Share Market : શેરબજાર સપાટ બંધ, ITC 9 ટકા તૂટ્યો, વોડાફોન 8 ઉછળ્યો

Share Market Today News Highlight : વર્ષ 2026ના પ્રથમ દિવસે સેન્સેક્સ 32 પોઇન્ટ ઘટ્યો જ્યારે નિફ્ટી 17 પોઇન્ટ વધીને બંધ થયો છે. એફએમસીજી ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યો છે જ્યારે ટેલિકોમ શેરમાં તેજી જોવા મળી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight : વર્ષ 2026ના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ ફ્લેટ બંધ થયા છે. સેન્સેક્સ 32 પોઇન્ટ ઘટી 85188 જ્યારે નિફ્ટી 17 પોઇન્ટ વધી 26146 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ રેન્જ 85,451 - 85,101 હતી. આઈટીસીએ શેર 9.6 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લુઝર શેર બન્યો છે. નીચા ભાવે લેવાલીથી વોડાફોન આઈડિયા શેર 8 ટકા બાઉન્સ બેક થયો છે. 

Advertisment

નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત ફ્લેટ રહી છે. સેન્સેક્સ પાછલા બંધ 85,220 લેવલની સામે આજે 85,255 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો વધી 85451 થયો હતો.  વોલેટાઇલ સેશનમાં સેન્સેક્સ હાલ 100 પોઇન્ટ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બધ 26,129 સામે આજે 26,173 ખુલ્યો હતો.  

વોડાફોન આઈડિયા 6 ટકા ઉછળ્યો

વોડાફોન આઈડિયામાં નીચા ભાવે લેવાલી નીકળતા શેર આજે ઓપનિંગ સેશનમાં 6 ટકા ઉછળી 11.38 રૂપિયા બોલાયો છે. જ્યારે બુધવારે શેર 12.80 રૂપિયા વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ભારે વેચવાલીથી 11 ટકા તૂટ્યો અને 10.76 રૂપિયા બંધ થયો હતો. આજે ગુરુવારે વોડાફોન આઈડિયાનો શેર 11.17 ખુલ્યો હતો અને ઉપરમાં 11.43 રૂપિયા સુધી ગયો હતો. સરકાર દ્વારા રાહત પેકેજ મળવાથી ટેલિકોમ શેરમાં તેજી આવી છે.

VI ને પ્રમોટર્સ તરફથી 5836 કરોડ રૂપિયા મળશે!

વોડાફોન આઈડિયા કંપનીને પ્રમોટર્સ તરફથી જંગી રકમ મળવાની છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ નવા એગ્રીમેન્ટ હેઠળ કંપનીને વોડાફોન પ્રમોટર્સ ગ્રૂપ તરફથી 5830 કરોડ રૂપિયા મળશે. આગામી 12 મહિનામાં લગભગ 2300 રૂપિયાનું ફંડ રિલિઝ થશે.

Advertisment
  • Jan 01, 2026 16:27 IST

    સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    સેન્સેક્સના 30 માંથી 9 બ્લુચીપ શેર ઘટ્યા હતા. સૌથી વધુ વધીને બંધ થયેલા ટોપ 5 ગેઇનર શેરમાં એનટીપીસી, ઇટરનલ 2-2 ટકા, મહિન્દ્રા, લાર્સન 1.4 ટકા અને પાવરગ્રીડ સવા ટકા વધ્યા હતા. તો ટોપ 5 લુઝર શેરમાં આઈટીસી 9.7 ટકા, બજાજ ફાઈનાન્સ 1.5 ટકા, એશિયન પેઇન્ટ્સ, બીઇએલ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર અડધા ટકા આસપાસ નરમ હતા.

  • Jan 01, 2026 16:25 IST

    સેન્સેક્સ 32 પોઇન્ટ ઘટીને જ્યારે નિફ્ટી 17 પોઇન્ટ વધીને બંધ

    વર્ષ 2026ના પ્રથમ દિવસે સેન્સેક્સ નિફ્ટી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ ફ્લેટ બંધ થયા છે. સેન્સેક્સ 32 પોઇન્ટ ઘટી 85188 જ્યારે નિફ્ટી 17 પોઇન્ટ વધી 26146 બંધ થયો છે. સેન્સેક્સની ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ રેન્જ 85,451 - 85,101 હતી. 

  • Jan 01, 2026 10:44 IST

    VI ને પ્રમોટર્સ તરફથી 5836 કરોડ રૂપિયા મળશે!

    વોડાફોન આઈડિયા કંપનીને પ્રમોટર્સ તરફથી જંગી રકમ મળવાની છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ નવા એગ્રીમેન્ટ હેઠળ કંપનીને વોડાફોન પ્રમોટર્સ ગ્રૂપ તરફથી 5830 કરોડ રૂપિયા મળશે. આગામી 12 મહિનામાં લગભગ 2300 રૂપિયાનું ફંડ રિલિઝ થશે.

  • Jan 01, 2026 10:41 IST

    વોડાફોન આઈડિયા 6 ટકા ઉછળ્યો

    વોડાફોન આઈડિયામાં નીચા ભાવે લેવાલી નીકળતા શેર આજે ઓપનિંગ સેશનમાં 6 ટકા ઉછળી 11.38 રૂપિયા બોલાયો છે. જ્યારે બુધવારે શેર 12.80 રૂપિયા વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ ભારે વેચવાલીથી 11 ટકા તૂટ્યો અને 10.76 રૂપિયા બંધ થયો હતો. આજે ગુરુવારે વોડાફોન આઈડિયાનો શેર 11.17 ખુલ્યો હતો અને ઉપરમાં 11.43 રૂપિયા સુધી ગયો હતો. સરકાર દ્વારા રાહત પેકેજ મળવાથી ટેલિકોમ શેરમાં તેજી આવી છે.

  • Jan 01, 2026 10:38 IST

    સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ મજબૂત

    નવા વર્ષ 2026ના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત ફ્લેટ રહી છે. સેન્સેક્સ પાછલા બંધ 85,220 લેવલની સામે આજે 85,255 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો વધી 85451 થયો હતો.  વોલેટાઇલ સેશનમાં સેન્સેક્સ હાલ 100 પોઇન્ટ મજબૂત ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બધ 26,129 સામે આજે 26,173 ખુલ્યો હતો. 

શેર બજાર બિઝનેસ