Share Market: નિફ્ટી પહેલીવાર 21000ને પાર, પણ અદાણી કંપનીઓના તમામ શેર તૂટ્યા; જાણો શેરબજારમાં રોકાણકારોએ કેટલા ગુમાવ્યા

NSE Nifty Hits 21000, Adani Group Stock Down : રિઝર્વ બેંકે સતત પાંચમી દિવસ વ્યાજદર સ્થિર રાખતા નિફ્ટી પહેલીવાર 21000ને સ્પર્શ્યો હતો અને સેન્સેક્સે પણ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. જો કે અદાણી ગ્રૂપમાં તેજી અટકતા તમામ લિસ્ટેડ કંપનીઓના તમામ શેરમાં 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

NSE Nifty Hits 21000, Adani Group Stock Down : રિઝર્વ બેંકે સતત પાંચમી દિવસ વ્યાજદર સ્થિર રાખતા નિફ્ટી પહેલીવાર 21000ને સ્પર્શ્યો હતો અને સેન્સેક્સે પણ નવી ઊંચાઇએ પહોંચ્યો હતો. જો કે અદાણી ગ્રૂપમાં તેજી અટકતા તમામ લિસ્ટેડ કંપનીઓના તમામ શેરમાં 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Nifty Crossed 21000 | NSE | Nifty 50 Index Share | Adani Group | Adani Group Share | Adani Group Companies Stock

નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) ભારતનું સ્ટોક એક્સચેનજ છે. અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

NSE Hits 21000 And Adani Group Stock Down : ભારતીય શેરબજારે એક દિવસની મંદી બાદ શુક્રવારે ફરી નવી ઉંચાઇએ પહોંચ્યા હતા. જેમાં બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી પહેલીવાર 21000ની સપાટીને સ્પર્શ્યો હતો. તો સેન્સેક્સ 69893ના રેકોર્ડ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ - નિફ્ટીની આજની તેજીનું કારણ રિઝર્વ બેંક દ્વારા સતત પાંચમી વખતી વ્યાજદર સ્થિર રાખવા છે. અલબત્ત ભારતીય શેરબજાર ભલે રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા હોય પરંતુ અદાણી ગ્રૂપના શેરધારકો માટે આજનો દિવસ એકંદરે ખરાબ રહ્યો હતો, કારણ કે અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં તેજીની ચાલને બ્રેક લાગી હતી. અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેર રેડ ઝોનમાં બંધ થયા હતા.

Advertisment

નિફ્ટી પહેલીવાર 21000ને પાર, સેન્સેક્સની 70000 તરફ આગેકૂચ (Nifty Crossed 21000 for 1st Time, Sensex Moved 70000)

બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ ઇતિહાસમાં પહેલીવાર 21000ની ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી 20901ના પાછલા બંધ સામે શુક્રવારે 20934 ખુલીને તેજીની ચાલમાં ઇતિહાસમાં પહેલીવાર 21000ની સપાટીને સ્પર્શ્યો અને ઇન્ટ્રા-ડે 21006 ઓલટાઇમ ટાઇમ થયો હતો. સેશનના અંતે 68 પોઇન્ટની મજબૂતીમાં 20969 બંધ થયો હતો.

Stock Market Update Today
ભીજપની જીતની અસર શેર માર્કેટ પર

બીએસઇ સેન્સેક્સ પણ મક્કમ ગતિએ નવી ઉંચાઇએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 69521ના પાછલા બંધ સામે શુક્રવારે 69666 ખુલીને કામકાજ દરમિયાન 69893 ઐતિહાસિક ટોચને સેશનના અંતે 303 વધીને 69825 બંધ થયો હતો. આમ બંને બેન્ચમાર્ક સેન્સેકસ અને નિફ્ટીએ ઇન્ટ્રા-ડે અને બંધ બંને રીતે નવી ઉંચી સપાટી બનાવી છે.

