Share Market Today News Highlight : શેરબજાર મંગળવારે 2 સપ્તાહની ઉંચી સપાટી પર બંધ થયું છે. મંગળવારે સેન્સેક્સ 314 પોઇન્ટ વધી 81101 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 95 પોઇન્ટ વધી 24868 બંધ થયો છે. આઈટી શેરમાં તેજીથી શેરબજાર સતત બીજા દિવસે વધ્યું છે. મંગળવારે સેન્સેક્સની તેજીમાં આઈટી શેરનું સૌથી વધુ યોગદાન હતું. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 945 પોઇન્ટ અને બીએસઇ આઈટી ઇન્ડેક્સ 931 પોઇન્ટ ઉછળ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટી મંગળવારે મોટા ઉછાળે ખુલ્યા છે. સેન્સેકસ પાછલા બંધ 80787 બંધ લેવલથી 342 પોઇન્ટ ઉછળી મંગળવારે 81129 ખુલ્યો હતો. એનએસઇ નિફ્ટી 91 પોઇન્ટ ઉછળી 24864 ખુલ્યો હતો. નીચા મથાળેથી આઈટી શેરમાં તેજીથી માર્કેટ વધ્યું છે. ઓટો અને બેંક શેરમાં તેજી યથાવત રહી છે.
ઇન્ફોસિસ 4 ટકા ઉછળ્યો, IT શેરમાં રિકવરી
શેરબજારમાં મંગળવારે આઈટી શેરમાં રિકવરીથી માર્કેટને સપોર્ટ મળ્યો છે. માર્કેટના ઓપનિંગ સેશનમાં ઇન્ફોસિસ 4 ટકા, ટેક મહિન્દ્રા 2 ટકા, એચસીએલ ટેક, ટીસીએસના શેર 1 થી 2 ટકા સુધી વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 560 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.
ફ્રાન્સમાં રાજકીય સંકટ
ફ્રાંસમાં રાજકીય અનિશ્ચિતા સર્જાય છે. ફ્રાંસમાં વડાપ્રધાન ફ્રાંસ્વા બાયરો વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ હારવાની આશંકા વધી ગઇ છે. ફ્રાંસ્વા બાયરો વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે. સંસદમાં વિશ્વાસ મત હાર્યા બાદ રાજીનામું આપી શકે છે. છેલ્લા 12 મહિનામાં બીજી વાર ફ્રાંસમાં સરકાર પડી ભાંગશે. બાયરુને 364 મત માંથી 194 મતો મળ્યા છે.