Share Market News: સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને ₹ 2 લાખ કરોડનું નુકસાન, રૂપિયો 89.85 રેકોર્ડ તળિયે

Share Market Today News Highlight : શેરબજારમાં ઉંચા લેવલ પર વેચવાલી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સેન્સેક્સ 503 પોઇન્ટ અને નિફ્ટી 144 પોઇન્ટ ઘટ્યો છે. સેન્સેક્સ 84000 લેવલ નીચે જાય તો શેરબજારમાં મંદી આવી શકે છે.

Share Market Today News Highlight : શેરબજારમાં ઉંચા લેવલ પર વેચવાલી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સેન્સેક્સ 503 પોઇન્ટ અને નિફ્ટી 144 પોઇન્ટ ઘટ્યો છે. સેન્સેક્સ 84000 લેવલ નીચે જાય તો શેરબજારમાં મંદી આવી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Share Market Trading | Share Market News | stock Market | share Market Live Update

Share Market : શેરબજાર (Photo: Freepik)

Share Market Today News Highlight : શેરબજારમાં ઉંચા લેવલ પર વેચવાલી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સતત બીજા દિવસે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 503 પોઇન્ટ ઘટી 85,138 બંધ થયો છે. ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 85,553 થી 85,053 હતી. જો શેરબજાર 84000 લેવલથી નીચે જાય તો મંદી આગળ વધી શકે છે. તો એનએસઇ નિફ્ટી 144 પોઇન્ટ ઘટી 23694 બંધ થયો છે. ઉલ્લેખનિય છે કે, 1 ડિસેમ્બરે સેન્સેક્સ નિફ્ટી ઓલટાઇમ હાઇ થયા બાદ સતત ઘટી રહ્યા છે.

Advertisment

શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 85,641 લેવલ થી 300 પોઇન્ટથી ઘટીને 85,325 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 85430 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,175 લેવલથી નીચા ગેપમાં આજે 26,087 ખુલ્યો હતો.

IIP ગ્રોથ 14 મહિનાના તળિયે

ઔદ્યોગિક ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે. ઓક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP) 4 ટકાથી ઘટીને 0.4 ટકા થયો છે, જે છેલ્લા 14 મહિનાનો સૌથી નીચો ઉત્પાદન વૃદ્ધિ દર છે. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, ઇલેક્ટ્રિસિટી સહિત તમામ ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટવાથી ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટ્યો છે.

ડ્રોન બનાવતી કંપનીના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાનો કડાકો, સેબીના પ્રતિબંધની અસર

Advertisment

ડ્રોણાચાર્ય એરિયલ ઇનોવેન્શન્સ કંપનીના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાનો જબરદસ્ત કડાકો બોલાયો હતો. બજાર નિયામક સેબીએ કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ આઈપીઓ દ્વારા એક્ત્ર કરાયેલા ભંડોળના સંભવિત દુરુપયોગ અને અન્ય કેસ અંગે એક આદેશ જારી કર્યો છે. સેબીની કડક કાર્યવાહી કંપનીનો શેર સોમવારે 20 ટકા તૂટી 45.38 રૂપિયા બંધ થયો હતો. તો મંગળવારે પણ આ શેરમાં 20 ટકાની લોઅર સર્કિટ લાગી હતી. ડ્રોણાચાર્ય એરિયલ ઇનોવેન્શન્સ શેર 20 ટકા ઘટી 36.31 રૂપિયા ખુલ્યો હતો.

  • Dec 02, 2025 16:03 IST

    શેરબજારના રોકાણકારોને 2 લાખ કરોડનું નુકસાન

    શેરબજારમાં ઘટાડાથી રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મંગળવારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કૂલ માર્કેટ વેલ્યૂએશન 472.51 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જ્યારે સોમવારે માર્કેટકેપ 474.49 લાખ કરોડ રૂપિયા હતી. બીએસઇ પર 1586 શેર વધીને જ્યારે 2562 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.



  • Dec 02, 2025 16:01 IST

    સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લુઝર શેર

    શેરબજારમાં મંદીથી સેન્સેક્સના 30 માંથી 21 બ્લુચીપ શેર ઘટ્યા હતા. જેમા સૌથી વધુ ઘટેલા ટોપના 5 શેરમાં એક્સિસ બેંક 1.3 ટકા, એચડીએફસી બેંક, રિલાયન્સ અને આઈસીઆઈસી બેંક સવા 1 ટકા અને બીઇએલ 1 ટકા ઘટ્યા હતા. તો ટોપ 5 ગેઇનર શેરમાં એશિયન પેઇન્ટ 3.1 ટકા, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, એચયુએલ અને બજાજ ફાઈનાન્સ શેર અડધાથી 1 ટકા સુધર્યા હતા.



  • Dec 02, 2025 15:59 IST

    સેન્સેક્સમાં 503 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 143 પોઇન્ટ ઘટ્યો

    શેરબજારમાં ઉંચા લેવલ પર વેચવાલી અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સતત બીજા દિવસે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. સેન્સેક્સ 503 પોઇન્ટ ઘટી 85,138 બંધ થયો છે. ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રેન્જ 85,553 થી 85,053 હતી. જો શેરબજાર 84000 લેવલથી નીચે જાય તો મંદી આગળ વધી શકે છે. તો એનએસઇ નિફ્ટી 144 પોઇન્ટ ઘટી 23694 બંધ થયો છે. ઉલ્લેખનિય છે કે, 1 ડિસેમ્બરે સેન્સેક્સ નિફ્ટી ઓલટાઇમ હાઇ થયા બાદ સતત ઘટી રહ્યા છે.



