Share Market: IT ઈન્ડેક્સમાં 2200 પોઇન્ટનો આંચકો, ઈન્ફોસિસ 7 ટકા તૂટ્યો

Share Market Today News Highlight: શેરબજારમાં બુધવારે સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. જો કે આઈટી અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ભારે વેચવાલીથી માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે.

Share Market Today News Highlight: શેરબજારમાં બુધવારે સાંકડી વધઘટે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. જો કે આઈટી અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ભારે વેચવાલીથી માર્કેટમાં દબાણ જોવા મળ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market | BSE | Sensex | stock market | sensex nifty |  bse building | Indian Share Market | | stock market exchange

Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))

Share Market Today News Highlight : શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ બુધવારે સેન્સેક્સ નિફ્ટી નજીવા વધીને બંધ થયા છે. સેન્સેક્સ 79 પોઇન્ટ વધી 83817 અને નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 25776 બંધ થયો છે. ઇન્ટ્ર ડે સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,947 થી 83,119 હતી. આઈટી અને સ્મોલકેપ શેરમાં ભારે વેચવાલીથી શેરબજારમાં દબાણ રહ્યું છે. હવે બજારની નજર 6 ફેબ્રુઆરી જાહેર થનાર આરબીઆઈ ધિરાણનીતિ પર છે. 

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નબળાં વૈશ્વિક સંકેતોના પગલે મોટા ઘટાડે ખુલ્યા બાદ માર્કેટ વોલેટાઇલ છે. બુધવારે સેન્સેક્સ 500 પોઇન્ટના ઘટાડે 83252 ખુલ્યો હતો. નેગેટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ 50 પોઇન્ટના ઘટાડે 83680 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,675 ખુલ્યો હતો. 

ડોલર સામે રૂપિયો 16 પૈસા નબળો ખુલ્યો

આજે બુધવારે ડોલર સામે રૂપિયો 16 પૈસા ઘટી 90.43 ખુલ્યો હતો. જ્યારે મંગળવારે 90.27 બંધ થયો હતો. આયાતકારોની માંગના પગલે રૂપિયો નબળો પડ્યો છે. નોંધનિય છ કે, યુએસ ભારત વેપાર કરારની ઘોષણા બાદ મંગળવારે ડોલર સામે રૂપિયાામાં 7 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. 

  • Feb 04, 2026 16:36 IST

    સ્મોલકેપ 1050 પોઇન્ટ અને મિડકેપ 699 પોઇન્ટ તૂટ્યા

    ચલણી શેરમાં પણ વેચવાલીથી બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1050 પોઇન્ટ તૂટયો છે. તો બીએસઇ મિડકેપ 699 પોઇન્ટ ઘટ્યો હતો. તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1337 પોઇન્ટ, ઓઇલ ગેસ ઇન્ડેક્સ 670 પોઇન્ટ, મેટલ 498 પોઇન્ટ મજબૂત થયા હતા. આજે બીએસઇની માર્કેટકેપ 469.16 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

  • Feb 04, 2026 16:33 IST

    આઈટી ઇન્ડેક્સમાં 2200 પોઇન્ટનો કડાકો, ઈન્ફોસિસ 7 ટકા તૂટ્યો

    આજે આઈટી અને ટેકનોલોજી શેરમાં ભારે વેચવાલી હતી. સેન્સેક્સના તમામ બ્લુચીપ આઈટી શેર તૂટ્યા હતા. જેમા
    ઇન્ફોસિસ 7.2 ટકા, ટીસીએસ 7 ટકા, એચસીએલ ટેક 4.2 ટકા અને ટેક મહિન્દ્રા 4.2 ટકા ઘટ્યા હતા. બીએસઇ આઈટી ઇન્ડેક્સમાં 2040 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 2266 પોઇન્ટનો કડાકો બોલાયો છે.

  • Advertisment
  • Feb 04, 2026 16:30 IST

    શેરબજાર સાધારણ વધીને બંધ, નિફ્ટી 25700 ઉપર મક્કમ

    શેરબજાર રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ બાદ બુધવારે સેન્સેક્સ નિફ્ટી નજીવા વધીને બંધ થયા છે. સેન્સેક્સ 79 પોઇન્ટ વધી 83817 અને નિફ્ટી 45 પોઇન્ટ ઘટી 25776 બંધ થયો છે. ઇન્ટ્ર ડે સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 83,947 થી 83,119 હતી. આઈટી અને સ્મોલકેપ શેરમાં ભારે વેચવાલીથી શેરબજારમાં દબાણ રહ્યું છે. હવે બજારની નજર 6 ફેબ્રુઆરી જાહેર થનાર આરબીઆઈ ધિરાણનીતિ પર છે. 

  • Feb 04, 2026 09:50 IST

    ડોલર સામે રૂપિયો 16 પૈસા નબળો ખુલ્યો

    આજે બુધવારે ડોલર સામે રૂપિયો 16 પૈસા ઘટી 90.43 ખુલ્યો હતો. જ્યારે મંગળવારે 90.27 બંધ થયો હતો. આયાતકારોની માંગના પગલે રૂપિયો નબળો પડ્યો છે. નોંધનિય છ કે, યુએસ ભારત વેપાર કરારની ઘોષણા બાદ મંગળવારે ડોલર સામે રૂપિયાામાં 7 વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

  • Feb 04, 2026 09:48 IST

    સેન્સેક્સ 500 પોઇન્ટ ઘટાડે ખુલ્યો નિફ્ટી નરમ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી નબળાં વૈશ્વિક સંકેતોના પગલે મોટા ઘટાડે ખુલ્યા બાદ માર્કેટ વોલેટાઇલ છે. બુધવારે સેન્સેક્સ 500 પોઇન્ટના ઘટાડે 83252 ખુલ્યો હતો. નેગેટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ 50 પોઇન્ટના ઘટાડે 83680 આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી 50 પોઇન્ટ ઘટી 25,675 ખુલ્યો હતો. 

બિઝનેસ શેર બજાર સોનું ચાંદી