Share Market Today News Highlight : શેરબજારમાં સાંકડી વધઘટે પોઝિટિવ ટ્રેન્ડ જળવાઇ રહેતા સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે વધીને બંધ થયા છે. બુધવારે સેન્સેક્સ 313 પોઇન્ટ વધી 82694 પોઇન્ટ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 82741 સુધી વધ્યો હતો. એનએસઇ નિફ્ટી 91 પોઇન્ટ વધી 25330 બંધ થયો હતો. આજે બેંક, આઈટી શેર વધ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં સૌથી વધુ કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 676 પોઇન્ટ અને બેંકેક્સ ઇન્ડેક્સ 465 પોઇન્ટ વધ્યા હતા. સ્મોલકેપ ઇન્ડેક્સ 276 પોઇન્ટ અને મિડકેપ 86 પોઇન્ટ વધીને બંધ થયા હતા.
સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક શેરબજારોના મિશ્ર સંકેત વચ્ચે બુધવારે સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 82380 સામે આજે 126 પોઇન્ટ વધીને 82506 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 300 પોઇન્ટ જેટલો વધી 82690 સુધી પહોંચ્યો હતો. એનએસઇ નિફ્ટી ઉંચા ગેપમાં 25,276 ખુલ્યો હતો.
US ફેડ પોલિસી પહેલા સોનામાં તેજી, ક્રૂડ ઓઇલ સ્થિર
યુએસ ફેડ રિઝર્વની બોલિસી મિટિંગની સમીક્ષા આજે રાત્રે જાહેર થશે. ફેડ મિટિંગની ઘોષણા પહેલા સોનામાં તેજી યથાવત રહી છે અને ભાવ 3700 ડોલરની ટોચ નજીક બોલાઇ રહ્યા છે. જો કે બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ 1 સેન્ટ ઘટી 68.46 ડોલર પ્રતિ બેરલ બોલાય છે. તો યુએસ ક્રૂડ વાયદો 1 સેન્ટ ઘટી 64.51 ડોલર બોલાયો છે. યુએસ ફેડ વ્યાજદર ઘટાડે તેવી વ્યાપક આપેક્ષા છે.





