/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/share-market-gold-silver.jpg)
શેરબજાર સેન્સેક્સ - નિફ્ટી અને સોનું - ચાંદીમાં વળતર પર એક નજર કરીયે.
Return on Stock Market vs Gold Silver : શેરબજારની સાથોસાથ સોના ચાંદી બજાર પણ હાલમાં તેજીમાં છે. સેન્સેક્સ અને નિફ્ટી પણ ઓલ ટાઇમ હાઇ લેવલ પર છે. સોનું અને ચાંદી પણ સર્વોચ્ચ ભાવ પર છે. આ સંજોગામાં રોકાણકારોને મળેલા રિટર્નની વાત કરીએ તો ચાંદી સૌથી આગળ છે. એપ્રિલ મહિનાના પ્રથમ 10 દિવસની વાત કરીએ તો શેર માર્કેટ અને સોના કરતાં ચાંદીના રોકાણમાં વધુ નફો મળ્યો છે.
શેરબજાર સેન્સેક્સ પહેલીવાર 75000 ઉપર બંધ રહેવામાં સફળ થયુ છે. આ સાથે જ સ્ટોક માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઐતિહાસિક સિમાચિહ્ન બનાવ્યા છે. શેરબજારમાં શરૂઆતથી પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેતા સેન્સેક્સમાં 400 પોઇન્ટથી વધુ ઇન્ટ્રા-ડે ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સની સાથે સાથે એનએસઇ નિફ્ટી બેન્ચમાર્ક પણ 227750ની સપાટીને સ્પર્શ્યો હતો. આમ એકંદરે સાર્વત્રિક સુધારાની ચાલમાં એક જ દિવસમાં શેરબજારમાં રોકાણકારોને 2. લાખ કરોડની કમાણી થઇ હતી.
સેન્સેક્સ 75000 ઉપર બંધ, નિફ્ટી ઐતિહાસિક ટોચે
સેન્સેક્સ 9 એપ્રિલે 75000ની સપાટીને સ્પર્શ્યો હતો જો કે ઉંચા મથાળે વેચવાલી આ ઐતિહાસિક લેવલની નીચે બંધ થયો હતો. સેન્સેક્સ 74683ના પાછલા બંધ સામે 10 એપ્રિલે ઉંચા ગેપમાં 74953 ખૂલ્યો અને ઉછળીને 75105 સુધી ગયો હતો. શેરબજારના કામકાજના અંતે સેન્સેક્સ 354 પોઇન્ટના ઉછાળે 75038 બંધ થયો હતો. આમ બીએસઇ સેન્સેક્સ ઇતિહાસમાં પહેલીવાર 75000 લેવલની ઉપર બંધ રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 22775 ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે 111 પોઇન્ટના જમ્પમાં 22753 બંધ થયો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/share-market-bull-run.jpg)
સેન્સેક્સના ટોપ 5 ગેઇનર્સ અને લૂઝર્સ
શેરબજાર સેન્સેક્સના 30માંથી 21 બ્લુચીપ શેર વધ્યા હતા. જેમા આઈટીસી, કોટક બેંક, ભારતી એરટેલ, એસબીઆઈ, એશિયન પેઇન્ટસ ટોપ 5 ગેઇનર્સ સ્ટોક બન્યા હતા. જે 1.3 ટકાથી અઢી ટકા વધ્યા હતા. તો ટોપ 5 લૂઝર્સમાં મારૂતિ સુઝુકી, એચડીએફસી બેંક, એલએન્ડટી, મહિન્દ્ર મહિન્દ્રા અને ટાટા સ્ટીલ અડધાથી 1.7 ટકા તૂટ્યા હતા.
શેરબજારના રોકાણકોરને 2.24 લાખ કરોડની કમાણી
સેન્સેક્સ ઐતિહાસિક ટોચે પહોંચતા શેરબજારના રોકાણકારોને પણ એક જ દિવસમાં 2.24 લાખ કરોડની કમાણી થઇ છે. 10 એપ્રિલના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 402.19 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે તેના આગલા દિવસે 399.95 લાખ કરોડ રૂપિયા હતી.
સોના અને ચાંદીના શું છે હાલ?
શેરબજારની સાથે સાથે સોનું ચાંદી ના ભાવ પણ દરરોજ નવી ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યા છે. અલબત્ત આજે એકંદરે સોનું ચાંદી સ્થિર હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનું 74200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 82000 રૂપિયા પ્રતિ 1 કિલો સ્થિર હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Gold-Bars-Coins.jpg)
10 દિવસમાં શેરબજાર અને સોનું - ચાંદી શેમાં કેટલું રિટર્ન મળ્યું
| વિગત | 31/3/2024 | 10/4/2024 | વધારો | વળતર |
|---|---|---|---|---|
| સેન્સેક્સ | 73651 | 75038 | + 1387 | + 2 ટકા |
| નિફ્ટી | 22327 | 22753 | + 426 | + 2 ટકા |
| સોનું | ₹ 70500 | ₹ 74200 | + 3700 | +5.2 ટકા |
| ચાંદી | ₹ 76000 | ₹ 82000 | + 6000 | +7.9 ટકા |
| BSE માર્કેટકેપ (₹ લાખ કરોડ) | 386.97 | 402.19 | +15.22 | -- |
આ પણ વાંચો | બચત ખાતા જેવી યોજના પણ વળતર બેંક એફડી જેવું, જાણો લિક્વિડ ફંડમાં રોકાણ કરવાના ફાયદા
એપ્રિલ મહિનામાં શેરબજાર સેન્સેક્સ - નિફ્ટી અને સોનું ચાંદી બંને એક સાથે ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. તો ચાલો એપ્રિલ મહિનાના 10 દિવસમાં સેન્સેક્સ - નિફ્ટી અને સોનું - ચાંદીના રિટર્ન પર એક નજર કરીયે. ઉપરોક્ત કોષ્ટક અનુસાર છેલ્લા 10 દિવસમાં શેરબજાર અને સોનું કરતા ચાંદીમાં રોકાણકારોને વધારે રિટર્ન મળ્યું છે. એપ્રિલના પ્રથમ 10 દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકા અને સોનામાં 5.2 ટકા રિટર્ન મળ્યું. તો સમયગાળા દરમિયાન રોકાણ પર વળતરની દ્રષ્ટિએ ચાંદીમાં સૌથી વધુ 7.1 ટકા રિટર્ન મળ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us