Sensex Nifty Record High: શેરબજારમાં ભાજપની જીતના વધામણાં; સેન્સેક્સ - નિફ્ટી ઓલટાઈમ હાઇ, રોકાણકારોને 5.8 લાખ કરોડની કમાણી

BSE Sensex NSE Nifty Record High Level: વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જીતના ઉન્માદમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. બીએસઇની માર્કેટકેપ પણ વધીને 343.47 લાખ કરોડ રૂપિયા રેકોર્ડ હાઇ લેવલે પહોંચી હતી.

BSE Sensex NSE Nifty Record High Level: વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જીતના ઉન્માદમાં સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. બીએસઇની માર્કેટકેપ પણ વધીને 343.47 લાખ કરોડ રૂપિયા રેકોર્ડ હાઇ લેવલે પહોંચી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
શેર બજાર ઐતિહાસિક ટોચે : સેન્સેક્સ 74000 પાર, નિફ્ટી 22500 નજીક પણ રોકાણકારોને કરોડોનું નુકસાન

બીએસઇ અને એનએસઇ ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક છે. (Photo - Freepik)

BSE Sensex NSE Nifty Record High Level: ભારતીય શેરબજારમાં ઐતિહાસિક ટોચ તરફ આગેકૂચ ચાલુ રહેતા સેન્સેક્સ અને નિફ્ટીએ નવું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું હતું. 4 ડિસેમ્બર 2023ના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સે 68918 અને નિફ્ટીએ 20702ની રેકોર્ડ હાઇ લેવલ બનાવી હતી. આજની તેજીનું કારણ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય છે. ભાજપની જીતના વધામણાં કરતા શેરબજાર નવી ઊંચાઇએ પહોંચ્યુ હતુ. આ સાથે જ રોકાણકારોને એક જ દિવસમાં 5.8 લાખ કરોડની કમાણી થઇ હતી.

Advertisment

સેન્સેક્સ 1383 પોઇન્ટ ઉછળી 68918ની ઐતિહાસિક ટોચે (BSE Sensex ALl Time High)

ભારતીય શેરબજારમાં સોમવારે ઓપનિંગથી લઇ ક્લોઝિંગ સુધી તેજીનો માહોલ હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 67481ના અગાઉના બંધ સામે સોમવારે 954 પોઇન્ટના ઉછાળે 68435 ખુલ્યો હતો. સેશન દરમિયાન 1437 પોઇન્ટની તેજીમાં 68918નું ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યુ હતુ. જે શેરબજારની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. કામકાજના અંતે સેન્સેક્સ 1384 પોઇન્ટની તેજીમાં 68865 બંધ થયો હતો. તો ટકાવારીની રીતે બજાર 2.05 ટકા વધ્યુ હતું. આમ સેન્સેક્સે ઇન્ટ્રા-ડે અને બંધની રીતે ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી હતી.

એનએસઇ નિફ્ટીમાં 419 પોઇન્ટનો ઉછાળો (NSE Nfity 50 Record High)

share market | sensex | nifty | stock market | National Stock Exchange
Stock Market NSE: નેશનલ સ્ટોક એક્સચેન્જ - એનએસઇ. (એક્સપ્રેસ ફોટો)

એનએસએ નિફ્ટી બેન્ચમાર્કે પણ સતત બીજા સેશનમાં સર્વોચ્ચ સપાટી બનાવી હતી. નિફ્ટી આગલા બંધથી ઉંચા ગેપમાં 20602 ખુલીને 20702ની ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. કામકાજના અંતે નિફ્ટી 419 પોઇન્ટ ઉછાળી 20687ના ઓલટાઇમ હાઇ લેવલ બંધ થયો હતો. ટકાવારીની રીતે બેન્ચમાર્ક નિફ્ટી 2.07 ટકા વધ્યો હતો.

Advertisment

સેન્સેક્સના 30માંથી 28 શેર વધ્યા (Sensex Stocks)

શેર બજારના બેન્ચમાર્ક સેન્સેક્સના બ્લુચીપ 30 શેરમાંથી માત્ર બે સ્ટોક - ટાટા મોટર્સ અને વિપ્રો સાધારણ ડાઉન હતા. ટોપ- 5 ગેઇનરમાં આઈસીઆઇસીઆઈ બેંક 4.7 ટકા, એસબીઆઈ 4 ટકા, લાર્સન 3.9 ટકા, કોટક બેંક 3.8 ટકા અને ઇન્ડસઇન્ડ બેંક 3.6 ટકા વધ્યો હતો. તો નિફ્ટી 50 ઇન્ડેક્સના 50માંથી 6 શેર નરમ હતા. તો બીએસઇના મીડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.2 ટકા વધ્યા હતા. તો બેંક નિફ્ટી પણ 1357 પોઇન્ટ ઉછળીને 46171 થયો હતો.

બીએસઇની માર્કેટકેપ 343.45 લાખ કરોડની ટોચે (BSE Market Cap New High Level)

bombay stock exchange bse
બીએસઇ એ ભારતનું પહેલી લિસ્ટેડ સ્ટોક એક્સચેન્જ છે

આ પણ વાંચો | અમીર બનવાના 7 વિકલ્પો, ઝડપથી પૈસા વધવા લાગશે; જાણો ક્યા અને કેવી રીતે રોકાણ કરવું

શેરબજારમાં તેજીથી રોકાણકારોની સંપત્તિમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 343.47 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જે અત્યાર સુધીનું સૌથી ઊંચુ માર્કેટ વેલ્યૂએશન છે. તો અગાઉના દિવસે બીએસઇની માર્કેટકેપ 337.58 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 5.87 લાખ કરોડનો વધારો થયો છે.

બિઝનેસ Investment શેર બજાર