Share Market Crash: શેરબજારમાં 2 મહિનાનો મોટો કડાકો, સેેન્સેક્સ 1769 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોએ 10 લાખ કરોડ ગુમાવ્યા

Share Market Sensex Nifty Crash : શેરબજારમાં બે મહિનાનો મોટો કડાકો બોલાયો છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધની ચિંતામાં સેન્સેક્સ 1700 પોઇન્ટ અને નિફ્ટી 500 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. મિડકેપ, સ્મોલકેપ અને રિયલ્ટ સહિત તમામ ઇન્ડેક્સ 2 થી 4 ટકા સુધી ઘટ્યા છે.

Share Market Sensex Nifty Crash : શેરબજારમાં બે મહિનાનો મોટો કડાકો બોલાયો છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધની ચિંતામાં સેન્સેક્સ 1700 પોઇન્ટ અને નિફ્ટી 500 પોઇન્ટથી વધુ તૂટ્યા છે. મિડકેપ, સ્મોલકેપ અને રિયલ્ટ સહિત તમામ ઇન્ડેક્સ 2 થી 4 ટકા સુધી ઘટ્યા છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Crash Today | Sensex Nifty Crash | Share Market New | Stock Market Today

Share Market Crash : શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં કડાકો. (Photo: Freepik)

Share Market Crash Sensex Nifty Today News Highlights : શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા કડાકા સાથે ખુલ્યા બાદ સેશનના અંતે બે મહિનાના મોટા ઘટાડે બંધ થયા છે. ગુરુવારે સેન્સેક્સ 1264 પોઇન્ટના કડાકે 83002 અને નિફ્ટી 344 પોઇન્ટના ઘટાડે 25452 ખુલ્યા હતા. જો કે ભારે વેચવાલીના પગલે ગુરુવારે સેન્સેક્સ 1769 પોઇન્ટ તૂટી 82497 બંધ થયો છે. તો નિફ્ટી 546 પોઇન્ટ તૂટ્યો છે અને 25250 બંધ થયો છે. ટકાવારીની રીતે સેન્સેક્સ નિફ્ટી 2 ટકાથી વધુ તૂટ્યા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી શેરબજાર સતત તૂટી રહ્યા છે.

Advertisment

ગિફ્ટ નિફ્ટી નરમ, હેંગસેંગ ઇન્ડેક્સ 4 ટકા તૂટ્યો

એશિયન માર્કેટ ઘટાડે ટ્રેડ કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 280 પોઇન્ટ ઘટી 25748 લેવલ પર ટ્રેડ થઇ રહ્યો છે. તો જાપાનનો નિક્કીઇ 225 ઇન્ડેક્સમાં ફ્લેટ ટ્રેડિંગ થઇ રહ્યું છે. ચીન અને દક્ષિણ કોરિયાના શેરબજાર આજે બંધ છે. હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ હાલ 4 ટકાથી વધૂ તટ્યો છે.

ઈઝરાયલ ઈરાન યુદ્ધથી સમગ્ર વિશ્વમાં તણાવ

ઈઝરાયલ ઈરાન યુદ્ધ થી સમગ્ર વિશ્વમાં તણાવનો માહોલ છે. મિડલ ઈસ્ટમાં તણાવ વધવાથી ઇક્વિટી માર્કેટ તૂટવાની દહેશત છે તો બીજી બાજુ સોનું ચાંદી અને ક્રૂડ ઓઇલની કિંમત મજબૂત થઇ રહી છે. એક અમેરિકન અધિકારીએ કહ્યું કે, યુએસ પ્રમુખ જો બિડેન મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ધ્યાનમાં રાખી યોજવામાં આવેલી જી-7 દેશોની મિટિંગમાં ભાગ લેશે.

  • Oct 03, 2024 15:59 IST

    શેરબજારના તમામ ઇન્ડેક્સન ડાઉન

    શેરબજારમાં ભારે વેચવાલીના પગલે તમામ ઈન્ડેક્સ 2 થી 4 ટકા સુધી તૂટ્યા હતા. મિડકેપ 2.3 ટકા અને સ્મોલકેપ 1.8 ટકા તૂટ્યા છે. તો સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં સૌથી વધુ રિયલ્ટી ઇન્ડેક્સ 4.5 ટકા, કેપિટલ ગુડ્સ 3.2 ટકા, ઓટો 3 ટકા, ઓઇલ ગેસ અને એનર્જી ઇન્ડક્સ અઢી ટકા સુધી ડાઉન હતા.



