Share Market Today News Highlight : શેરબજારમાં સતત ચોથા દિવસે મંદી જોવા મળી છે. શેરબજારમા રેન્જ બાઉન્ડ ટ્રેન્ડિંગ વચ્ચે 386 પોઇન્ટ ઘટી 81716 બંધ થયો છે. એનએસઇ નિફ્ટી 112 પોઇન્ટ ઘટી 25057 બંધ થયો છે. સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન નીચામાં 81607 ઘટ્યો હતો. એફએમસીજી સિવાય તમામ ઇન્ડેક્સ ઘટીને બંધ થયા છે, જેમાં કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ 770 પોઇન્ટ તૂટ્યો છે. શેરબજારમાં સાર્વત્રિક મંદીના લીધે બુધવારે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ભારતીય શેરબજાર એશિયન માર્કેટના નબળાં સંકેત અને વિદેશી રોકાણકારોની વેચવાલીના કારણે મોટા ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82,102 સામે 180 પોઇન્ટ ઘટીને બુધવારે 81,917 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 370 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 81725 લેવલ સુધી ઘટ્યો હતો. એનએસઇ નિફ્ટી 25169 પાછલા બંધ સામે આજે 25108 ખુલ્યો હતો. હાલ નિફ્ટી 90 પોઇન્ટ ઘટી 25000 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. નિફ્ટી માટે 25000 મજબૂત સપોર્ટ લેવલ છે.
ગિફ્ટ નિફ્ટી 150 ઘટ્યો, એશિયન શેરબજારો નરમ
એશિયન શેરબજારોમાં બુધવારે નરમ વલણ જોવા મળ્યું હતું. ગિફ્ટ નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઇન્ટ, નિક્કેઇ, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, તાઇવાન, કોરિયાના શેરબજાર નરમ હતા. હોંગકોંગ માર્કેટ 270 પોઇન્ટ વધીને ટ્રેડિંગ કરી રહ્યો હતો.
સેન્સેક્સ 94000 થશે : HSBC
ઇન્વેસ્ટમેન્ટ બેકિંગ ફર્મ એચએસબીસી (HSBC) એ લગભગ આઠ મહિના બાદ ભારતનું રેટિંગ અપગ્રેડ કરી ઓવરવેટ કર્યું છે. ગત જાન્યુઆરીમાં HSBC એ ભારનતું રેટિંગ ઘટાડીને ન્યુટ્રલ કર્યુ હતું. આ સાથે HSBC એ ભારતીય શેરબજાર સેન્સેક્સ માટે 12 મહિનાનો ટાર્ગેટ 94000 કર્યો છે, જે હાલના લેવલથી 14.5 ટકા આવવાના શક્યતા દર્શાવે છે.