Share Market Today News Highlight: શેરબજારમાં તેજી આગળ વધતા સેન્સેક્સ 700 પોઇન્ટ વધીને 82755 અને અને નિફટી 200 પોઇન્ટ ઉછળી 25244 બંધ થયા છે. મિડલ ઇસ્ટ એશિયામાં તણાવ ઓછો થવાની સાથે ક્રૂડ ઓઇલના ભાવ ઉંચા સ્તરેથી ઘટતા ભારતીય શેરબજારો વધ્યા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામથી દુનિયાભરના શેરબજારમાં સુધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. જો કે એફઆઈઆઈ વેચવાલી હજી પણ મોટું જોખમ છે. મજબૂત ડોલર અને રિસ્ક હેજિંગ સેન્ટિમેન્ટ મજબૂત થવાથી લાર્જ કેપ ખાસ કરીને આઈટી અને ઓટો સ્ટોકનો દેખાવ સારો રહ્યો હતો.
શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી બુધવારે એશિયન માર્કેટના પોઝિટિવ સંકેત વચ્ચે ઉછાળે ખુલ્યા હતા. સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 110 પોઇન્ટથી વધુ ઉછળ્યા હતા. ઈઝરાયલ ઈરાન વચ્ચે સીઝફાયર લાગુ થવાથી વૈશ્વિક બજારોએ રાહતનો શ્વાસ લીધો છે. એશિયન બજારો વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. મિડલ ઇસ્ટ એશિયામાં યુદ્ધ વિરામ બાદ ક્રૂડ ઓઇલ વધ્યું છે. નોંધનિય છે કે, મંગળવારે ક્રૂડ ઓઇલના ભાવ 14 ટકા તૂટ્યા હતા. સોના ચાંદીના વાયદા ભાવ વધ્યા છે.
સેન્સેક્સ 400 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટ વધ્યા
ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ એશિયન બજારોના પોઝિટિવ સંકેત વચ્ચે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ પાછલા બંધ 82055 લેવલથી 400 પોઇન્ટ જેટલા ઉંચા ગેપમાં 82448 ખુલ્યો હતો. સેન્સેક્સ 500 પોઇન્ટ વધી 82577 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25044 લેવલથી ઉંચા ગેપમાં 25150 ખુલ્યો હતો.
ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ વચ્ચે ક્રૂડ ઓઇલ વધ્યું
ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ બાદ પણ ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે. WTI ક્રૂડ ઓઇલ વાયદો 1.5 ટકા વધી 65.32 ડોલર પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1.4 ટકા વધીને 68.12 ડોલર પ્રતિ બેરલ બોલાયો છે. નોંધનિય છે કે, મંગળવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા કરતા ક્રૂડ ઓઇલમાં 14 ટકાનો કડાકો બોલાયો હતો. જો કે હાલ ફરી નીચા મથાળેથી ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે.