Share Market Today News Highlight : શેરબજાર સતત નવામાં દિવસની તેજી સાથે સેન્સેક્સ નિફ્ટી મહત્વપૂર્ણ સપાટી ઉપર બંધ થયા છે. સેન્સેક્સ 356 પોઇન્ટ વધી 81904 બંધ થયો છે. તો નિફ્ટી 108 પોઇન્ટ વધી 25114 બંધ થયો છે. ઇન્ટ્રા ડે સેશનમાં સેન્સેક્સ 81992 સુધી વધ્યો હતો. બીએસઇ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ સૌથી વધુ 1200 પોઇન્ટ ઉછળ્યો હતો. ઓટો ઇન્ડેક્સ 246 પોઇન્ટ અને મેટલ ઇન્ડેક્સ 258 પોઇન્ટ વધ્યા હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને બાદ કરતા તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ વધ્યા હતા.
શેરબજારમાં સતત આઠમાં દિવસે પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 81548 સામે 210 પોઇન્ટ વધી શુક્રવારે 81758 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ ઉપરમાં 81836 સુધી વધ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટની મજબૂતીમાં 25074 ખુલ્યો હતો. આઈટી, ઓટો અને બેંક શેરમાં તેજીનો ટ્રેન્ડ દેખાય છે.
ઇન્ફોસિસ 19 ટકા ઉંચા ભાવ બાયબેક કરશે, શેર વધ્યો
ઇન્ફોસિસ કંપનીએ શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. બાયબેકની ઘોષણાથી ઇન્ફોસિસનો શેર ભાવ દોઢ ટકા વધીને 1531 રૂપિયા બોલાતો હતો. કંપનીએ 19 ટકા પ્રીમિયમે 1800 રૂપિયાના ભાવ શેર બાયબેક કરવાની ઘોષણા કરી છે. શેર બાયબેક માટે કંપની 18000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ઇન્ફોસિસ ટ્રેન્ડર રૂટ હેઠળ 10 કરોડ શેર પરત ખરીદશે. કંપનીના ઇતિહાસનું આ સૌથી મોટું શેર બાયબેક છે.
આજે સેબીની બેઠક, મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે
આજે શેરબજાર નિયામક સેબીની બેઠક યોજાવાની છે. સેબીની બેઠકમાં શેરબજાર અને આઈપીઓ સંબંધિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઇ શકે છે. મોટા આઈપીઓમાં ઓછી હિસ્સેદારી વેચવા પર છુટછાટ આપવા વિચારણા થઇ શકે છે.





