/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/share-market-bull-run.jpg)
Share Market Jamps: શેરબજારમાં ઉછાળો. Photograph: (Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં બુલિશ ટ્રેન્ડના પગલે સેન્સેક્સ નિફ્ટી નોંધપાત્ર વધી એક મહિનાની ઉંચી સપાટીએ બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 485 પોઇન્ટ વધી 84065 બંધ થયો છે. આ સાથે 8 જાન્યુઆરી બાદ પહેલીવાર સેન્સેક્સ 84000 લેવલ ઉપર બંધ થયો છે. આજે સેન્સેક્સ 84314 ઇન્ટ્રા ડે ટોચ સુધી પહોંચ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 173 પોઇન્ટની મબૂતીમાં 25867 બંધ થયો છે. યુએસ ભારત વેપાર સોદા બાદ અગ્રણી રેટિંગ એજન્સીએ ભારતના વિકાસદરનો અંદાજ વધારતા શેરબજારનું સેન્ટિમેન્ટ સુધર્યું છે.
SBI 7.5 ટકા ઉછળ્યો, IT શેર નરમ
શેરબજારના બુલિશ ટ્રેન્ડમાં આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 22 શેર વધ્યા હતા. જેમા એસબીઆઈ 7.5 ટકા, ટાયનટ 2.8 ટકા, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ અઢી ટકા અને ઇટરનલ 2 ટકા વધ્યો હતો. તો સૌથી વધુ ઘટેલા 5 શેરમાં પાવરગ્રીડ 1.1 ટકા, આઈટીસી 1 ટકા, એનટીપીસી, આઈસીઆઈસીઆઈ બેંક અને ઈન્ફોસિના શેર અડધા થી પોણા સુધી ઘટ્યા હતા.
US ટ્રેડ ડીલ બાદ મૂડીઝ અને ગોલ્ડમેન સાશ ભારત વિશે બુલિશ
યુએસ સાથે વેપાર સોદા બાદ વિદેશી રેટિંગ એજન્સી મૂડીઝ અને ગોલ્ડમેન સાશ ભારતીય અર્થવ્યવસ્થા પ્રત્યે બુલિશ વ્યૂ ધરાવે છે. મૂડીઝે ભારતનો વિકાસદર આગામી નાણાકીય વર્ષ 2026-27માં 6.4 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે જી 20 સમૂહના દેશોમાં સૌથી ઉંચો છે. તેવી જ રીતે ગોલ્ડમેન સાશે પણ ભારતના 2026ના રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 0.2 ટકા વધારી 6.9 ટકા કર્યો છે. ઉપરાંત સારી વેપાર સ્થિતિને જોતા ગોલ્ડમેન સાશે ભારતની ચાલુ ખાતાની ખાધનો અંદાજ 2026 માટે જીડીપના 0.25 ટકા ઘટાડી 0.8 ટકા કર્યો છે.
શેરબજારના રોકાણકારોને ₹ 6 લાખ કરોડની કમાણી
શેરબજારમાં તેજીથી બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 473.34 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે પાછલા સપ્તાહે શુક્રવારે 467.31 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 6.03 લાખ કરોડનો ઉમેરો થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us