Sensex Nifty Record High Before Budget 2024: શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી એ બજેટ 2024 પહેલા નવો રેકોર્ડ બનાવ્યો છે. બીએસઇ સેન્સેક્સ પહેલીવાર 81000 સપાટીને સ્પર્શ્યો અને તેની ઉપર બંધ રહેવામાં સફળ થયો છે. તો એનએસઈ નિફ્ટી પણ 24837 ઈન્ટ્રા-ડે હાઇ લેવલ પર પહોંચ્યા છે. બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી નવી ઉંચાઇએ પર પહોંચ્યા હોય પરંતુ બોર્ડર માર્કેટ નરમ રહેતા બીએસ સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ ઘટ્યા હતા. બજેટ 2024માં નાણામંત્રી નિર્મલા સીતારમન ઉદ્યોગો અને સામાન્ય વર્ગ કરવેરામાં રાહત મળવાની અપેક્ષા રાખી રહ્યું છે.
સેન્સેક્સ 81000 પાર, નિફ્ટી નવી ટોચ પર (Sensex Nifty All Time High)
શેરબજાર બીએસઇ સેન્સેક્સ તેજીની ચાલમાં ટ્રેડિંગ સેશન દરમિયાન 806 ઉછળ્યો હતો અને પહેલીવાર 81000 લેવલ કુદાવી 81522 ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો. જે સેન્સેક્સનું ઓલટાઈમ ઇન્ટ્રા-ડે હાઇ લેવલ છે. આજની તેજીમાં આઈટી અને બેકિંગ સૌથી વધુ વધ્યા હતા. શેરબજારમાં કામકાજના અંતે સેન્સેક્સ 626 પોઇન્ટ વધી 81343 બંધ થયો હતો. સેન્સેક્સ જેમ એનએસઇ નિફ્ટી 24837 ઈન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે 187 પોઇન્ટ વધી 24800 લેવલ પર બંધ થયા છે. આમ શેરબજારની સળંગ પાંચ દિવસની આગેકૂચમાં સેન્સેક્સ 1419 વધ્યો છે.

સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડેક્સ નરમ
બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટીની રેકોર્ડ તેજી સામે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ 1 ટકા જેટલા નરમ હતા. જે શેરબજારમાં રોકાણકારો સાવધાન મોડમાં હોવાના સંકેત આપે છે. સેક્ટોરિયલ ઈન્ડાઈસિસની વાત કરીયે તો બીએસઈ આઈટી અને ટેકનોલોજી ઈન્ડેક્સ સૌથી વધુ 1.9 ટકા વધ્યા હતા. તો બીજી બાજુ કેપિટલ ગુડ્સ ઈન્ડેક્સ સૌથી વધુ 2 ટકા, ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડેક્સ 2 ટકા પાવર ઈન્ડેક્સ 1.7, યુટિલિટીઝ, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1 ટકા જેટલા તૂટ્યા હતા. બેંક નિફ્ટી અડધો ટકા અને નિફ્ટી આઈડી ઈન્ડેક્સ 2.2 ટકા વધ્યા હતા.
શેરબજાર ઓલટાઈમ હાઇ પણ રોકાણકારો સાવધાન
શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી ઓલટાઈમ હાઇ લેવલ પર પહોંચતા રોકાણકારોની સંપત્તિમાં સતત વધારો થઇ રહ્ય છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ વેલ્યૂએશન 454.32 લાખ કરોડ રૂપિયા થઇ છે. શેરબજાર ભલે રેકોર્ડ હાઇ લેવલ પર બંધ થયા હતો પરંતુ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી. બીએસઇ પર 1424 શેર વધીને જ્યારે 2500 શેર ઘટીને બંધ થયા હતા. બીએસઇ પર 239 શેરમાં તેજીની સર્કિટ જ્યારે 25 શેરમાં સેલર સર્કિટ લાગી હતી.
શેરબજારમાં તેજી ચાલુ રહેશે કે અટકશે? જાણો માર્કેટ એક્સપર્ટસ પાસેથી
બજેટ 2024 પહેલા સતત રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચ્યા બાદ શેરબજાર માં બુલરન ચાલુ રહેશે કે કેમ તે અંગે રોકાણકારો મૂંઝવણમાં છે. એલકેપી સિક્યુરિટીઝના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ રૂપક ડે કહે છે, બેન્ચમાર્ક સેશન દરમિયાન વોલેટાઇલ હતા, જેણે ગઈકાલની ડોજી પેટર્ન જેવો દેખાવ કર્યો હતો. ઇન્ડેક્સ નિર્ણાયક શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ ઉપર છે અને દૈનિક RSI માં પોઝિટિવ ક્રોસઓવર સાથે ટ્રેડ અને મોમેન્ટ પોઝિટિવ રહી છે. ટૂંકા ગાળા માટે જ્યાં સુધી એનએસઇ ઇન્ડેક્સ 24500ની ઉપર રહે ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ રહેવાની શક્યતા છે. તેજી ચાલુ રહી તો પ્રવર્તમાન ટ્રેન્ડ નજીકના ગાળામાં ઇન્ડેક્સને 25000 તરફ લઈ જઈ શકે છે.

આ પણ વાંચો | શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ, નાના રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવું કે નહીં? જાણો
જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસના રિચર્સ હેડ વિનોદ નાયર કહે છે, ફ્રન્ટલાઈન સૂચકાંકો બીજા અર્ધવાર્ષિક ગાળામાં મજબૂત થયા છે, જે IT સ્ટોકમાં નવી ખરીદીના પગલે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. જૂન ક્વાર્ટરમાં દેશની અગ્રણી IT કંપનીઓના પ્રોત્સાહક નાણાકીય પરિણામ અને નબળા પડી રહેલા રૂપિયાના પગલે આઈટી સેક્ટર પ્રત્યે રોકાણકારો આકર્ષાયા છે. જો કે, બોર્ડર માર્કેટ ઊંચી વેલ્યૂએશન અને સેક્ટોરિયલ રોટેશનના કારણે મુખ્ય સૂચકાંક કરતા નબળો દેખાવ કરી રહ્યો છે, જે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી વપરાશમાં અપેક્ષિત સુધારાઓથી પ્રભાવિત થયા છે.





