 82577 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25044 લેવલથી ઉંચા ગેપમાં 25150 ખુલ્યો હતો.

એશિયન બજારોમાં સુધારો

શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી બુધવારે એશિયન માર્કેટના પોઝિટિવ સંકેત વચ્ચે ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. ઈઝરાયલ ઈરાન વચ્ચે સીઝફાયર લાગુ થવાથી વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે. એશિયન બજારો વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. મિડલ ઇસ્ટ એશિયામાં યુદ્ધ વિરામ બાદ ક્રૂડ ઓઇલ વધ્યું છે. નોંધનિય છે કે, મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ 14 ટકા તૂટ્યા હતા. સોના ચાંદીના વાયદા ભાવ વધ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