Share Market: શેરબજારમાં ત્રણ દિવસની તેજીને બ્રેક, હવે RBI પોલિસી પર નજર

Share Market Today News Highlight : શેરબજારમાં નફાવસૂલીના પગલે સેન્સેક્સ 504 પોઇન્ટ અને નિફ્ટી 133 પોઇન્ટ ઘટી બંધ થયા છે. ઓઇલ ગેસ સિવાય તમામ ઇન્ડેકસ ઘટ્યા છે. ગુરુવારે શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને અઢી લાખ કરોડનું નુકસાન થયું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
share market crash | stock market investors | bse sensex crash | nse nifty down | share market traders

શેરબજારમાં કાડાકાથી સ્ટોક ટ્રેડર્સ અને રોકાણકારોને જંગી નુકસાન થયુ છે. (Photo - Frerpik)

Share Market Today News Live Update In Gujarati

એશિયન શેરબજારોમાં આજે એકંદરે નરમાઇ ભર્યો હતો. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 450 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો. હોંગકોંગ બજાર 420 પોઇન્ટ, તાઇવાન માર્કેટ 275 પોઇન્ટ, કોરિયા શેરબજાર 180 પોઇન્ટ અને શાંઘાઇ શેરબજાર 50 પોઇન્ટથી વધુ ઘટીને નકારાત્મક ટ્રેડિંગ કરી રહ્યા હતા. વૈશ્વિક શેરબજારોની નરમાઇના પગલે ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ નરમ હતો.

Advertisment

ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો

ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે મંત્રણા ચાલી રહી હોવાથી પશ્ચિમ એશિયામાં તણાવ ઘટ્યો છે. આવતીકાલ શુક્રવાર યુએસ અને ઇરાન ઓમાનમાં મંત્રણા કરવા સહમત થયા છે. WTI ક્રૂડ ઓઇલ 0.7 ટકા ઘટી 64.5 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સ મજબૂત થઇ રહ્યો છે. 

  • Feb 05, 2026 16:30 IST

    શેરબજારના રોકાણકારોના 2.5 લાખ કરોડ સ્વાહા

    શેરબજારમાં પ્રોફિટબુકિંગથી બીએસઇ પર લિસ્ટેડ 1737 કંપનીના શેર વધીને જ્યારે 2447 શેર ઘટીને બંધ થયા હતા. આમ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. આજે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપ 466.70 લાખ કરોડ રૂપિયા થઇ હતી, જે ગઇકાલે  469.16 લાખ કરોડ રૂપિયા હતી. આમ ગુરુવારે શેરબજારના રોકાણકારોને 2.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

  • Feb 05, 2026 16:25 IST

    સ્મોલકેપ અને મિડકેપ શેરમાં ભારે વેચવાલી

    બોર્ડર માર્કેટમાં નફાવસૂલીથી બીએસઇ સ્મોલકેપ 1050 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ 699 પોઇન્ટ તૂટ્યા હતા. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 202 પોઇન્ટ, ઓટો 161 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 726 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 508 પોઇન્ટ ઘટ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ઓઇલ ગેસ સિવાયના તમામ ઇન્ડેક્સ ઘટ્યા હતા. 

  • Advertisment
  • Feb 05, 2026 16:23 IST

    સેન્સેક્સ ટોપ 5 લુઝર અને ગેનર શેર

    શેરબજારમાં નરમાઇથી સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 26 શેર ઘટ્યા હતા. સૌથી વધુ ઘટેલા 5 સ્ટોકમાં ઇટરનલ અઢી ટકા, એરટેલ 1.7 ટકા, બીઇએલ દોઢ ટકા, આઈટીસી 1.1 ટકા અને ઇન્ફોસિસ 1 ટકા ઘટીને બંધ થયા હતા. તો ટોપ ગેઇનર શેરમાં ટ્રેન્ટ 3 ટકા, ટાટા સ્ટીલ સવા ટકા, એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સ સાધારણ સુધર્યા હતા.

  • Feb 05, 2026 16:21 IST

    સેન્સેક્સ 504 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 133 પોઇન્ટ નરમ

    શેરબજારમાં ગુરુવારે સમગ્ર ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્ટિમેન્ટ નબળું રહેતા સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંદ થયા છે. સેન્સેક્સ 504 પોઇન્ટ ઘટી 83313 અને નિફ્ટી 133 પોઇન્ટ ઘટી 25642 બંધ થયા છે. સળંગ ત્રણ દિવસના સુધારા બાદ શેરબજાર ઘટીને બંધ થયા છે જેનું કારણ યુએસ ઇરાન તણાવના પગલે વૈશ્વિક અનિશ્ચિતતા અને ગ્લોબલ માર્કેટની નરમાઇ છે. 

  • Feb 05, 2026 14:10 IST

    સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો, US ઇરાન ઘર્ષણથી શેરબજારો ટેન્શનમાં

    અમેરિકા ઇરાન તણાવથી ફરી વૈશ્વિક અસ્થિરતા ઉભી થઇ છે, જેની અસરે દુનિયાભરના શેરબજારો નરમ છે. સેન્સેક્સ ઘટાડે ખુલ્યા 83,757 ખુલ્યા બાદ બપોર સુધીમાં 500 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો અને 83300 લેવલ નીચે ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 150 પોઇન્ટ ઘટીને 25620 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. આઈટી અને બેંક શેરમાં ભારે વેચવાલી છે. એશિયન શેરબજારોમાં જાપાનનો શેરબજાર 450 પોઇન્ટ અને તાઇવાન 500 પોઇન્ટ સુધી ઘટ્યો છે. 

  • Feb 05, 2026 08:31 IST

    ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો

    ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે મંત્રણા ચાલી રહી હોવાથી પશ્ચિમ એશિયામાં તણાવ ઘટ્યો છે. આવતીકાલ શુક્રવાર યુએસ અને ઇરાન ઓમાનમાં મંત્રણા કરવા સહમત થયા છે. WTI ક્રૂડ ઓઇલ 0.7 ટકા ઘટી 64.5 ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સ મજબૂત થઇ રહ્યો છે. 

  • Feb 05, 2026 08:31 IST

    એશિયન શેરબજારોમાં ઘટાડો, જાપાનીઝ માર્કેટ 450 પોઇન્ટ તૂટ્યો

    એશિયન શેરબજારોમાં આજે એકંદરે નરમાઇ ભર્યો હતો. જાપાનનો નિક્કેઇ ઇન્ડેક્સ 450 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો. હોંગકોંગ બજાર 420 પોઇન્ટ, તાઇવાન માર્કેટ 275 પોઇન્ટ, કોરિયા શેરબજાર 180 પોઇન્ટ અને શાંઘાઇ શેરબજાર 50 પોઇન્ટથી વધુ ઘટીને નકારાત્મક ટ્રેડિંગ કરી રહ્યા હતા. વૈશ્વિક શેરબજારોની નરમાઇના પગલે ભારતનો ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ પણ નરમ હતો.

શેર બજાર સોનું ચાંદી બિઝનેસ