Share Market Today News Live Update : શેરબજાર સતત ચોથા દિવસે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 136 પોઇન્ટ વધી 81926 અને નિફ્ટી 30 પોઇન્ટ સુધરી 25108 બંધ થયો છે. આરંભિક તેજીમાં સેન્સેક્સ 530 પોઇન્ટ જેટલો ઉછળી 82309 લેવલ સુધી પહોંચ્યો હતો. જો કે છેલ્લી ઘડીએ આઈટી અને બેંક શેરમાં વેચવાલીથી માર્કેટ ઘટ્યું અને માત્ર 136 પોઇન્ટના સુધારામાં સમેટાઇ ગયું હતું. શેરબજાર સતત ચોથા દિવસે વધવા છતાં માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી.
વૈશ્વિક બજારમાં સોનું 4000 ડોલર નજીક
અમેરિકામાં શટડાઉન બાદ હવે ફ્રાન્સમાં રાજકીય કટોકટીના પગલે સોનામાં જબરદસ્ત તેજી આવી છે. વૈશ્વિક બજારમાં સોનું ઉછળીને 3977 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. વૈશ્વિક બુલિયન બજારની તેજીથી ભારતમાં પણ સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. અમદાવાદમાં સોનું 1500 રૂપિયા વધીને 1 લાખ 24 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાયું હતું. તો ચાંદીની કિંમત 2000 રૂપિયા વધીને 1,52,000 રૂપિયાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી હતી.
આજે 7 કંપનીના શેર લિસ્ટિંગ થશે
આજે શેરબજારમાં 7 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા BSE, NSE પર ફેબટેક ટેકનોલોજીસ અને Glottis કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. તો આજે જ BSE SME પર દિલ્લોન ફ્રેઇટ કેરિયર, ઓમ મેટાલોજીક, સોઢાણી કેપિટલ અને NSE SME પર સુબા હોટેલ્સ, વિજયપીડી Ceutical કંપનીના શેર લિસ્ટેડ થવાના છે.
LG Electronics India IPO : એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા આઈપીઓ ખુલ્યો છે.
એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા કંપનીનો આઈપીઓ આજે ખુલ્યો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા કંપનીનો 11607.01 કરોડ રૂપિયાનો આઈપીઓ 7 થી 9 ઓક્ટોબર દરમિયાન રોકાણકારો સબ્સક્રાઇબ કરી શકે છે. ઇશ્યુ પ્રાઇસ 1080 – 1140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 13 ઇક્વિટી શેર છે. 14 ઓક્ટોબરે BSE, NSE પર 14 ઓક્ટોબરે શેર લિસ્ટિંગ થશે.