Share Market News : સેન્સેક્સ નિફ્ટી નરમ, IT શેર મજબૂત

Share Market Today News Highlight : સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટાડે બંધ થયા છે. વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઘરઆંગણે ઓટો - હેલ્થકેર શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી ઘટાડે બંધ થયા છે. જોકે આઈટી શેરમાં તેજીથી માર્કેટને સપોર્ટ મળ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
bombay stock exchange | BSE | BSE Sensex | Indian Share Market | Indian stock exchange | bse building | BSE Market cap | Indian Stock Market

BSE Indian Stock Exchange : બીએસઇ ભારતનું સૌથી જુનું સ્ટોક એક્સચેન્જ (Express Archives)

Share Market Today News Highlight : શેરબજારમાં ગુરુવારે સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 78 પોઇન્ટ ઘટી 84481 અને નિફ્ટી 3 પોઇન્ટ ઘટી 25815 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,780 થી 84,238 રહી છે. ટ્રેડિંગ સેશનમાં ઇન્ટ્રા ડે હાઇથી સેન્સેક્સ 350 પોઇન્ટ જેટલો ઘટ્યો છે. વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઘરઆંગણે ઓટો - હેલ્થકેર શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી ઘટાડે બંધ થયા છે. જોકે આઈટી શેરમાં તેજીથી માર્કેટને સપોર્ટ મળ્યો છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેનસેક્સ નિફ્ટી વૈશ્વિક માર્કેટના નરમાઇના સંકેત વચ્ચે ગુરુવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 40 પોઇન્ટ ઘટી 84,518 ખુલ્યો હતો. માર્કેટ સેન્ટિમેન્ટ નરમ રહેતા સેન્સેક્સ ઓટો શેરમાં વેચવાલી યથાવત હતી. સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો ઘટી 84400 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,764 ખુલ્યો હતો.

Meesho Share Price : મીશો શેર ભાવ રેકોર્ડ હાઇ થયા બાદ નફાવસૂલીથી ઘટ્યો

મીશો શેર ભાવ સતત વધીને રેકોર્ડ હાઇ થયો છે. જો કે ઉંચા ભાવે નફાવસૂલી નીકળતા શેર ઘટ્યો છે. આજે બીએસઇ પર મીશો શેર સવા ચાર ટકા વધીને 233 રૂપિયા ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. બીએઇસનો શેર પાછલા બંધ 216 રૂપિયા સામે આજે 3 ટકા જેટલો 228 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ શેર વધીને 233 રૂપિયા થયો હતો. જો કે ઉંચા મથાળે નફાવસૂલીના દબાણથી શેર 2.6 ટકા ઘટીને 211 રૂપિયા બોલાયો હતો. બુધવારે મીશો શેર 20 ટકાની તેજીની સર્કિટમાં 216 રૂપિયા બંધ થયો હતો.

ઓટો અને ફાર્મા શેરમાં વેચવાલી

આજે ફાર્મા અને ઓટો શેર વેચવાીના દબાણથી ઘટ્યા છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ 2.3 ટકા, સન ફાર્મા 2.1 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, બીએએલ, મારૂતિ સુઝુકી 1 ટકા જેટલા ઘટ્યા છે. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 440 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 820 પોઇન્ટ, હેલ્થકેર ઇન્ડેક્સ 400 પોઇન્ટથી વધુ ઘટ્યા છે.

Advertisment
  • Dec 18, 2025 16:37 IST

    સન ફાર્મા અને ટાટા સ્ટીલ તૂટ્યા, IT શેર તેજીમાં

    સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 17 શેર ઘટ્યા હતા. જેમા સન ફાર્મા 2.7 ટકા ઘટી સેન્સેક્સનો ટોપ લુઝર શેર બન્યો હતો. તો ટાટા સ્ટીલ સવા ટકા, પાવરગ્રીડ 1.1 ટકા, એશિયન પેઇન્ટ અને એનટીપીસીના શેર 1 ટકા આસપાસ નરમ હતા. તો બીજી બાજુ ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એક્સિસ બેંક અને એચસીએલ ટેક શેર અડધા થી 2 ટકા સુધી વધ્યા હતા. બીએસઇ માર્કેટકેપ 465.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Dec 18, 2025 16:34 IST

    શેરબજાર ઘટવાના 3 કારણ

    વૈશ્વિક બજારોના નબળા સંકેત

    ઓટો શેરમાં વેચવાલી

    ક્રૂડ ઓઇલમાં ઉછાળો

  • Dec 18, 2025 16:33 IST

    ઓટો અને કેપિટલ ગુડ્સ શેરમાં વેચવાલી

    આજે ઓટો અને કેપિટલ ગુડ્સ શેર સૌથી વધુ ઘટ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 328 પોઇન્ટ અને કેપિટલ ગુડ્સ 529 પોઇન્ટ ઘટ્યા હતા. બીએસઇ મિડકેપ સાધારણ વધ્યો હતો જ્યારે સ્મોલકેપ 141 પોઇન્ટ ઘટાડે બંધ થયો હતો.

