Share Market Today News Update: સેન્સેક્સ નિફ્ટી સોમવારે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 677 પોઇન્ટ વધી 81796 અને નિફ્ટી 228 પોઇન્ટ વધી 24946 બંધ થયો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ 81865 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. આઈટી અને ટેક, ઓઇલ ગેસ, રિયલ્ટી સેક્ટરના શેરમાં તેજીથી શેરબજાર વધ્યું છે. મે મહિનામાં હોલસેલ ફુગાવાનો દર 14 મહિનાની નીચી સપાટીએ નોંધાતા માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યું છે.
સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા
સેન્સેક્સ પાછલા બંધ 81118 સામે નીચા ગેપમાં સોમવારે 81034 ખુલ્યો હતો. જો કે પસંદગીના બ્લુચીપ શેરમાં સુધારાથી માર્કેટ વધ્યું અને સેન્સેક્સ 250 પોઇન્ટ વધીને 81360 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યું હતું. સોમવારે એનએસઇ નિફ્ટી સાધારમ વધીને 24732 ખુલ્યો હતો, જ્યારે પાછલું બંધ લેવલ 24718 છે. હાલ નિફ્ટી 60 પોઇન્ટ વધીને 24800 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી એશિયન બજારોના મિશ્ર સંકેત વચ્ચે સોમવારે ફ્લેટ ખુલ્યા બાદ વધીને ટ્રેડ કરી રહ્યા છે. જો કે ઈઝરાયલ ઈરાન યુદ્ધથી વૈશ્વિક શેરબજારો પર દબાણ યથાવત્ છે. તેનાથી ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવમાં તેજી આવી છે. આર્થિક અનિશ્ચિતતાથી વિદેશી રોકાણકાર FII ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે.
ટાટા મોટર્સના શેરમાં 5 ટકાનો કડાકો
ટાટા મોટર્સના શેરમાં 5 ટકાનો કડાકો બોલાયો છે અને સેન્સેક્સનો ટોપ લૂઝર્સ સ્ટોક બન્યો છે. બીએસઇ પર ટાટા મોટર્સનો શેર 5 ટકા ઘટી 672 રૂપિયા થયો હતો. ટાટા મોટર્સની પેટાકંપની જગુઆર લેન્ડ રોવર દ્વારા ચાલુ વર્ષ માટેના નબળાં આઉટલૂકથી માર્કેટ સેન્ટિમન્ટ ખરડાયું છે. જેની અસરે રોકાણકારોએ ટાટા મોટર્સના શેરમાં વેચવાલી કરી હતી. JLRનો અનુમાન છે કે, FY25માં કંપનીનો EBIT એટલે કે અર્નિંગ માર્જિન 8.5 ટકા, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ FY26માં તે ઘટીને 5 થી 7 ટકાની વચ્ચે રહેવાનો અનુમાન છે.





