શેર બજારમાં પ્રી ઇલેક્શન રેલી, સ્ટોકમાં 3 મહિનામાં 146 ટકા સુધી ઉછાળો, યાદી જુઓ પછી રોકાણ કરો

Pre Election Rally in Share Market : લોકસભા ચૂંટણી પહેલા શેર બજારમાં તેજીનો માહોલ છે. છેલ્લી પાંચ લોકસભા ચૂંટણી પૂર્વે નિફ્ટી સરેરાશ 10.7 ટકા વધ્યો છે. પ્રી ઇલેક્શન રેલીમાં સૌથી વધુ વધનાર અને ઘટનાર શેર પર એક નજર કરીયે

Written by Ajay Saroya
February 26, 2024 15:33 IST
શેર બજારમાં પ્રી ઇલેક્શન રેલી, સ્ટોકમાં 3 મહિનામાં 146 ટકા સુધી ઉછાળો, યાદી જુઓ પછી રોકાણ કરો
શેર બજારની ટ્રેડિંગ ટીપ્સ.

Pre Election Rally in Share Market : દેશમાં સામાન્ય ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે એપ્રિલ મહિનાથી શરૂ થવાની શક્યતા છે. ચૂંટણીના પરિણામો જૂન સુધીમાં આવવાની ધારણા છે. હાલમાં શેરબજારની નજર પણ આ લોકસભા ચૂંટણીઓને લગતી દરેક ગતિવિધિઓ પર છે. જેના કારણે બજારમાં તીવ્ર વધઘટ જોવા મળી રહી છે.

ચાલુ વર્ષની વાત કરીએ તો સેન્સેક્સ 73428ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો, જે હવે 73000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પણ ફેબ્રુઆરી 2024 માં 22250 ના સ્તરે પહોંચ્યા પછી 22150 ના લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

bse | bse sensex | sensex | indian stock exchange | Bombay Stock Exchange | stock market | shate market
બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસઇ એ ભારત અને એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. (Express Photo)

બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલએ તેના રિસર્ચ રિપોર્ટમાં છેલ્લી 5 લોકસભા ચૂંટણી (1999, 2004, 2009, 2014 અને 2019)ના ટ્રેન્ડના આધારે સ્ટોક એક્સચેન્જ ઉપરાંત પ્રી ઇલેક્શન સમયગાળામાં શાનદાર અને અંડરપરફોર્મિંગ દેખાવ કરનાર શેરની યાદી આપી છે.

પ્રી ઇલેક્શન રેલી : 3 મહિનામાં મજબૂત થાય છે નિફ્ટી

બ્રોકરેજ હાઉસ જેએમ ફાઇનાન્શિયલએ 1999 અને 2019 દરમિયાન યોજાયેલી 5 લોકસભા ચૂંટણીના આધારે જણાવ્યું છે કે ચૂંટણીના પ્રથમ 3 મહિનામાં (Pre Election Stock Market) શેર બજાર નિફ્ટીમાં તેજી આવે છે. આ સરેરાશ વધારો 10.7 ટકા જેટલો હોય છે. 5 ચૂંટણી દરમિયાન 4 વખત એવું બન્યું છે કે 3 મહિનામાં નિફ્ટી મજબૂત થઈ હોય.

વર્ષ 2009 દરમિયાન ચૂંટણી પહેલા 3 મહિનામાં એનએસઇ નિફ્ટી 25 ટકા અને 2019માં 8 ટકા વધ્યો હતો. 2004માં એનએસઇ નિફ્ટી ઈન્ડેક્સ 10 ટકા નબળો પડ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2014ની ચૂંટણી પૂર્વે નિફ્ટીમાં 15 ટકાથી વધુ તેજી આવી હતી. જો આપણે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો તે દર વખતે વધુ મજબૂત થયો છે. તેમાં સરેરાશ 21 ટકાનો ઉછાળો આવ્યો છે. 2014માં તે સૌથી વધુ 46 ટકા મજબૂત થયો હતો.

Share Market Outlook | Share Market Outlook 2024 | Stock Market Outlook 2024 | Sensex Nifty Outlook 2024
વર્ષ 2024 માટેનું સ્ટોક માર્કેટ આઉટલૂક (Photo – Freepik)

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે બ્રોકરેજે 31 ઓક્ટોબર, 2023 ના રોજના તેના રિપોર્ટમાં કહ્યું હતું કે ચૂંટણીના 6 મહિનામાં નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં તેજીનો માહોલ હોય છે. રિપોર્ટ જાહેર થયા બાદ નિફ્ટીમાં લગભગ 17%નો વધારો થયો છે, જ્યારે બેંક નિફ્ટીમાં 10 ટકા ઉછળ્યો છે.

પ્રી ઇલેક્શન રેલીમાં સૌથી વધુ વધનાર શેર (Outperformers Stocks)

છેલ્લી 5 લોકસભા ચૂંટણીઓ (1999, 2004, 2009, 2014 અને 2019) ના શેર બજાર ના આધારે, અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprise), કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank), સિમેન્સ (Siemens), શ્રી સિમેન્ટ (Shree Cement), યુપીએલ (UPL), ઇન્ડસઇન્ડ બેંક (Indusind Bank), અશોક લેલેન્ડ (Ashok Leyland), ફેડરલ બેંક (Federal Bank), ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ (Grasim Industries), બજાજ ફાઇનાન્સ (Bajaj Finance)ના શેર સૌથી વધુ ઉછળ્યા છે.

પ્રી ઇલેક્શન રેલીમાં સૌથી વધુ ઘટનાર શેર (Underperformers Stocks)

ગત 5 લોકસભા ચૂંટણીઓ (1999, 2004, 2009, 2014 અને 2019) ના માર્કેટ ટ્રેન્ડ્સના આધારે, જે કંપનીઓના સ્ટોક્સે સૌથી ખરાબ દેખાવ કર્યો છે તેમાં હિન્દુસ્તાન યુનિલિવર (Hindustan Unilever), ડિવિસ લેબ (Divis Lab), ઓએફએસએસ (OFSS), બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ (Britannia Industries), ટાટા સ્ટીલ (Tata Steel), ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ (Glenmark Pharmaceuticals), એચસીએલ ટેક્નોલોજિસ (HCL Technologies), ટાટા પાવર (Tata Power) અને સેઇલ (SAIL) કંપનીના શેરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો | આ ટેલિકોમ શેર 52 સપ્તાહની ટોચે, 1 વર્ષમાં 162 ટકા રિટર્ન; શેર ખરીદવો કે વેચવો? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી

(નોંધ અહીં અમે બ્રોકરેજ રિસર્ચ રિપોર્ટના આધારે ચૂંટણી પહેલા સ્ટોક ઈન્ડેક્સ અને શેરના દેખાવ વિશે માહિતી આપી છે. અમે રોકાણ કરવાની સલાહ આપતા નથી. બજાર જોખમોને આધિન છે. રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