શેરબજારમાં બ્લેક ફ્રાઈડે - રોકાણકારોને એક દિવસમાં અઢી લાખ કરોડનું નુકસાન, જાણો નવા સપ્તાહે સેન્સેક્સ - નિફ્ટી કઇ દિશામાં જશે

Share Market Sensex Nifty Crash : શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો નોંધાયો છે. પરિણામ એક જ દિવસમાં રોકાણકારોને 2.5 લાખ કરોડનું નુકસાન થયું છે. જાણો આગામી સપ્તાહે શેરબજાર કઇ દિશામાં જશે

Share Market Sensex Nifty Crash : શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો નોંધાયો છે. પરિણામ એક જ દિવસમાં રોકાણકારોને 2.5 લાખ કરોડનું નુકસાન થયું છે. જાણો આગામી સપ્તાહે શેરબજાર કઇ દિશામાં જશે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market crash | stock market investors | bse sensex crash | nse nifty down | share market traders

શેરબજારમાં કાડાકાથી સ્ટોક ટ્રેડર્સ અને રોકાણકારોને જંગી નુકસાન થયુ છે. (Photo - Frerpik)

Share Market Sensex Nifty Crash : શેરબજાર માટે શુક્રવારનો દિવસ ફરી બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો. સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારમાં ઉંચા મથાળે સાવર્ત્રિક વેચવાલથી સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 800 પોઇન્ટથી મોટો કડાકો નોંધાયો હતો. ભારે પ્રોફિટ બુકિંગથી બીએસઇના તમામ સેક્ટોરિયલ ઈન્ડાઇસિસ ઘટાડે બંધ થયા હતા. જાણો હવે આગામી સપ્તાહે સેન્સેક્સ - નિફ્ટીમાં કેવી ચાલ જોવા રહેશે

Advertisment

સેન્સેક્સમાં 800 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ તૂટ્યો

સેન્સેક્સ અને નિફ્ટી માટે શુક્રવાર ફરી બ્લેક ફ્રાઈડ બન્યો હતો. 75038 પાછલા બંધથી સેન્સેક્સ નીચા ગેપમાં ખુલ્યા બાદ 800 પોઇન્ટથી વધુ ઈન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો. સેશન દરમિયાન 74189 ઇન્ટ્રા-ડે બોટમ બનાવી કામકાજના અંતે બીએસઇ સેન્સેક્સ 793 પોઇન્ટના કડાકામાં 74244 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 22503 ઇન્ટ્રા-ડે તળિયું બનાવી કામકાજના અંતે 234 પોઇન્ટ ઘટી 22519 બંધ થયો હતો.

સેન્સેક્સના ટોપ 5 લૂઝર્સ શેર

સાર્વત્રિક વેચવાલીના દબાણથી સેન્સેક્સના 30માંથી માત્ર 3 શેર ટાટા મોટર્સ, ટીસીએસ અને નેસ્લે ઈન્ડિયા અડધા જેટલા વધીને બંધ થયા હતા. ટોપ-5 લૂઝર્સમાં સનફાર્મા 4 ટકા, મારૂતિ સુઝુકી 3.2 ટકા, પાવર ગ્રીડ અને ટાયટન અઢી ટકા અને જેએસડબ્લ્યુ સ્ટીલ 2.2 ટકા તૂટ્યા હતા. બ્લુચીપ સ્ટોક એચડીએફસી બેંક 1.1 ટકા ઘટ્યો હતો પરંતુ તેનાથી સેન્સેક્સને 112 પોઇન્ટનું નુકસાન થયુ હતુ.

share market | bse sensex stock | sensex blue chip stocks | sensex blue chip stocks price | sensex 30 companies name | sensex 30 share | ril | tcs | ifosys
બીએસઇ સેન્સેક્સના 30 કંપનીઓના શેર ભાવ (12 એપ્રિલ 2024). (Photo - BSE)

શેરબજારમા સાર્વત્રિક વેચવાલી, બીએસઇના તમામ ઈન્ડેક્સ ડાઉન

આજની સાર્વત્રિક વેચવાલીના દિવસે બોમ્બે સ્ટોક એક્સેચન્જ બીએસઇની તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા હતા. જેમાં એનર્જી, એફએમસીજી, હેલ્થકેર, યુટિલિટીઝ, બેન્કેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ ગેસ, રિયલ્ટી અને સર્વિસ 1 ટકાથી વધુ ઘટ્યા હતા. બોર્ડર માર્કેટમાં પણ પ્રોફિટ બુકિંગથી બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અડધા ટકા ડાઉન હતા. બેંક નિફ્ટી પણ 422 પોઇન્ટની નુકસાનીમાં 48564 બંધ હતો.

Advertisment

રોકાણકારોને અઢી લાખ કરોડથી વધુ નુકસાન

શેરબજાર માં કડાકાથી રોકાણકારોને એક જ દિવસમાં અઢી લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે બીએસઇ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 399.67 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે આગલા ટ્રેડિંગ સેશન બીએસઇની માર્કેટકેપ 402.19 લાખ કરોડ રૂપિયા હતી.

share market | Stock Market | share trading tips | stock trading tips | bse | sensex | nse | nifty
Share Market : શેર બજારમાં રોકાણ જોખમને આધિન હોય છે. (Photo - Freepik)

આગામી સપ્તાહે શેરબજાર કઇ દિશામાં જશે?

જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિસિસના માર્કેટ રિસર્ચ હેડ વિનોદ નાયરના મતે યુએસ ફુગાવો માસિક ધોરણે 0.4 ટકા વધ્યો, જે અપેક્ષા કરતા ઉંચો છે અને પરિણામે યુએસ ટ્રેઝરીની યીલ્ડ પણ વધી છે. ફુગાવો વધતા રોકાણકારો યુએસ ફેડ દ્વારા આ વર્ષે અપેક્ષિત 3 દર કટની શક્યતા વિશે પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે, જે ઇમર્જિંગ માર્કેટ માટે નકારાત્મક પરિબળ છે. આ દરમિયાન, યુરોપિયન બજારોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો કારણ કે ECBએ નીતિ દર જાળવી રાખ્યા હતા પરંતુ ટૂંક સમયમાં સંભવિત દરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો.

આ પણ વાંચો | ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો

તેઓ વધુમાં જણાવે છે કે, વિલંબિત યુએસ રેટ કટ અંગેની ચિંતાઓ વચ્ચે ભારતીય બજારમાં કોન્સોલિડેટ ટ્રેન્ડ રતો. મધ્ય પૂર્વના તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. હવે માર્ચ ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામથી સ્ટોક સ્પેસિફિકે મૂવમેન્ટ જોવા મળશે. 12 એપ્રિલે આઈઆઈપી અને જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર થશે. તદઉપરાંત આગામી સપ્તાહે રિટેલ ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે, જેના પર બજારની નજર રહેશે.

મોંઘવારી બિઝનેસ Investment શેર બજાર