/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/share-market-1.jpg)
Share Market: શેરબજાર (Image: Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં સતત બીજા દિવસે સકારાત્મક વલણ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 487 પોઇન્ટ વધી 82344 અને નિફ્ટી 167 પોઇન્ટ સુધરી 25342 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 82503 થી 81814 હતી. બેંક, ફાઈનાન્સ, ઓટો અને આઈટી શેર વધ્યા હતા. આજથી બજેટ 2026 સત્ર શરૂ થયું છે.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક સંકેતોના પગલે વધીને ખુલ્યા બાદ ઉછાળો જોવા મળ્યો છે. આજથી બજેટ 2026 સત્ર પણ શરૂ થયું છે. સેન્કેસ્સ 45 પોઇન્ટ વધી 81892 ખુલ્યો હતો. બેંક, ફાઈનાન્સ અને રિલાયન્સ - ITC જેવા બ્લુચીપ તેજી શેરમાં તેજી અને વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોના પગલે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સ 650 પોઇન્ટ જેટલો ઉછળ્યી 82500 સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી 83 પોઇન્ટ વધીને 25,258 ખુલ્યો હતો. હાલ 155 પોઇન્ટના સુધારા સાથે 25370 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
ડોલર સામે રૂપિયો 11 પૈસા વધીને ખુલ્યો
આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 11 ટકા વધીને 91.61 ખુલ્યો છે. ગઇકાલ મંગળવારે ડોલર સામે રૂપિયો 91.72 બંધ થયો હતો.
બજેટ 2026 સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિ સંસદને સંબોધિત કરશે
સંસદમાં આજથી બજેટ 2026 સત્ર શરૂ થયું છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. આ સત્ર ન માત્ર દેશની આર્થિક દિશા નક્કી કરશે, પરંતુ નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરી નવી ઇતિહાસ બનાવશે. નોંધનિય છે કે, દેશનું યુનિયન બજેટ 2026 -27 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદમાં રજૂ કરવાના છે.
- Jan 28, 2026 16:27 IST
શેરબજારોના રોકાણકારોની સંપત્તિ 6 લાખ કરોડ વધી
શેરબજારમાં રિકવરીથી રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 459.53 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 453.67 લાખ કરોડ રૂપિયા હતી. બીએસઇ પર 2920 શેર વધીને જ્યારે 1315 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ થઇ હતી.
- Jan 28, 2026 16:24 IST
બેંક અને ફાઈનાન્સ શેર ઉછળ્યા
આજે બેંક અને ફાઈનાન્સ શેરમાં તેજીથી બેંક નિફઅટી 393 પોઇન્ટ અને બીએસઇ બેંકેક્સ 479 પોઇન્ટ વધ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં કેપિટલ ગુડ્સ 3316 પોઇન્ટ, ઓઇલ ગેસ 1064 પોઇન્ટ, આઈટી 106 પોઇન્ટ વધ્યા હતા.
- Jan 28, 2026 16:21 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર
શેરબજારના રિકવરી ટ્રેન્ડમાં સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 22 વધ્યા હતા. જેમા સૌથી વધેલા 5 શેરમાં બીઇએલ 9 ટકા, ઇટરનલ 5 ટકા, બજાજ ફાઈનાન્સ 2.2 ટકા, પાવરગ્રીડ 2.1 ટકા અને ટ્રેન્ટ 1.9 ટકા સુધર્યા હતા. તો બીજી બાજુ ટોપ 5 લુઝર શેરમાં એશિયન પેઇન્ટ 4.4 ટકા, મારૂતિ 2.4 ટકા, સન ફાર્મા 1.8 ટકા, ઇન્ફોસિસ 1 ટકા અને ભારતી એરટેલ પોણા ટકા ઘટીને બંધ થયા હતા.
- Jan 28, 2026 16:19 IST
સેન્સેક્સ 487 પોઇન્ટ વધી 82300 ઉપર બંધ, નિફ્ટી 167 પોઇન્ટ રિકવર
શેરબજારમાં સતત બીજા દિવસે સકારાત્મક વલણ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 487 પોઇન્ટ વધી 82344 અને નિફ્ટી 167 પોઇન્ટ સુધરી 25342 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 82503 થી 81814 હતી. બેંક, ફાઈનાન્સ, ઓટો અને આઈટી શેર વધ્યા હતા. આજથી બજેટ 2026 સત્ર શરૂ થયું છે.
- Jan 28, 2026 09:51 IST
બજેટ 2026 સત્ર આજથી શરૂ, રાષ્ટ્રપતિ સંસદને સંબોધિત કરશે
સંસદમાં આજથી બજેટ 2026 સત્ર શરૂ થયું છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભાને સંયુક્ત સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. આ સત્ર ન માત્ર દેશની આર્થિક દિશા નક્કી કરશે, પરંતુ નિર્મલા સીતારમણ સતત 9મી વખત દેશનું કેન્દ્રીય બજેટ રજૂ કરી નવી ઇતિહાસ બનાવશે. નોંધનિય છે કે, દેશનું યુનિયન બજેટ 2026 -27 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદમાં રજૂ કરવાના છે.
- Jan 28, 2026 09:45 IST
ડોલર સામે રૂપિયો 11 પૈસા વધીને ખુલ્યો
આજે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 11 ટકા વધીને 91.61 ખુલ્યો છે. ગઇકાલ મંગળવારે ડોલર સામે રૂપિયો 91.72 બંધ થયો હતો.
- Jan 28, 2026 09:42 IST
સેન્સેક્સ 600 પોઇન્ટ ઉછળી 82500 પાર, નિફ્ટી 150 પોઇન્ટ વધ્યો
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક સંકેતોના પગલે વધીને ખુલ્યા બાદ ઉછાળો જોવા મળ્યો છે. આજથી બજેટ 2026 સત્ર પણ શરૂ થયું છે. સેન્કેસ્સ 45 પોઇન્ટ વધી 81892 ખુલ્યો હતો. બેંક, ફાઈનાન્સ અને રિલાયન્સ - ITC જેવા બ્લુચીપ તેજી શેરમાં તેજી અને વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતોના પગલે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં જ સેન્સેક્સ 650 પોઇન્ટ જેટલો ઉછળ્યી 82500 સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી 83 પોઇન્ટ વધીને 25,258 ખુલ્યો હતો. હાલ 155 પોઇન્ટના સુધારા સાથે 25370 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us