  • Oct 03, 2024 15:56 IST

    શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 10 લાખ કરોડનું નુકસાન

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં 2 મહિનાના મોટા કડાકાથી રોકાણકારોને પણ જંગી નુકસાન થયું છે. આજે બીએસઇ ખાતે લિસ્ટિેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 465.16 લાખ કરોડ રૂપિયા થઇ છે. જ્યારે અગાઉ બીએસઇની માર્કેટકેપ 474.86 લાખ કરોડ રૂપિયા હતી. આમ ગુરુવારે શેરબજારમાં રોકાણકારોને 9.7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.



  • Advertisment
  • Oct 03, 2024 15:53 IST

    સેન્સેક્સમાં 1769 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 546 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં બે મહિનાનો મોટો કડાકો બોલાયો છે. ગુરુવારે સેન્સેક્સ 1769 પોઇન્ટ તૂટી 82497 બંધ થયો છે. તો નિફ્ટી 546 પોઇન્ટ તૂટ્યો છે અને 25250 બંધ થયો છે. ટકાવારીની રીતે સેન્સેક્સ નિફ્ટી 2 ટકાથી વધુ તૂટ્યા છે. ઈઝરાયલ ઈરાન યુદ્ધથી શેરબજાર સતત તૂટી રહ્યા છે.



  • Oct 03, 2024 13:55 IST

    સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોએ 10 લાખ કરોડ ગુમાવ્યા

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટ્યો છે અને સેશન દરમિયાન 82503 ઇન્ટ્ર- ડે બોટમ થયો છે. તો નિફ્ટીમાં 500 પોઇન્ટથી વધુ ઘટાડો નોંધાયો છે. શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 10 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે.



  • Oct 03, 2024 11:50 IST

    શેરબજારમાં કડાકા વચ્ચે BSE સ્ટોક 8 ટકા ઉછળ્યો

    શેરબજારમાં કડાકા વચ્ચે પણ બીએસઇનો સ્ટોક 8 ટકા જેટલો ઉછળ્યો છે. એફએન્ડઓ ટ્રેડિંગ પર સેબી કડક વલણ અપનાવી રહી છે. દરેક સપ્તાહે એક એક્સચેન્જનું એક વિકલી એક્સપાયરી થશે. ઈન્ડેક્સ ફ્યૂચર કોન્ટ્રાક્ટની મિનિમમ વેલ્યૂ પણ 5 લાખ થી વધીને 15 લાખ થશે. સેબીના આ નિર્ણયથી બીએસઇનો શેર 8 ટકા વધી 4235 રૂપિયા સુધી ગયો છે.



  • Oct 03, 2024 10:34 IST

    TechEra IPO Share Listing: ટેકએરા એન્જિનિયરિંગ શેર 52 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ

    ટેકએરા એન્જિનિયિરંગ શેર લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. ટેકએરા એન્જિનિયરિંગ શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 125 રૂપિયા ભાવે લિસ્ટિંગ થયો છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 82 રૂપિયા છે. આમ ટેકએરા એન્જિનિયરિંગ શેર લિસ્ટિંગ પર રોકાણકારોને 52.44 ટકા રિટર્ન મળ્યું છે. શાનદાર લિસ્ટિંગ બાદ આ શેર ઉછળ્યો અને 131.25 રૂપિયાની અપર સર્કિટ લાગી હતી.



  • Oct 03, 2024 09:35 IST

    શેરબજારમાં કડાકો, તમામ ઈન્ડેક્સ રેડ ઝોનમાં

    ભારતીય શેરબજાર સેન્સેક્સમાં ગુરુવારે 1200 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બીએસઇની તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ તૂટ્યા છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ પોણા ટકા સુધી ડાઉન છે. રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્સ, ઓટો, બેંકેક્સ ઇન્ડેક્સ 1 થી 2 ટકા સુધીના ઘટાડે ટ્રેડ કરી રહ્યા છ.



  • Oct 03, 2024 09:30 IST

    સેન્સેક્સમાં 1264 પોઇન્ટ અને નિફ્ટી 344 પોઇન્ટમાં કડાકો

    સેન્સેક્સ નિફ્ટી ઈઝરાયલ ઈરાન યુદ્ધથી તૂટ્યા છે. સેન્સેક્સમાં 1264 પોઇન્ટ અને નિફ્ટીમાં 344 પોઇન્ટનો કડાકો બોલાયો છે. મેટલ શેરને બાદ કરતા સેન્સેક્સના તમામ શેર તૂટ્યા છે.



સોનું ચાંદી બિઝનેસ શેર બજાર