Share Market News: IT શેરમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ

Share Market Today News Highlight: સોમવારે સેન્સેક્સ 247 પોઇન્ટ અને નિફ્ટી 67 પોઇન્ટ ઘટીને બંધ થયો છે. આઈટી શેરમાં વેચવાલીથી માર્કેટ તૂટ્યું છે. બીએસઇની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

Share Market Today News Highlight: સોમવારે સેન્સેક્સ 247 પોઇન્ટ અને નિફ્ટી 67 પોઇન્ટ ઘટીને બંધ થયો છે. આઈટી શેરમાં વેચવાલીથી માર્કેટ તૂટ્યું છે. બીએસઇની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Down | Stock market fall

Share Market Down : શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને નુકસાન થાય છે. (Photo: Freepik)

Share Market Today News Live Update: શેરબજારમાં ભારે વેચવાલી રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 247 પોઇન્ટ ઘટી 82253 બંધ થયો છે. નિફ્ટી 67 પોઇન્ટ ઘટી 25082 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82,010 અને નિફ્ટી 25,001 ઇન્ટ્ર- ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ટીસીએસના નબળા પરિણામ બાદ આઈટી શેરમાં નવા સપ્તાહે પણ વેચવાલી ચાલુ રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 419 પોઇન્ટ ઘટ્યો હતો. સોમવારે બીએસઇની કુલ માર્કેટ વેલ્યૂએશન 457.63 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

Advertisment

સેન્સેક્સ 350 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી માટે 25000 સપોર્ટ લેવલ

સેન્સેક્સ પાછલા બંધ 82500 લેવલથી સોમવારે ફ્લેટ 82537 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ તૂટી 82150 લેવલથી નીચે જતો રહ્યો હતો. આજે એનએસઇ નિફ્ટી કોઇ વધઘટ વગર પાછલા બંધ લેવલ 25149 પર ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી નિફ્ટી 100 પોઇન્ટ જેટલો ઘટી નીચામાં 25051 સુધી ઘટ્યો હતો.

IT શેરમાં વેચવાલી, નિફ્ટી IT ઇન્ડેક્સ 450 પોઇન્ટ તૂટ્યો

આઈટી શેરમાં ભારે વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ 450 પોઇન્ટ જેટલો તૂટ્યો છે. સેન્સેક્સ પર હેવીવેઇટ્સ આઈટી સ્ટોક ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકના શેર 1 થી દોઢ ટકા સુધી ઘટ્યા છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 314 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 450 પોઇન્ટ તૂટીને ટ્રેડ કરી રહ્યા છે.

  • Jul 14, 2025 16:09 IST

    શેરબજાર ઘટ્યું પણ રોકાણકોરાને કમાણી થઇ

    સોમવારે શેરબજાર ઘટવા છતાં રોકાણકારોને કમાણી થઇ હતી. સોમવારે બીએસઇની કુલ માર્કેટ વેલ્યૂએશન 457.63 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે ગત સપ્તાહે શુક્રવારે બીએસઇની માર્કેટકેપ 456.59 લાખ કરોડ રૂપિયા રહી હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારોને 1 લાખ કરોડ રૂપિયાની કમાઇ થઇ છે. બીએસઇ પર 2054 શેર વધીને જ્યારે 2137 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.

  • Jul 14, 2025 16:06 IST

    IT શેરમાં વેચવાલી યથાવત્, નિફ્ટી IT 419 પોઇન્ટ તૂટ્યો

    ટીસીએસના નબળા પરિણામ બાદ આઈટી શેરમાં નવા સપ્તાહે પણ વેચવાલી ચાલુ રહી છે. જેના કારણે આઈટી ઇન્ડેક્સ આજે 1 ટકાથી વધુ તૂટ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 419 પોઇન્ટ કે 1.11 ટકા અને બીએસઇ આઈટી ઈન્ડેક્સ 366 પોઇન્ટ અને ટેક ઇન્ડેક્સ 142 પોઇન્ટ ઘટીને બંધ થયો છે. બીએસઇ પર એશિય પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ઇન્ફોસિસ અને એચસીએલ ટેક કંપનીના દોઢ ટકા આસપાસ ઘટીને બંધ થયા હતા.

