/indian-express-gujarati/media/media_files/2026/02/19/share-market-up-1-2026-02-19-09-34-45.jpg)
Share Market News : શેરબજાર સમાચાર Photograph: (Freepik)
Share Market Today News Highlight : શેરબજારમાં સોમવારે સુધારા તરફી વલણ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 480 પોઇન્ટ વધી 83294 અને નિફ્ટી 142 પોઇન્ટ સુધરી 25713 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 550 પોઇન્ટથી વધુ ઉછળી 83,486 ટોચે પહોંચ્યો હતો. ક્રૂડ ઓઇલમાં નરમાઇના નરમાઇ અને નીચા ભાવે ક્વોલિટી શેરમાં ખરીદીથી માર્કેટ વધ્યું છે. અદાણી પોર્ટ્સ 3 ટકા વધ્યો હતો જો કે ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક જેવા બ્લુચીપ આઈટી શેર તૂટ્યા હતા.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સાધારણ સુધારે ખુલ્યા બાદ નોંધપાત્ર વધ્યા હતા. સેન્સેક્સ 94 પોઇન્ટ વધી 82906 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં 500 પોઇન્ટથી વધુ ઉછળી સેનસેક્સ 83300 લેવલ ક્રોસ કર્યું હતું. એનએસઇ નિફ્ટી 107 પોઇન્ટ વધીને 25,678 ખુલ્યો હતો અને 25700 ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે.
યુએસ ગ્લોબલ ટેરિફ વધવા છતાં ક્રૂડ ઓઇલમાં ઘટાડો
યુએસ ગ્લોબલ ટેરિફ વધવાથી ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો છે. અમેરિકા ઇરાન વચ્ચે ન્યુક્લિયર મંત્રણા ત્રીજા તબક્કા તરફ આગળ વધી છે, જેનાથી સંભવિત યુદ્ધની શક્યતાઓ ઘટી છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારી 15 ટકા કરતા વૈશ્વિક વૃદ્ધિ અને ઓઇલની માંગ વિશ્ અનિશ્ચતતા ઉભી કરી દીધી છે. જેના લીધે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1 ટકાથી વધુ ઘટીને 71 ડોલર અને યુએસ ક્રૂડ ફ્યૂચર 1.1 ટકા ઘટી 65.74 ડોલર પ્રતિ બેરલ આસપાસ બોલાઇ રહ્યો છે.
Silver Touch Tech બોનસ શેર આપશે, શેર વિભાજન થશે, રેકોર્ડ તારીખ જાહેર
સિલ્વર ટચ ટેક્નોલોજી કંપની પહેલીવાર બોનસ શેર આપી રહી છે. ડિસેમ્બર 2025ના અંતે કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 74.61 ટકા હતું. સિલ્વર ટચ ટેક્નોલોજી કંપનીના શેરધારકને 2 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 1 શેર સામે 1 બોનસ શેર મળશે. ઉપરાંત શેર વિભાજન હેઠળ કંપનીના 1 શેરનું 6 શેરમાં વિભાજન થશે, એટલે કે સ્ટોક સ્પ્લિટ રેશિયો 1:6 છે. બોનસ શેર અને શેર સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ 6 માર્ચ નક્કી કરવામા આવી છે. આ તારીખ સુધીમાં જેમની પાસે કંપનીના શેર હશે તેઓ બોનસ શેર માટે હકદાર રહેશે. ગત્ત શુક્રવારે બીએસઇ પર સિલ્વર ટચ ટેક્નલોોજી શેરનો બંધ ભાવ 1391.85 રૂપિયા હતો. કંપનીની માર્કેટ 1700 કરોડ રૂપિયા આસપાસ હતી.
- Feb 23, 2026 16:16 IST
રોકાણકારોની સંપત્તિ ₹ 2.2 લાખ કરોડ વધી
આજે બીએસઇ પર 1926 શેર વધીને જ્યારે 2389 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 469.07 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે આગલા દિવસે 466.87 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 2.2 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે.
- Feb 23, 2026 16:13 IST
અદાણી પોર્ટ્સ 3 ટકા ઉછળ્યો, ઇન્ફોસિસ 2 ટકા તૂટ્યો
આજે અદાણી પોર્ટ્સ શેર 3 ટકા ઉછળીને સેન્સેક્સનો ટોપ ગેઇનર શેર બન્યો હતો. સેન્સેક્સના 30 બુલ્ચીપ શેર માંથી 19 શેર વધ્યા હતા. જેમાં અદાણી પોર્ટ્સ 3 ટકા, કોટક બેંક 2.2 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.6 ટકા, પાવરગ્રીડ દોઢ ટકા અને એક્સિસ બેંક 1.4 ટકા વધ્યો હતો. તો બીજી બાજુ સૌથી વધુ ઘટનાર 5 શેરમાં ઇન્ફોસિસ 1.8 ટકા, ટેક મહિન્દ્રા 1.1 ટકા, ટ્રેન્ટ, એચસીએલ ટેક અને બજાજ ફિનસર્વના શેર અડધા થી 1 ટકા સુધી ઘટ્યા હતા.
