/indian-express-gujarati/media/media_files/2026/02/06/share-market-sensex-bse-building-2026-02-06-09-39-38.jpg)
India Share Market : ભારતીય શેરબજાર Photograph: (Indian Express Photo)
Share Market Today News Live Update In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી આરબીઆઈ મોનેટરી પોલિસીની ઘોષણા પહેલા ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 63 પોઇન્ટ ઘટી 83249 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાંજ આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો અને 83100 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 38 પોઇન્ટ ઘટી 25,605 ખુલ્યો હતો.
RBI ધિરાણનીતિ આજે જાહેર થશે
આજે આરબીઆઈ ધિરાણનીતિ જાહેર થવાની છે.. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા બજેટ 2026-27 બાદ પ્રથમ ધિરાણનીતિ જાહેર કરવાના છે, જેમા વ્યાજદર ઘટાડશે કે નહીં તેના વિશે ઘણી મૂંઝવણ છે. કેલેન્ડર વર્ષ 2026ની આ પ્રથમ આરબીઆઈ મોનેટરી પોલિસી છે. નોંધનિય છે કે, વર્ષ 2025માં આરબીઆઈ એ કુલ 4 વખત રેપો રેટ ઘટાડ્યો હતો.
આઈટી શેરમાં ભારે વેચવાલી, ટેક મહિન્દ્રા 2 ટકા તૂટ્યો
આઈટી શેરમાં ભારે વેચવાલીથી શેરબજાર તૂટ્યું છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 700 પોઇન્ટથી વધુ ઘટ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ આઈટી સ્ટોક ટીસીએસ, ટેક મહિન્દ્રા ઇન્ફોસિસ અને એચસીએલ ટેકના શેર દોઢ થી 2 ટકા સુધીના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Feb 06, 2026 10:15 IST
RBI રેટ કટ ન થતાં સેન્સેક્સ ઘટીને 83000 નીચે, નિફ્ટી 125 પોઇન્ટ તૂટ્યો
આરબીઆઈ મોનેટરી પોલિસીમાં વ્યાજદર ન ઘટતા માર્કેટ ઘટ્યું હતું. આરબીઆઈ ધિરાણનીતિની ઘોષણા દરમિયાન સેન્સેક્સ 350 પોઇન્ટ ઘટ્યો અને 82000 લેવલ નીચે જતો રહ્યો હતો. તો એનએસઇ પણ 125 પોઇન્ટ જેટલો તૂટ્યો અને 25520 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.
- Feb 06, 2026 10:09 IST
RBI એ વ્યાજદર સ્થિર રાખ્યા, લોનધારકોને કોઇ રાહત નહીં
આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા ફેબ્રુઆરી 2026ની દ્રિમાસિક ધિરાણનીતિની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, મોનેટરી પોલિસી મિટિંગમાં રેપો રેટ 5.25 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
- Feb 06, 2026 09:49 IST
આઈટી શેરમાં ભારે વેચવાલી, ટેક મહિન્દ્રા 2 ટકા તૂટ્યો
આઈટી શેરમાં ભારે વેચવાલીથી શેરબજાર તૂટ્યું છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 700 પોઇન્ટથી વધુ ઘટ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ આઈટી સ્ટોક ટીસીએસ, ટેક મહિન્દ્રા ઇન્ફોસિસ અને એચસીએલ ટેકના શેર દોઢ થી 2 ટકા સુધીના ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Feb 06, 2026 09:43 IST
RBI ધિરાણનીતિ આજે જાહેર થશે
આજે આરબીઆઈ ધિરાણનીતિ જાહેર થવાની છે.. આજે સવારે 10 વાગે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા બજેટ 2026-27 બાદ પ્રથમ ધિરાણનીતિ જાહેર કરવાના છે, જેમા વ્યાજદર ઘટાડશે કે નહીં તેના વિશે ઘણી મૂંઝવણ છે. કેલેન્ડર વર્ષ 2026ની આ પ્રથમ આરબીઆઈ મોનેટરી પોલિસી છે. નોંધનિય છે કે, વર્ષ 2025માં આરબીઆઈ એ કુલ 4 વખત રેપો રેટ ઘટાડ્યો હતો.
- Feb 06, 2026 09:40 IST
સેન્સેક્સ 200 પોઇન્ટ નરમ, IT શેર તૂટ્યા
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી આરબીઆઈ મોનેટરી પોલિસીની ઘોષણા પહેલા ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. આજે સેન્સેક્સ 63 પોઇન્ટ ઘટી 83249 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાંજ આઈટી શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 200 પોઇન્ટથી વધુ ઘટ્યો અને 83100 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 38 પોઇન્ટ ઘટી 25,605 ખુલ્યો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us