/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Share-Market-Crash.jpg)
Share Market Crash : શેરબજારમાં કડાકો., પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)
Share Market Crash Today News Highlight : ઈઝરાયલ ઇરાન યુદ્ધના પગલે પેનિક સેલિંગથી શેરબજારમાં હાહાકાર મચ્યો છે અને સેન્સેકસ નિફ્ટીમાં શુક્રવારનો દિવસ ફરી બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. શુક્રવારે સેન્સેક્સ 1097 પોઇન્ટનો કડાકો બોલાયો અને 78919 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 315 પોઇન્ટ ઘટી 24450 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 78,812 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બેંકેક્સ, કેપિટલ ગુડ્સ અને ઓટો શેર સૌથી વધુ ઘટ્યા હતા.
ઈઝરાયલ ઇરાન યુદ્ધથી શેરબજાર ફરી તૂટ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80,015 થી 350 પોઇન્ટ જેટલો ઘટી આજે 79,658 ખુલ્યો છે. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 550 પોઇન્ટ ઘટી 79,443 સુધી તૂટ્યો હતો. નિફ્ટી 110 પોઇન્ટ ઘટી 24,656 ખુલ્યો હતો. મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ લાંબા સમય સુધી ચાલવાના એંધાણથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. બીજી બાજુ ક્રૂડ ઓઇલમાં ભડકો અને ડોલર સામ રૂપિયાના મૂલ્યમાં સતત ધોવાણથી ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડવાની ચિંતા સતાવી રહી છે.
ટેલીકોમ વિભાગ લાઇસન્સ ફીનું રિએસેસમેન્ટ કરશે
ટેલીકોમ વિભાગ દ્વારા લાઇસન્સ ફીનું રિએસેસમેન્ટ કરવામાં આવ્યું છે. આ રિએસેસમેન્ટ થી ટેલીકોમ કંપનીઓને મોટી રાહત મળવાની અપેક્ષ છે. DOT એ 22 ફેબ્રુઆરી, 2026ના રોજ લાઇસન્સ ફીનું રિએસેસમેન્ટ પૂર્ણ કરી લીધું છે, જો કે સ્પેક્ટ્રમ યુસેઝ ચાર્જનું એસેસમેન્ટ હજી બાકી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રીએસેસમેન્ટ બાદ વાડોફોન આઈડિયાની લાઇસન્સ ફી 60 થી 65 ટકા સુધી ઘટી શકે છે.
- Mar 06, 2026 16:04 IST
શેરબજારના રોકાણકારોને ₹ 3.11 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં કડાકાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 449.79 લાખ કરોડ રૂપિયા થઇ હતી,જે ગઇકાલે 452.90 લાખ કરોડ રૂપિયા હતી. આજે શુક્રવારે રોકાણકારોની સંપત્તિમાં 3.11 લાખ કરોડનું ધોવાણ થયું છે.
- Mar 06, 2026 16:02 IST
બેંક, ઓટો અને કેપિટલ ગુડ્સ શેર તૂટ્યા
આજે બેંક, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરમાં ભારે વેચવાલી જોવા હતી. ક્રૂડ અને ગેસના ભાવ વધવાથી સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં એક માત્ર પાવર ઇન્ડેક્સ સાધારણ વધ્યો હતો અને બાકીના તમામ ઇન્ડેક્સ તૂટ્યા હતા. જેમાં બેંકેક્સ 1419 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 908 પોઇન્ટ, ઓટો 668 પોઇન્ટ, રિયલ્ટી 119 પોઇન્ટ ઘટ્યા હતા. તો બેંક નિફ્ટી 1272 પોઇન્ટ ઘટ્યો હતો.
- Mar 06, 2026 15:59 IST
શેરબજારમાં બ્લેક ફ્રાઇડ, સેન્સેક્સ 1097 પોઇન્ટ ધડામ, નિફ્ટી 315 પોઇન્ટ તૂટ્યો
ઈઝરાયલ ઇરાન યુદ્ધના પગલે પેનિક સેલિંગથી શેરબજારમાં હાહાકાર મચ્યો છે અને સેન્સેકસ નિફ્ટીમાં શુક્રવારનો દિવસ ફરી બ્લેક ફ્રાઇડે બની ગયો હતો. શુક્રવારે સેન્સેક્સ 1097 પોઇન્ટનો કડાકો બોલાયો અને 78919 બંધ થયો હતો. તો એનએસઇ નિફ્ટી 315 પોઇન્ટ ઘટી 24450 બંધ થયો છે. ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સ 78,812 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. બેંકેક્સ, કેપિટલ ગુડ્સ અને ઓટો શેર સૌથી વધુ ઘટ્યા હતા.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us