  • Advertisment
  • Jul 14, 2025 16:03 IST

    સેન્સેક્સ 247 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 67 પોઇન્ટ ઘટ્યો

    શેરબજારમાં ભારે વેચવાલી રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ થયા છે. સોમવારે સેન્સેક્સ 247 પોઇન્ટ ઘટી 82253 બંધ થયો છે. નિફ્ટી 67 પોઇન્ટ ઘટી 25082 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 82,010 અને નિફ્ટી 25,001 ઇન્ટ્ર- ડે નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

  • Jul 14, 2025 12:14 IST

    સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તૂટ્યો, નિફ્ટી માટે 25000 મજબૂત સપોર્ટ

    શેરબજારમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ 440 પોઇન્ટ ઘટી નીચામાં 82559 સુધી ગયો હતો. તો નિફ્ટી 110 પોઇન્ટથી વધુ તૂટી 25019 સુધી ઘટ્યો હતો. નિફ્ટી માટે 25000 મજબૂત સપોર્ટ લેવલ છે. આઈટી અને ટેક્નોલોજી સ્ટોકમાં વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ સતત ચોથા દિવસે તૂટ્યો છે. આજે આઈટી ઈન્ડેક્સ 1.5 ટકા સુધી ઘટ્યો છે.

  • Jul 14, 2025 11:05 IST

    IPO: એન્થમ બાયોસાયન્સીસ સહિત 3 આઈપીઓ નવા સપ્તાહે ખુલશે, 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે

    Upcoming IPOs And Share Listing : આઈપીઓ માર્કેટમાં 14 જુલાઇથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં એન્થમ બાયોસાયન્સીસ સહિત 3 આઈપીઓ ખુલવાના છે. ઉપરાંત શેરબજારમાં નવી 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ...વધુ વાંચો

  • Jul 14, 2025 09:43 IST

    ડોલર સામે રૂપિયો 21 પૈસા ઘટીને ખુલ્યો

    શેરબજારમાં નરમાઇની અસર રૂપિયા પર પણ જોવા મળી છે. સોમવારે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 21 પૈસા ઘટી 86.01 ખુલ્યો હતો. ગત શુક્રવારે ડોલર સામે રૂપિયો 85.80 બંધ થયો હતો.

  • Jul 14, 2025 09:42 IST

    IT શેરમાં વેચવાલી, નિફ્ટી IT ઇન્ડેક્સ 450 પોઇન્ટ તૂટ્યો

    આઈટી શેરમાં ભારે વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ 450 પોઇન્ટ જેટલો તૂટ્યો છે. સેન્સેક્સ પર હેવીવેઇટ્સ આઈટી સ્ટોક ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેકના શેર 1 થી દોઢ ટકા સુધી ઘટ્યા છે. બીએસઇ આઈટી ઇન્ડેક્સ 314 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 450 પોઇન્ટ તૂટીને ટ્રેડ કરી રહ્યા છે.

  • Jul 14, 2025 09:39 IST

    સેન્સેક્સ 350 પોઇન્ટ, નિફ્ટી 100 પોઇન્ટ તૂટ્યો

    સેન્સેક્સ પાછલા બંધ 82500 લેવલથી સોમવારે ફ્લેટ 82537 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 350 પોઇન્ટથી વધુ તૂટી 82150 લેવલથી નીચે જતો રહ્યો હતો. આજે એનએસઇ નિફ્ટી કોઇ વધઘટ વગર પાછલા બંધ લેવલ 25149 પર ખુલ્યો હતો. શેરબજારમાં વેચવાલીના દબાણથી નિફ્ટી 100 પોઇન્ટ જેટલો ઘટી નીચામાં 25051 સુધી ઘટ્યો હતો.

બિઝનેસ શેર બજાર