Share Market Today News Highlight : શેરબજારમાં નફાવસૂલીનું દબાણ રહેતા સતત બીજા દિવસે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 297 પોઇન્ટ ઘટી 82029 અને નિફ્ટી 82 પોઇન્ટ ઘટી 25145 બંધ થયો છે. સેન્સેક્સની ટ્રેડિંગ રેન્જ 82,573 થી 81,781 હતી. શેરબજારની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી અને રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
શેરબજાર મંગળવારે એકંદરે સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ પાછા બંધ 82327 લેવલ સામે આજે 82404 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં સેન્સેક્સ 250 પોઇન્ટ જેટલો ઉછળી 82573 સુધી ગયો હતો. નિફ્ટી 50 પોઇન્ટ વધી 25,277 ખુલ્યો હતો. આજે આઈટી શેર વધ્યા હતા. અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ઓછો થતા શેરબજારોએ રાહતનો શ્વાસ લીધો છે.
LG Electronics Share Listing : એલજી ઇલેક્ટ્રોનિક્સ શેર લિસ્ટિંગ
એલજી ઇલેક્ટ્રોનિક્સ કંપનીના આજે BSE, NSE પર શેર લિસ્ટેડ થવાના છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ કંપનીનો 11607.01 કરોડ રૂપિયાનો આઈપીઓ 7 થી 9 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખુલ્યો હતો. આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ 1080 – 1140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 13 ઇક્વિટી શેર હતી. આ આઈપીઓ 54.02 ગણો ભરાયો હતો.
ટાટા મોટર્સ ડિમર્જરની આજે રેકોર્ડ ડેટ
ટાટા મોટર્સ ડિમર્જરની રેકોર્ડ ડેટ, આજે 14 ઓક્ટોબર, 2025 છે. આ તારીખથી ટાટા મોટર્સના શેર એક્સ કોમર્શિયલ વ્હીકલ બિઝનેસમાં ટ્રેડ થશે. ટાટા મોટર્સ ડિમર્જર 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવ્યું છે. ટાટા મોટર્સના ડિમર્જર શેર એન્ટાઇટલમેન્ટ રેશિયો 1:1 છે. એટલે કે 2 રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા ટાટા મોટર્સના પ્રત્યેક 1 શેર પર શેરધારકોને TMLCVના 1 શેર મળશે. ટાટા મોટર્સ કંપનીએ ડિમર્જર માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા હેતુ 14 ઓક્ટોબર, 2025ની રેકોર્ડ ડેટ નક્કી હતી. એટલે કે, જે શેરધારકો પાસે આ તારીખ સુધીમાં ટાટા મોટર્સના શેર હશે તો ડિમર્જર હેઠળ ટાટા મોટર્સ લિમિટેડ કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ (TMLCV)ના શેર મેળવવા પાત્ર હશે.