  • Dec 18, 2025 16:31 IST

    સેન્સેક્સ નિફટી સાધારણ ઘટાડે બંધ

    શેરબજારમાં ગુરુવારે સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટાડે બંધ થયા છે. સેન્સેક્સ 78 પોઇન્ટ ઘટી 84481 અને નિફ્ટી 3 પોઇન્ટ ઘટી 25815 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 84,780 થી 84,238 રહી છે. ટ્રેડિંગ સેશનમાં ઇન્ટ્રા ડે હાઇથી સેન્સેક્સ 350 પોઇન્ટ જેટલો ઘટ્યો છે. વૈશ્વિક બજારમાં નરમાઇ અને ઘરઆંગણે ઓટો - હેલ્થકેર શેરમાં વેચવાલીથી માર્કેટ ફરી ઘટાડે બંધ થયા છે.

  • Dec 18, 2025 13:50 IST

    Train Luggage Charge : ટ્રેનમાં કેટલી મોટી સુટકેસ લઇ જઇ શકાય? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનના લગેજ નિયમ જણાવ્યા

    Train Luggage Weight Limit Rules : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલા કિલોનું લગેજ ફ્રીમાં લઇ જઇ શકાય છે અને તેની મહત્તમ મર્યાદા વિશે જાણકારી આપી છે. સ્લીપર, સેકન્ડ એસી અને ફ્રસ્ટ એસી કોચ માટે અલગ અલગ નિયમ છે. ...સંપૂર્ણ વાંચો

  • Dec 18, 2025 10:48 IST

    Silver Record High : ચાંદીના ભાવ ઇતિહાસમાં પહેલીવાર 2 લાખ પાર, વર્ષ 2025માં 135 ટકા વધ્યા

    Gold Silver Price News : ચાંદીના ભાવ એમસીએક્સ વાયદા પર 2 લાખ રૂપિયા કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. વર્ષ 2025માં સોનાના ભાવ 65 ટકા વધ્યા છે, જેની સામે ચાંદીના ભાવમાં બમણો 130 ટકાથી વધુ ઉછાળો આવ્યો છે. ...સંપૂર્ણ માહિતી

  • Dec 18, 2025 09:51 IST

    ઓટો અને ફાર્મા શેરમાં વેચવાલી

    આજે ફાર્મા અને ઓટો શેર વેચવાીના દબાણથી ઘટ્યા છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ 2.3 ટકા, સન ફાર્મા 2.1 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 2 ટકા, બીએએલ, મારૂતિ સુઝુકી 1 ટકા જેટલા ઘટ્યા છે. બીએસઇ ઓટો ઇન્ડેક્સ 440 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 820 પોઇન્ટ, હેલ્થકેર ઇન્ડેક્સ 400 પોઇન્ટથી વધુ ઘટ્યા છે.

  • Dec 18, 2025 09:47 IST

    Meesho Share Price : મીશો શેર ભાવ રેકોર્ડ હાઇ થયા બાદ નફાવસૂલીથી ઘટ્યો

    મીશો શેર ભાવ સતત વધીને રેકોર્ડ હાઇ થયો છે. જો કે ઉંચા ભાવે નફાવસૂલી નીકળતા શેર ઘટ્યો છે. આજે બીએસઇ પર મીશો શેર સવા ચાર ટકા વધીને 233 રૂપિયા ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. બીએઇસનો શેર પાછલા બંધ 216 રૂપિયા સામે આજે 3 ટકા જેટલો 228 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ શેર વધીને 233 રૂપિયા થયો હતો. જો કે ઉંચા મથાળે નફાવસૂલીના દબાણથી શેર 2.6 ટકા ઘટીને 211 રૂપિયા બોલાયો હતો. બુધવારે મીશો શેર 20 ટકાની તેજીની સર્કિટમાં 216 રૂપિયા બંધ થયો હતો.

  • Dec 18, 2025 09:47 IST

    સેન્સેક્સ 200 પોઇન્ટ ઘટ્યો, ઓટો અને ફાર્મા શેરમાં વેચવાલી

    શેરબજાર સૂચકાંક સેનસેક્સ નિફ્ટી વૈશ્વિક માર્કેટના નરમાઇના સંકેત વચ્ચે ગુરુવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 40 પોઇન્ટ ઘટી 84,518 ખુલ્યો હતો. માર્કેટ સેન્ટિમેન્ટ નરમ રહેતા સેન્સેક્સ ઓટો શેરમાં વેચવાલી યથાવત હતી. સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો ઘટી 84400 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,764 ખુલ્યો હતો.

બિઝનેસ શેર બજાર