Advertisment

સેન્સેક્સના 30 બ્લુચીપમાંથી 19 શેર વધ્યા હતા. જેમાં એચસીએલ ટેક 2.7 ટકા, જેએસડબ્લ્યુ અઢી ટકા અને ઇન્ફોસિસ 1.7 ટકા વધ્યા હતા. તો બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા - મહિન્દ્રા અને આઈટીસી એકથી બે ટકા સુધી ઘટ્યા હતા. તો નિફ્ટીના 50 બ્લુચીપ સ્ટોકમાંથી 23 શેર વધીને બંધ થયા હતા. જેમાં 19 શેરના ભાવ નવી ઉંચાઇએ પહોંચ્યા હતા.

Sensex Nifty All Time High | Share Marekt News | BSE | Stock Market Update | Share trading Tips
બીએસઇ અને એનએસઇ ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક છે. (Photo - Freepik)

શેરબજાર ઐતિહાસિક ટોચે પણ રોકાણકારોને નુકસાન (BSE Market Cap)

ભારતીય શેરબજાર સેન્સેક્સ - નિફ્ટી ભલે ઓલટાઇમ હાઇ થયા હોય પરંતુ રોકાણકારોને તો નુકસાન જ થયું છે. શુક્રવારે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટકેપ 349.28 લાખ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે આગલા દિવસ ગુરવારે બીએસઇની માર્કેટ વેલ્યૂએશન 350.14 લાખ કરોડ રૂપિયા હતા. આમ શુક્રવારે શેરબજારના રોકાણકારોને 86 લાખનું નુકસાન થયું છે.

અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં તેજી અટકી (Adani Group Companies Share Price Down)

શુક્રવારનો દિવસ અદાણી ગ્રૂપ કંપનીઓ અને તેના શેરધારકો માટે નિરાશાજનક બ્લેક ફ્રાઇડે સમાાન રહ્યો હતો. કારણ કે, અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં લગભગ છેલ્લા બે સપ્તાહથી ચાલી રહેલી તેજીને આજે બ્રેક લાગી હતી. શુક્રવારે અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેર અડધાથી 6 ટકા સુધી ઘટીને રેડ ઝોનમાં બંધ થયા હતા. જેમાં એનડીટીવીનો શેર સૌથી વધુ 5.8 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 5.6 ટકા અને અદાણી પાવર 5 ટકા ઘટ્યા હતા.

Adani Group Share | Adani Group Companies | Gautam Adani | Adani Group Marketcap | Gautam Adani | Adani Gas
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. (Express Photo)

આ પણ વાંચો |  IPO લિસ્ટિંગમાં પ્રોફિંટ બુકિંગ કર્યુ છે? નફા પર કેટલો ટેક્સ લાગશે, કર જવાબદારી કેવી રીતે ઘટાડવી? જાણો

કંપનીનું નામબંધ ભાવઘટાડોમાર્કેટકેપ (કરોડમાં)
એનડીટીવી₹ 272-5.79%₹ 1755.87
અદાણી એનર્જી સોલ્યુશન્સ₹ 1130-5.57%₹ 126145.49
અદાણી પાવર₹ 533-5.01%₹205921.97
અદાણી ગ્રીન એનર્જી₹ 1550-4.55%₹ 245612.16
અદાણી વિલ્મર₹ 377-4.49%₹ 49088.86
અદાણી એન્ટરપ્રાઇસ₹ 2821-2.25%₹ 321645.62
અંબુજા સિમેન્ટ₹ 494-2.13%₹ 98160.37
અદાણી પોર્ટ્સ - સેઝ₹ 1022-1.63%₹ 220895.81
એસીસી લિમિટેડ₹ 2128-0.61%₹ 39970.52
અદાણી ટોટલ ગેસ₹ 1155-0.28%₹ 127116.05
આરબીઆઇ બિઝનેસ gautam adani Investment શેર બજાર