Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

Share Market News: સેન્સેક્સ નિફટી સપાટ બંધ, KSH ઈન્ટરનેશનલ શેર લિસ્ટિંગ નિરાશાજનક

Share Market Today News In Gujarati : શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ થયા છે. KSH ઈન્ટરનેશનલ આઈપીઓ શેર લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે.

Written byAjay Saroya

Share Market Today News In Gujarati : શેરબજારમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ થયા છે. KSH ઈન્ટરનેશનલ આઈપીઓ શેર લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું છે.

author-image
Ajay Saroya
23 Dec 2025 16:05 IST

Follow Us

New Update
Share Market Crash: શેરબજાર ઘટવાના 5 કારણ, 6 દિવસમાં સેન્સેક્સ 3100 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોને 25 લાખ કરોડનું નુકસાન

Share Market : શેરબજાર ઘટવાથી રોકાણકાર થયા છે. Photograph: (Freepik)

Share Market Today News In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સાંકડી વધઘટ બાદ ગુરુવારે સપાટ બંધ થયા છે. સેન્સેક્સ 42 પોઇન્ટ ઘટી 85524 અને નિફ્ટી 5 પોઇન્ટ ઘટી 25177 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 85,704 થી 85,342 હતી. આજે આઈટી શેરમાં વેચવાલીથી નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 314 પોઇન્ ઘટ્યો હતો. 

Advertisment

શેરબજાર સૂચકાંક મંગળવાર 23 ડિસેમ્બરે સકારાત્મક ખુલ્યા હતા. જો કે આઈટી અને કેપિટલ ગુડ્સ શેરમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યું હતું. સેન્સેક્સ 113 પોઇન્ટ વધી 85690 ખુલ્યો છે. ત્યારબાદ પ્રોફિટ બુકિંગના દબાણથી સેન્સેક્સ 120 પોઇન્ટ ઘટી 85450 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યું હતું. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 26,172 લેવલ થી ઉંચા ગેપમાં 26,205 ખુલ્યો હતો. મંગળવારે ડોલર સામે રૂપિયો 89.64 ખુલ્યો હતો. સોમવારે યુએસ કરન્સી સામે ભારતીય રૂપિયો 89.65 બંધ થયો હતો. 

મિડકેપ અને સ્મોલકેપ મજબૂત

વોલેટાઇલ માર્કેટમાં પણ મિડકેપ અને સ્મોલકેપ મક્કમ રહેતા અનુક્રમે 31 પોઇન્ટ અને 195 પોઇન્ટ સુધર્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં બીએસઇ આઈટી ઇન્ડેક્સ 270 પોઇન્ટ, હેલ્થકેર 97 પોઇન્ટ. બેંકેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ નરમ હતા. બીએસઇ માર્કેટકેપ 475.62 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

KSH International Share Price Listing : KSH ઈન્ટરનેશનલ શેર લિસ્ટિંગ નિરાશાજનક

Advertisment

કેએસએચ ઈન્ટરનેશનલ શેર લિસ્ટિંગ નિરાશાજનક રહ્યુ છે. બીએસઇ પર KSH ઈન્ટરનેશનલ શેર લિસ્ટિંગ 370 રૂપિયાના ભાવે થયું છે, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 384 રૂપિયાના ભાવથી 4 ટકા નીચો ભાવ છે. શેરનો લિસ્ટિંગ ભાવ જ આજે સેશનનો સૌથી ઉંચો ભાવ રહ્યો હતો. નબળાં લિસ્ટિંગ બાદ શેર ભાવ સતત ઘટીને 350 રૂપિયા થયો હતો. સેશનના અંતે બીએસઇ પર કેએસએચ ઈન્ટરનેશનલ શેર 19.15 રૂપિયા ઘટી 350.85 રૂપિયા બંધ થયો છે.

આ આઈપીઓ રોકાણકારોને લિસ્ટિંગ શેર ભાવથી 5.2 ટકા અને આઈપીઓ ઈશ્યુ પ્રાઇસથી 8.6 ટકા નુકસાન થયું છે. આઈપીઓને રોકાણકારો તરફથી નબલો પ્રતિસાદ મળતા કુલ IPO કદ 710 રૂપિયાથી ઘટાડી 645 કરોડ રૂપિયા કરવામાં આવ્યું હતું. આઈપીઓ માત્ર 87 ગણો ભરાયો હતો.  

અદાણી ગ્રૂપ 3 સિમેન્ટ કંપનીનું મર્જર કરશે

અદાણી ગ્રૂપ તેના સિમેન્ટ બિઝનેશને એક છત્ર હેઠળ લાવવા તૈયારી કરી રહી છે. આ માટે એસીસી લિમિટેડ અને ઓરિએન્ટ સિમેન્ટ કંપનીનું અંબુજા સિમેન્ટમાં મર્જર કરવામાં આવશે. 22 ડિસેમ્બર, 2025ના રોજ સ્ટોક એક્સેચન્જ ફાઇલિંગ અનુસાર, અંબુજા સિમેન્ટના બોર્ડે એસીસી અને ઓરિએન્ટ લિમિટેનું મર્જર કરવાની મંજૂરી આપી છે. ACC લિમિટેડ માટે "નિર્ધારિત તારીખ" 1 જાન્યુઆરી 2026 નક્કી કરવામાં આવી છે, જ્યારે ઓરિએન્ટ સિમેન્ટનું મર્જર 1 મે 2025 થી પાછલી અસરથી લાગુ માનવામાં આવશે.

બીએસઇ પર ઓરિએન્ટ સિમેન્ટનો શેર 4.2 ટકા વધી 170.7 રૂપિયા, અંબુજા સિમેન્ટ સવા ટકા વધી 546.75 રૂપિયા બંધ થયો હતો. તો એસીસી લિમિટેડનો શેર 1.4 ટકા ઘટી 1751.5 રૂપિયા બંધ થયો હતો.  

શેર બજાર બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!