/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Highlight : શેરબજારમાં અફરાતફરી વચ્ચે સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે બંધ થયા છે. શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો હતો. સેન્સેક્સ 271 પોઇન્ટ ઘટી 81909 બંધ થયો છે. સેન્સેક્સ 3 મહિના બછી 82000 લેવલ નીચે બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 75 પોઇન્ટ ઘટી 25157 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 1300 પોઇન્ટ ઘટી 81124 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો નિફ્ટી પણ 25000નું સપોર્ટ લેવલ તોડી 24919 સુધી ઘટ્યો હતો.
શેરબજારમાં મંદી વકરતા સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપાટીની નીચે ખુલ્યા છે. સેન્સેક્સ 386 પોઇન્ટ ઘટીને 82000 લેવલ તોડી 81794 ખુલ્યો હતો. જો કે ઓપનિંગ સેશનમાં જ નીચી સપાટીથી સેન્સેક્સ રિકવર થઇને 82000 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી 90 પોઇન્ટ ઘટીને 25,141 ખુલ્યો હતા.
સોના ચાંદી વાયદામાં તેજી યથાવત
સોના ચાંદીમાં લાલચોળ તેજી યથાવત છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 4500 રૂપિયા વધીને 1,55,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે. એમસીએક્સ ચાંદી વાયદો 1800 રૂપિયાની તેજીમાં 3,25,472 રૂપિયા બોલાઇ રહ્યો છે. અમદાવાદમાં ગઇકાલે સોનાનું 6500 રૂપિયા વધીને 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે,જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. તો ચાંદીના ભાવ 20000 રૂપિયા ઉછળીને 3.10 લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.
યુરો સામે ડોલર 3 સપ્તાહના તળિયે
ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની ધમકી બાદ બુધવારે યુરો અને સ્વિસ ફ્રાંકની સામે ડોલર 3 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જેનાથી કરન્સી થી લઇ અમેરિકાના શેરબજાર અને બોન્ડ માર્કેટમાં વેચવાલી નીકળી હતી. ડોલર ઇન્ડેક્સ 0.53 ટકા ઘટી 98.54 થયો હતો.
- Jan 21, 2026 16:23 IST
3 દિવસમાં રોકાણકારોના 14 લાખ કરોડ ડુબ્યા
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. આજે બુધવારે બીએસઇની માર્કેટકેપ 454.09 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 455.82 લાખ કરોડ રૂપિયા હતી. આમ આજે શેરબજારના રોકાણકારનો 1.75 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો સળંગ દિવસના ઘટાડાથી શેરબજારમાં રોકાણકારોના 13.75 લાખ કરોડ રૂપિયા ડુબ્યા છે.
- Jan 21, 2026 16:19 IST
બેંક શેરમાં વેચવાલી, ICICI બેંક 2 ટકા તૂટ્યો
આજે બેંન્કિંગ શેરમાં ભારે વેચવાલીથી બેંક નિફ્ટી 604 પોઇન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સના ટોપ 5 લુઝર શેરમાં આઈસીઆઈસીઆઈ બેંક 2 ટકા, ટ્રેન્ટ 1.8 ટકા, બીઇએલ 1.5 ટકા, એચડીએફસી બેંક 1.2 ટકા અને લાર્સન 1.1 ટકા ઘટ્યા હતા. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 13 શેર વધ્યા હતા, જેમા ઇટરનલ 5 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.6 ટકા, ઇન્ડિગો 1.4 ટકા, રિલાયન્સ અને અદાણી પોર્ટસ પોણા ટકા સુધર્યા હતા.
- Jan 21, 2026 16:16 IST
સેન્સેક્સ 271 પોઇન્ટ ઘટી 82000 નીચે બંધ, નિફ્ટી 75 પોઇન્ટ નરમ
શેરબજારમાં અફરાતફરી વચ્ચે સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ નીચે બંધ થયા છે. શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઘટાડો થયો હતો. સેન્સેક્સ 271 પોઇન્ટ ઘટી 81909 બંધ થયો છે. સેન્સેક્સ 3 મહિના બછી 82000 લેવલ નીચે બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 75 પોઇન્ટ ઘટી 25157 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 1300 પોઇન્ટ ઘટી 81124 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો નિફ્ટી પણ 25000નું સપોર્ટ લેવલ તોડી 24919 સુધી ઘટ્યો હતો.
- Jan 21, 2026 11:44 IST
શેરબજારમાં હાહાકાર; સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 નીચે
સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર ઘટી મહત્વપૂર્ણ સપાટીની નીચે ઉતરી જતા શેરબજારમાં હાહાકાર મચ્યો છે. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81500 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે. તો એનએસઇ નિફ્ટી 190 પોઇન્ટ તૂટ્યો છે અને 25000નો મોટો સપોર્ટ તોડી 24919 સુધી ઘટ્યો છે. સાર્વત્રિક વેચવાલીના દબાણથી શેરબજારના તમામ ઇન્ડેક્સમાં કડાકો બોલાયો છે.
- Jan 21, 2026 09:50 IST
યુરો સામે ડોલર 3 સપ્તાહના તળિયે
ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની ધમકી બાદ બુધવારે યુરો અને સ્વિસ ફ્રાંકની સામે ડોલર 3 સપ્તાહની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જેનાથી કરન્સી થી લઇ અમેરિકાના શેરબજાર અને બોન્ડ માર્કેટમાં વેચવાલી નીકળી હતી. ડોલર ઇન્ડેક્સ 0.53 ટકા ઘટી 98.54 થયો હતો.
- Jan 21, 2026 09:47 IST
સોના ચાંદી વાયદામાં તેજી યથાવત
સોના ચાંદીમાં લાલચોળ તેજી યથાવત છે. એમસીએક્સ ગોલ્ડ વાયદો 4500 રૂપિયા વધીને 1,55,081 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયો છે. એમસીએક્સ ચાંદી વાયદો 1800 રૂપિયાની તેજીમાં 3,25,472 રૂપિયા બોલાઇ રહ્યો છે. અમદાવાદમાં ગઇકાલે સોનાનું 6500 રૂપિયા વધીને 1,55,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે,જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. તો ચાંદીના ભાવ 20000 રૂપિયા ઉછળીને 3.10 લાખ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us