/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/share-market-1.jpg)
Share Market: All Time High: શેરબજારમાં (Image: Freepik)
Share Market All Time High Level: ભારતીય શેરબજારે ઈતિહાસ રચ્યો છે. બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ પહેલીવાર 79000 અને એનએસઇ નિફ્ટી ઇતિહાસમાં પહેલીવાર 24000 લેવલ ઉપર બંધ રહ્યો છે. તો બેંક નિફ્ટીએ ઇન્ટ્રા-ડેમાં 53000 સપાટી ક્રોસ કરી હતી. આઈટી અને બેન્કિંગ સહિત સ્ટોક સ્પેસિફિકેશન તેજી સાથે શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીનો માહોલ અકબંધ રહ્યો છે.
સેન્સેક્સ 79000 લેવલ પાર (Sensex Hits 79000 Record Level)
ઇતિહાસમાં પહેલીવાર શેરબજાર સેન્સેક્સે 79000 લેવલ ક્રોસ કર્યું છે. સેન્સેક્સ 78674 પાછલા બંધ સામે આજે ઉંચા ગેપમાં 78758 ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડે 800 પોઇન્ટથી વધુ ઉછળી 79000 સપાટી ક્રોસ કરી 79396 ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો, જે અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે. કામકાજના અંતે 567 પોઇન્ટ ઉછળી 79243 બંધ થયો છે.
નિફ્ટી 24000 લેવલ ઉપર બંધ (Nifty 24000 All Time High Level)
એનએસઇ નિફ્ટી પણ નવા શિખર પર બંધ થયો છે. તેજીની ચાલમાં નિફ્ટી 24000 સપાટી કુદાવી 24087 ઇન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. શેરબજારમાં કામકાજના અંતે 176 પોઇન્ટ ઉછળી 24044 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી 50 ઈન્ડેક્સના 35 શેર વધ્યા હતા.
સેન્સેક્સ અને નિફ્ટીની તેજી સાથે બેંક નિફ્ટી 53000 સપાટી કુદાવી ગયો હતો. બેંક નિફ્ટ 53180 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. જો કે ઉંચા સ્તરે વેચવાલી નીકળતા બેંક નિફ્ટી ઘટ્યો અને સેશનના અંતે 59 પોઇન્ટ ઘટીને 52811 બંધ થયો છે. બેંક નિફ્ટીના 12માંથી 9 બેંક શેર તૂટ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Share-Market-Sensex-Nifty-Record-High-Level.jpg)
શેરબજારમાં 4 દિવસમાં 2034 પોઇન્ટની તેજી
શેરબજારમાં સતત ચોથા દિવસે તેજી જોવા મળી છે. સેન્સેક્સ 21 જૂનના રોજ 77209 બંધ થયો, જેણે આજે 79000 સપાટી કુદાવી 79243 બંધ થયો છે. આમ ચાલુ સપ્તાહના 4 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 2034 પોઇન્ટ ઉછળ્યો છે.
સેન્સેક્સના ટોપ 5 ગેઇનર અને લૂઝર સ્ટોક (Sensex Top 5 Gainers And Loser)
બેન્ચમાર્ક બીએસ સેન્સેક્સ 30 બ્લુચીપ સ્ટોકમાંથી 24 શેર વધ્યા હતા. જેમા ટોપ 5 ગેઇનર સ્ટોકમાં અલ્ટ્રાટેક સિમેન્ટ 5 ટકા, એનટીપીસી 3.2 ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ 2.4 ટકા, ટાટા મોટર્સ 2.2 ટકા અને ઇન્ફોસિસ 2.1 ટકા વધ્યા હતો. તો ટોપ 5 લુઝર સ્ટોકમાં લાર્સન, સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેંક અને મારૂતિ સુઝુકી અડધા થી 1 ટકા સુધી તૂટ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/sensex-blue-chip-30-stock-price-2.jpg)
રોકાણકારોને 1.32 લાખ કરોડની કમાણી (BSE Market Cap)
શેરબજાર ઐતિહાસિક ઉંચા શિખરે પહોંચતા રોકાણકારોની સંપત્તિ સતત વધી રહી છે. આજે શેરબજારમાં કામકાજના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 438.41 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે ગઇકાલે 437.09 લાખ કરોડ હતી. આમ એક દિવસમાં શેરબજારના રોકણકારોની સંપત્તિમાં 1.32 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. તો 21 જૂનના રોજ બીએસઇની માર્કેટકેપ 434.48 લાખ કરોડ રૂપિયા હતી. આમ શેરબજારમાં સળંગ 4 દિવસની તેજીમાં રોકાણકારોને 3.93 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us