/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Share-Market-Outlook.jpg)
વર્ષ 2024 માટેનું સ્ટોક માર્કેટ આઉટલૂક (Photo - Freepik)
Stock Market Outlook 2024: શેરબજાર અને રોકાણકારો માટે 2023નું વર્ષ યાદગાર અને ફાયદાકારક રહ્યા બાદ હવે 2024માં સ્ટોક માર્કેટ કઇ દિશામાં જશે તે અંગે ભવિષ્યવાણીઓ શરૂ ગઇ છે. એક વ્યાપક ધારણા મુજબ વર્ષ 2024માં પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહેશે અને સેન્સેક્સ - નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો કે આ બધું જ ઘણા પરિબળો નિર્ભર કરે છે. વર્ષ 2024માં શેરબજારની નજર યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વ્યાજ દરના નિર્ણયો, ભારતમાં લોકસભાની ચૂંટણી અને ભૌગોલિક રાજકીય ઘટનાક્રમ પર રહેશે.
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, સ્થાનિક શેરબજાર વધવાનું ચાલુ રાખશે અને આગામી ત્રણથી છ મહિનામાં મહત્વપૂર્ણ શેર સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી સાત ટકા (7%) જેટલાં વધી શકે છે. વર્ષ 2023માં 30 શેરનો બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 11,399.52 પોઈન્ટ અથવા 18.73 ટકા વધ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 3,626.1 પોઈન્ટ અથવા 20 ટકા વધ્યો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/share-trading.jpg)
2024માં શેર બજાર માટેના નિર્ણાયક પરિબળો
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, 2024ની લોકસભાની ચૂંટણી, યુએસ પ્રમુખપદની ચૂંટણી, અમેરિકા અને ભારતમાં વ્યાજદરોમાં વધ-ઘટ, ફુગાવાનો દર અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ નવા વર્ષમાં શેરબજારની દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ પરિબળો હશે. તેમનું માનવું છે કે માર્કેટ્સ ઇચ્છે છે કે શાસક પક્ષ 2024ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી સાથે કેન્દ્રમાં પરત ફરે.
માર્કેટ આઉટલૂક - 2024
મોતીલાલ ઓસ્વાલ બ્રોકિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરેકની નજર 2024ની લોકસભા ચૂંટણી અને તે પછીની પ્રથમ સામાન્ય બજેટ પર રહેશે. વ્યાજદરમાં કોઈપણ ઘટાડો બજારને આગળ વધવા પ્રોત્સાહન આપશે. 2023માં શેરબજારના રોકાણકારોની મૂડીમાં 81.90 લાખ કરોડ રૂપિયાનો જંગી વધારો થયો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/share-market-BSE-Sensex.jpg)
મહેતા ઇક્વિટીઝ લિમિટેડના ચેરમેન રાકેશ મહેતાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતથી રોકાણકારોના સેન્ટિમેન્ટમાં વધુ વધારો થયો છે.
આ પણ વાંચો | સેન્સેક્સ – નિફ્ટીની તુલનાએ મિડકેપ – સ્મોલકેપમાં બમણો ઉછાળો, જાણો રોકાણકારોની સંપત્તિ કેટલી વધી
તેમણે જણાવ્યું હતું કે પોઝિટિવ મેક્રોઇકોનોમિક પરિબળો તેમજ યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાને કારણે ભારતીય શેર બજારોમાં FPI રોકાણ ફરી એકવાર વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વર્તમાન તેજી આગામી 3 થી 6 મહિનામાં ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 5 થી 7 ટકા અને મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 10 થી 15 ટકાનો વધારો જોવા મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us