Share Market Today News Highlight : શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે આગેકૂચ યથાવત રહેતા સેન્સેક્સ 82000 લેવલ પર બંધ થયો હતો. ગુરુવારે સેન્સેક્સ 143 પોઇન્ટ વધી 82000 બંધ થયો છે. તો નિફ્ટી 33 પોઇન્ટ સુધી 25083 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સન ટ્રેન્ડ રેન્જ 81,921 થી 82,231 હતી. બોર્ડર માર્કેટમાં વેચવાલીનું દબાણ રહેતા મિડકેપ 56 પોઇન્ટ ઘટ્યો હતો જ્યારે સ્મોલકેપ ફ્લેટ બંધ થયો હતો.
શેરબજારનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહેતા ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 362 પોઇન્ટ ઉછળી 82220 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 91 પોઇન્ટ વધીને 25,142 ખુલ્યો હતો. આજે નિફ્ટીની વિકલી એક્સપાયરી હોવાથી માર્કેટ વોલેટાઇલ રહી શકે છે.
એશિયન શેરબજારમાં મિશ્ર વલણ
ગુરુવારે એશિયન શેરબજારોમાં મિશ્ર વલણ હતું. જાપાનીઝ શેરબજાર નિક્કેઇ 225 ઇન્ડેક્સ 250 પોઇન્ટ ઘટાડે ટ્રેડ કરી રહ્યો છે. તો હોંગકોંગ, ઇન્ડોનેશિયાના માર્કેટ પણ નરમ છે. ગિફ્ટ નિફ્ટી, સિંગાપુર માર્કેટ અને તાઇવાનનું શેરબજાર પોઝિટિવ હતા.