  • Dec 02, 2025 15:57 IST

    Vivo X300 Pro Launch : 200MP કેમેરા વાળા વીવોના બે 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણો

    Vivo X300 and X300 Pro Launch Today: વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રો સ્માર્ટફોન 200 એમપી કેમેરા, પાવરફુલ ચિપસેટ અને બેટરી તેમજ શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ વીવો 5G સ્માર્ટફોન 4 કેમેરાથી સજ્જ છે. ...સંપૂર્ણ વાંચો



  • Dec 02, 2025 13:36 IST

    Anil Ambani : અનિલ અંબાણીના લોન એકાઉન્ટને SBI એ ફ્રોડ તરીકે વર્ગીકૃત કર્યા, હવે બેંક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપિલ, જાણો શું છે મામલો

    Anil Ambani Bank Fraud Case : અનિલ અંબાણીએ પોતાના અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સના અંગત ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવાના એસબીઆઈના નિર્ણયને યથાવત રાખતા બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ...બધું જ વાંચો



  • Dec 02, 2025 12:20 IST

    ડોલર સામે રૂપિયો 89.85 રેકોર્ડ તળિયે

    ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો 32 પૈસા ઘટીને 89.85 રેકોર્ડ લો થયો હતો. ભારતીય રૂપિયાનો આ સૌથી નીચો એક્સચેન્જ રેટ છે. શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને ક્રૂડ ઓઇલમાં તેજીના કારણે રૂપિયા પર દબણ આવ્યું છે. મંગળવાર ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ રેટ ડોલર સામે રૂપિયો 89.70 ખુલ્યો હતો અને ત્યાર બાદ 32 પૈસા ઘટીને 89.85 ઓલટાઇમ લો થયો હતો. સોમવારે ડોલર સામે રૂપિયો 89.53 બંધ થયો હતો.



  • Dec 02, 2025 12:16 IST

    સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 120 પોઇન્ટ તૂટ્યો

    ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે જતા શેરબજારમાં કડાકો બોલાયો છે. સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તૂટ્યો છે અને 85200 નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી 120 પોઇન્ટ ઘટી 26050 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે.



  • Dec 02, 2025 11:35 IST

    Meesho IPO : મીશો આઈપીઓ ખુલવાની પહેલા GMP 30 ટકા વધ્યો, ઇશ્યૂ પ્રાઇસથી લઇ શેર લિસ્ટિંગ સુધી તમામ વિગત જાણો

    Meesho IPO, GMP, Share Price Full Details : ઇ કોમર્સ મીશો આઈપીઓ 5 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ ખુલવાની પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ વધ્યું છે. મીશો આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની પહેલા કંપનીના જોખમી પરિબળો પણ જાણી લેવા જરૂરી છે. ...વધુ માહિતી



  • Dec 02, 2025 09:41 IST

    IIP ગ્રોથ 14 મહિનાના તળિયે

    ઔદ્યોગિક ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે. ઓક્ટોબર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન આંક (IIP) 4 ટકાથી ઘટીને 0.4 ટકા થયો છે, જે છેલ્લા 14 મહિનાનો સૌથી નીચો ઉત્પાદન વૃદ્ધિ દર છે. મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ, ઇલેક્ટ્રિસિટી સહિત તમામ ક્ષેત્રોમાં ઉત્પાદન ઘટવાથી ઔદ્યોગિક ઉત્પાદન આંક ઘટ્યો છે.



  • Dec 02, 2025 09:41 IST

    ડ્રોન કંપનીના શેરમાં સતત બીજા દિવસે 20 ટકાનો કડાકો, સેબીના પ્રતિબંધની અસર

    ડ્રોણાચાર્ય એરિયલ ઇનોવેન્શન્સ કંપનીના શેરમાં સોમવારે 20 ટકાનો જબરદસ્ત કડાકો બોલાયો હતો. બજાર નિયામક સેબીએ કંપની અને તેના પ્રમોટર વિરુદ્ધ આઈપીઓ દ્વારા એક્ત્ર કરાયેલા ભંડોળના સંભવિત દુરુપયોગ અને અન્ય કેસ અંગે એક આદેશ જારી કર્યો છે. સેબીની કડક કાર્યવાહી કંપનીનો શેર સોમવારે 20 ટકા તૂટી 45.38 રૂપિયા બંધ થયો હતો.



  • Dec 02, 2025 09:41 IST

    સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને ખુલ્યો, નિફ્ટી નરમ

    શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 85,641 લેવલ થી 300 પોઇન્ટથી ઘટીને 85,325 ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટના ઘટાડે 85430 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,175 લેવલથી નીચા ગેપમાં આજે 26,087 ખુલ્યો હતો.



બિઝનેસ Investment શેર બજાર