- Feb 23, 2026 16:11 IST
સેન્સેક્સ 480 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 142 પોઇન્ટ મજબૂત
શેરબજારમાં સોમવારે સુધારા તરફી વલણ રહેતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે. સેન્સેક્સ 480 પોઇન્ટ વધી 83294 અને નિફ્ટી 142 પોઇન્ટ સુધરી 25713 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 550 પોઇન્ટથી વધુ ઉછળી 83,486 ટોચે પહોંચ્યો હતો. ક્રૂડ ઓઇલમાં નરમાઇના નરમાઇ અને નીચા ભાવે ક્વોલિટી શેરમાં ખરીદીથી માર્કેટ વધ્યું છે.
- Feb 23, 2026 13:32 IST
સેન્સેક્સ નિફ્ટી મજબૂત, સોના ચાંદીમાં ઉછાળો
સોમવારે શેરબજારમાં સુધારા બાદ સેન્સેક્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ મજબૂત ટ્રેન્ડિંગ કરી રહ્યા છે. બપોરે1 વાગે સુધીમાં સેન્સેક્સ 330 પોઇન્ટના સુધારે 83150 લેવલ આસપાસ હતો. તો એનએસઇ નિફ્ટી 91 પોઇન્ટ વધીને 25660 લેવલ આસપાસ હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારતા સોના ચાંદીમાં ઉછાળો આવ્યો છે. આજે એમસીએક્સ ચાંદી વાયદો 15000 રૂપિયા ઉછળ્યો હતો. એમસીએક્સ ગોલ્ડ વાયદો 2500 રૂપિયા વધ્યો હતો.
- Feb 23, 2026 09:27 IST
Silver Touch Tech બોનસ શેર આપશે, શેર વિભાજન થશે, રેકોર્ડ તારીખ જાહેર
સિલ્વર ટચ ટેક્નોલોજી કંપની પહેલીવાર બોનસ શેર આપી રહી છે. ડિસેમ્બર 2025ના અંતે કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ 74.61 ટકા હતું. સિલ્વર ટચ ટેક્નોલોજી કંપનીના શેરધારકને 2 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 1 શેર સામે 1 બોનસ શેર મળશે. ઉપરાંત શેર વિભાજન હેઠળ કંપનીના 1 શેરનું 6 શેરમાં વિભાજન થશે, એટલે કે સ્ટોક સ્પ્લિટ રેશિયો 1:6 છે. બોનસ શેર અને શેર સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ 6 માર્ચ નક્કી કરવામા આવી છે. આ તારીખ સુધીમાં જેમની પાસે કંપનીના શેર હશે તેઓ બોનસ શેર માટે હકદાર રહેશે. ગત્ત શુક્રવારે બીએસઇ પર સિલ્વર ટચ ટેક્નલોોજી શેરનો બંધ ભાવ 1391.85 રૂપિયા હતો. કંપનીની માર્કેટ 1700 કરોડ રૂપિયા આસપાસ હતી.
- Feb 23, 2026 09:27 IST
યુએસ ગ્લોબલ ટેરિફ વધવા છતાં ક્રૂડ ઓઇલમાં ઘટાડો
યુએસ ગ્લોબલ ટેરિફ વધવાથી ક્રૂડ ઓઇલમાં ઘટાડો થયો છે. અમેરિકા ઇરાન વચ્ચે ન્યુક્લિયર મંત્રણા ત્રીજા તબક્કા તરફ આગળ વધી છે, જેનાથી સંભવિત યુદ્ધની શક્યતાઓ ઘટી છે, જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10 ટકાથી વધારી 15 ટકા કરતા વૈશ્વિક વૃદ્ધિ અને ઓઇલની માંગ વિશ્ અનિશ્ચતતા ઉભી કરી દીધી છે. જેના લીધે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 1 ટકાથી વધુ ઘટીને 71 ડોલર અને યુએસ ક્રૂડ ફ્યૂચર 1.1 ટકા ઘટી 65.74 ડોલર પ્રતિ બેરલ આસપાસ બોલાઇ રહ્યો છે.
- Feb 23, 2026 09:27 IST
સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 150 પોઇન્ટ વધી 25700 પાર
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સોમવારે સાધારણ સુધારે ખુલ્યા બાદ નોંધપાત્ર વધ્યા હતા. સેન્સેક્સ 94 પોઇન્ટ વધી 82906 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં 400 પોઇન્ટથી વધુ ઉછળી સેનસેક્સ 83200 લેવલ ક્રોસ કર્યું હતું. એનએસઇ નિફ્ટી 107 પોઇન્ટ વધીને 25,678 ખુલ્યો હતો અને 25700 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us