શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો કેમ બોલાયો? જાણો મુખ્ય 5 કારણ

Stock Market Sensex Nifty Crash Today : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકાથી હાહાકર મચ્યો છે. એક જ દિવસમાં રોકાણકારોને લગભગ 5 લાખ કરોડનું નુકસાન થયું છે. જાણો શેરબજારમાં કડાકાના મુખ્ય 5 કારણ

Written by Ajay Saroya
March 19, 2024 17:09 IST
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો કેમ બોલાયો? જાણો મુખ્ય 5 કારણ
શેરબજારમાં ઘટાડાની પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Stock Market Sensex Nifty Crash Today : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુનો કડાકો નોંધાયો છે. સાર્વત્રિક વેચવાલીથી તમામ સેક્યોરિયલ ઈન્ડાઇસિસ પર ઘટીને બંધ થયા છે. શેરબજારમાં આ કડાકા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં યુએસ ફેડની મોનેટરી મિટિંગ, બેંક ઓફ જાપાન દ્વારા નેગેટિવ વ્યાજદર નીતિ સમાપ્ત કરવી મુખ્ય પરિબળ છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

શેરબજાર બીએસઇ સેન્સેક્સમાં વેચવાલીના દબાણથી 736 પોઇન્ટનો કડાકો બોલાયો અને સેશનના અંતે 72012 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 1 ટકા કે 238 પોઇન્ટ ઘટ્યો અને 22000 લેવલની નીચે 21817 બંધ થયો હતો. વેચવાલીના દબાણથી નિફ્ટીએ 21798 ઇન્ટ્રા-ડે બોટમ બનાવી હતી. બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ 1.2 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.4 ટકા ઘટ્યા હતા.

share market | bse sensex stock | sensex blue chip stocks | sensex blue chip stocks price | sensex 30 companies name | sensex 30 share | ril | tcs | ifosys
બીએસઇ સેન્સેક્સના 30 કંપનીઓના શેર ભાવ (19 માર્ચ 2024). (Photo – BSE)

રોકાણકારોને લગભગ 5 લાખ કરોડનું નુકસાન

શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા ઘટવાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. શેરબજાર માં ટ્રેડિંગ બંધ થયા બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 373.92 લાખ કરોડ રૂપિયા રહી હતી.છે. જ્યારે આગલા દિવસે બીએસઇની માર્કેટકેપ 378.50 લાખ કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં શેરબજારના રોકાણકારોની 4.87 લાખ કરોડ રૂપિયાની મૂડી સ્વાહા થઇ ગઇ છે.

યુએસ ફેડની મોનેટરી પોલિટી બેઠક

ફાઈનાન્સિયલ એક્સપ્રેસના એક રિપોર્ટમાં સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના સિનિયર ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરનું કહેવું છે કે વ્યાજદર અંગે યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણયને લઈને બજાર પણ સાવચેત છે . એક્સપર્ટ્સ પહેલેથી જ માની રહ્યા છે કે વૈશ્વિક મધ્યસ્થ બેંકોના અનેક નાણાકીય નીતિના નિર્ણયો દરમિયાન આ અઠવાડિયે ઇક્વિટી બજારો અસ્થિર રહેશે. યુએસ ફેડ તેની 2 દિવસીય મોનેટરી પોલિસી બેઠક 19 માર્ચથી શરૂ કરશે. તો 20 માર્ચ, 2024ના રોજ બેઠકના નિર્ણયની જાહેરાત કરશે. યુએસ ફેડની બેઠક પર દુનિયાભરના બજારોની નજર રહેશે.

નિફ્ટી પર ટેકનિકલ વ્યુ

બ્રોકરેજ હાઉસ ચોઈસ બ્રોકિંગ અનુસાર, નિફ્ટીને 21,950 અને પછી 21,900 અને 21,850 પર સપોર્ટ મળી શકે છે. ઉચ્ચ સ્તરે, 22,100 પર તાત્કાલિક પ્રતિકાર હોઈ શકે છે, ત્યારબાદ 22,150 અને 22,200 પર પ્રતિકાર છે. તો બેન્ક નિફ્ટી ચાર્ટ સૂચવે છે કે તેને 46,300 પર સપોર્ટ મળી શકે છે, ત્યારબાદ 46,100 અને 46,000. જો ઇન્ડેક્સ ઉપર જાય છે તો 46,800 ના સ્તરે પ્રારંભિક પ્રતિકાર છે, તે પછી તે 46,900 અને 47,000 ના સ્તરે પ્રતિકાર હશે.

બેન્ક ઓફ જાપાને 17 વર્ષ બાદ વ્યાજદર વધાર્યા

બેન્ક ઓફ જાપાને 19 માર્ચે લાંબા સમય બાદ નકારાત્મક વ્યાજ દર નાબૂદ કર્યા છે, જેના કારણે 17 વર્ષ પછી વ્યાજદરમાં વધારો થયો છે. બેન્ક ઓફ જાપાને ટૂંકા ગાળાના વ્યાજ દરમાં 0-0.1 ટકાનો વધારો કર્યો છે. બેન્ક ઓફ જાપાન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ 10 વર્ષીય બોન્ડ યીલ્ડ કંટ્રોલ પોલિસીને નાબૂદ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

share market crash | stock Market down | bse sensex | nse nifty | sensex nifty | bse nse
શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી તૂટ્યા છે. (Photo – Freepik)

એશિયન બજારમાં વેચવાલી

એશિયાના મુખ્ય શેરબજારો માં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. એશિયન માર્કેટની વાત કરીએ તો GIFT NIFTY 0.18 ટકા અને Nikkei 225 0.36 ટકા ડાઉન છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.08 ટકાની મજબૂતી જ્યારે હેંગસેંગમાં 0.67 ટકાની નબળાઈ જોવા મળીછે. તાઈવાન વેઈટેડમાં 0.03 ટકાનો વધારો, કોસ્પીમાં 1.34 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટમાં 0.21 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો | શેરબજારમાં હૈયા હોળી : સેન્સેક્સમાં 736 પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા

બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળો

બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તે સોમવારે 87 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા હતા. જો કે, આજે તેમાં થોડીક નરમાઇ આવી છે અને 86 ડોલરની આસપાસ બોલાય છે. રશિયા તરફથી પુરવઠામાં વધારો થવાની શક્યતા તેમજ જેટ ફ્યુઅલ જેવા સેક્ટરમાં અપેક્ષિત માંગ કરતાં ઓછી રહેવાની શક્યતાને કારણે ક્રૂડ ઓઇલ નરમ પડ્યા છે.આમ છતાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 86 ડોલરની ઉપર ક્વોટ થઇ રહ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