/indian-express-gujarati/media/media_files/2026/02/06/share-market-sensex-bse-building-2026-02-06-09-39-38.jpg)
India Share Market : ભારતીય શેરબજાર Photograph: (Indian Express Photo)
Share Market News : શેરબજારમાં ફેબ્રુઆરી એક્સપાયરીના દિવસે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગના પગલે સેન્સેક્સ ઘટીને જ્યારે નિફ્ટી વધીને બંધ થયા હતા. ગુરુવારે સેન્સેક્સ 27 પોઇન્ટ ઘટી 82248 બંધ થયો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી 14 પોઇન્ટ વધી 25496 બંધ થયો છે. ફેબ્રુઆરી એક્સપાયરીના દિવસે સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 82,579 થી 81,970 હતી. મિડકેપ ઇન્ડેક્સ નીચી સપાટીથી સુધરીને બંધ થયો હતો. જો ડિફેન્સ, ફાર્મા, પીએસયુ બેંકના શેરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ઓટો, ઓઇલ ગેસ અને કેમિકલ ઇન્ડેક્સ પણ વધ્યા હતા.
બેંક શેર નરમ, IT શેર મજબૂત
વોલેટાઇલ માર્કેટમાં બેંક શેર ઘટ્યા હતા જ્યારે આઈટી શેરમાં સુધારો આગળ વધ્યો હતો. સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાંથી 17 શેર ઘટ્યા હતા. જેમા ટોપ 5 લુઝર શેરમાં ટ્રેન્ડ 1.6 ટકા, ઇટરનલ દોઢ ટકા, પાવરગ્રીડ 1.2 ટકા, એચડીએફસી બેંક અે એશિયન પેઇન્ટ્સ 1 ટકા ઘટ્યા હતા. જો બીજી બાજુ બીઇએલ 2.2 ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકા, સન ફાર્મા 1.4 ટકા, મારૂતિ સુઝુકી 1 ટકા અને ભારતી એરટેલ પોણા ટકા સુધર્યા હતા.
રોકાણકારોની સંપત્તિ ₹ 1 લાખ કરોડ વધી
આજે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ 468.49 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે 467.38 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ ગુરુવારે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 1.1 લાખ કરોડ રૂપિયાનો ઉમેરો થયો છે. આજે બીએસઇ પર 2169 શેર વધીને જ્યારે 2029 શેર ઘટીને બંધ થયા હતા.
Physicswallah Share Down : ફિઝિક્સવાલા ઐતિહાસિક ટોચથી 45 ટકા તૂટ્યો, શેર ભાવ IPO પણ નીચે
ફિઝિક્સવાલા શેરના ભાવ સતત ઘટી રહ્યા છે અને આજે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી પણ નીચે જતા રહ્યા હતા. આજે બીએસઇ પર ફિઝિક્સવાલા શેરનો ભાવ વધીને 92.85 રૂપિયા ખુલ્યો હતો. જો કે ભારે વેચવાલીથી શેર ઘટીને 88.10 રૂપિયા થયો હતો, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 109 રૂપિયા કરતા બહુ નીચો ભાવ છે.
આજે ફિઝિક્સવાલા શેર 2.8 ટકા ઘટી 89.25 રૂપિયા બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, ફિઝિક્સવાલા શેર એનએસઇ પર 145 રૂપિયા અને બીએસઇ પર 143.10 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. આઈપીઓ રોકાણકારોને 36 ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યું હતું. ધમાકેદાર લિસ્ટિંગ બાદ શેર વધીને 162 રૂપિય ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યો હતો. આમ ઐતિહાસિક ટોચથી આ શેર 45 ટકા ઘટી ગયો છે.
બંધન બેંક માં SBI MF 10 ટકા હિસ્સો ખરીદશે
એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની બંધન બેંકમાં 10 ટકા હિસ્સો ખરીદશે, આ માટે આરબીઆઈ તરફથી મંજૂરી મળી ગઇ છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં બેંકે આ જાણકારી આપી છે. જો કે SBI MF એક વર્ષની અંદર નિર્ધારિત હિસ્સો નહીં ખરીદે તો, આ મંજૂરી સમાપ્ત થઇ જશે. બીએસઇ શેરહોલ્ડિંગ આંકડા અનુસાર, ડિસેમ્બર 2025ના અંતે બંધન બેંકમાં મ્યુચ્યુઅલ ફંડનું શેરહોલ્ડિંગ 11.79 ટકા હતું. આજે બીએસઇ પર બંધન બેંકનો શેર 1.8 ટકા વધીને 186 રૂપિયા બંધ થયો છે. બંધન બેંકની માર્કેટકેપ 29,980 કરોડ રૂપિયા હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us