Share Market On Budget 2024 Highlights: બજેટ 2024 થી શેરબજાર નિરાશ, સેન્સેક્સ – નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ

Share Market Sensex Nifty On Budget 2024 Highlights: બજેટ 2024 થી શેરબજારના રોકાણકારો નિરાશ થયા છે. બજેટમાં STCG, LTCG અને STT વધારવાની ઘોષણા કરવામાં આવી છે. પરિણામ સતત ત્રીજા દિવસે ઘટીને સેન્સેક્સ - નિફ્ટી સપોર્ટ લેવલની નીચે બંધ થયા છે.

Written by Ajay Saroya
Updated : July 23, 2024 16:10 IST
Share Market On Budget 2024 Highlights: બજેટ 2024 થી શેરબજાર નિરાશ, સેન્સેક્સ – નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ
Share Market On Budget 2024 Live: શેરબજારના રોકાણકારો બજેટ 2024માં LTCG Tax, STCG Tax અને STT ટેક્સમાં ઘટાડો થવાની અપેક્ષા રાખી રહ્યા છે.

Share Market Sensex Nifty On Budget 2024 Highlights Updates: યુનિયન બજેટ 2024 થી શેરબજારના રોકાણકાર અને ટ્રેડર્સને ઘણી અપેક્ષા અપેક્ષા છે. શેરબજારના ટ્રેડર્સ સ્ટોક અને કોમોડિટી ટ્રેડિંગ પર વસૂલવામાં આવતા STT જેવા ટેક્સ ઘટાડવાની માંગણી કરી રહ્યા છે. ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટે તેવી અપેક્ષા રાખે છે. સામાન્ય રીતે બજેટ દિવસે શેરબજારમાં મોટી વધઘટ થતી રહે છે. અહીં વાંચો બજેટ 2024ના દિવસે શેરબજારની પળે પળેની અપડેટ

વિવિધ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ મર્યાદામાં છુટછાટથી સ્થાનિક ઉદ્યોગને ફાયદો થઇ શકે છે. બજેટની દરેક ઘોષણા પર રોકાણકારોની બાજનજર છે. નોંધનિય છે કે, બજેટ પહેલાના બે દિવસ શેરબજાર નરમ રહ્યું છે.

જો આપણે છેલ્લા 10 વર્ષના સ્ટોક માર્કેટના ટ્રેંડ પર નજર કરીએ તો પ્રી બજેટ મહિનામાં બજાર પર થોડું દબાણ જોવા મળ્યું છે. પરંતુ બજેટ બાદ બુલ અને બિયરનો રેશિયો 50:50 રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સ લગભગ 3160 પોઈન્ટ અથવા 4 ટકા મજબૂત થયો છે. તો એનએસઇ નિફ્ટી પણ 970 પોઇન્ટ અથવા 4.15 ટકા મજબૂત થયો છે.

Live Updates

બજેટ 2024 થી શેરબજાર નિરાશ, સેન્સેક્સ - નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને બંધ

બજેટ 2024 દિવસે શેરબજાર ઘટાડે બંધ થયું છે. બજેટ 2024માં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તેમજ એસટીટી વધારવામાં આવતા શેરબજારના રોકાણકારો નિરાશ થયા છે. પરિણામ શેરબજાર સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા દિવસે ઘટીને મુખ્ય સપોર્ટ લેવલ નીચે બંધ થયા છે.

શેરબજાર સેન્સેક્સ 80502ના પાછલા બંધ સામે બજેટ 2024ના દિવસે 80724 ખૂલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ ઉપરમાં 80766 સુધી ગયા હતો. જો કે નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024 ભાષણ શરૂ થયા બાદ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરાડતા સેન્સેક્સ – નિફ્ટી તૂટ્યા હતા. સેન્સેક્સમાં 80766ની ઈન્ટ્રા-ડે ટોચથી 1542 પોઇન્ટનો કડાકો બોલાયો અને 79224 તળિયે ઉતરી ગયો હતો. જો કે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં સ્ટોક માર્કેટ નીચા સ્થળેથી રિકવર થયું હતું પણ છેવટે રેડ ઝોનમાં જ બંધ થયુ હતુ. સેન્સેક્સ 73 પોઇન્ટ ઘટી 80429 બંધ થયો છે. તો નિફ્ટી ટ્રેડિંગ સેશન દરમિયાન ઉપરમાં 24582 અને નીચામાં 24074 થઇ કામકાજના અંતે 30 પોઇન્ટ ઘટી 24479 બંધ થયા છે.

સેન્સેક્સના 30માંથી 17 બ્લુચીપ સ્ટોક ઘટીને બંધ થયા છે. બજેટના દિવસે શેરબજારની માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઇના 1741 શેર વધીને જ્યારે 2158 શેર ઘટીને બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કૂલ માર્કેટકેપ 446.43 લાખ કરોડ રૂપિયા થઇ હતી.

શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ - નિફ્ટી ગ્રીન ઝોનમાં

બજેટ 2024માં એસટીસીજી અને એલટીસીજી ટેક્સ વધારવાની ઘોષણા બાદ શેરબજારમાં 1200 પોઇન્ટથી વધુ ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો. જેમા સેન્સેક્સ 79300 નીચે અને નિફ્ટી 24074 ઇન્ટ્રા-ડે બોટમ થયા હતા. જો કે શેરબજારના કામકાજના અંતે બંને સૂચકાંકમાં સારી રિકવરી જોવા મળી અને સેન્સેક્સ- નિફ્ટી ગ્રીન પોઝિટન આવ ગયા હતા.

બજેટ 2024માં STCG અને LTCG ટેક્સ વધતા શેરબજારમાં કડાકો

બજેટ 2024 થી શેરબજાર નિરાશ થયું છે. નિર્મલા સીતારમણે બજેટ 2024માં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધારતા શેરબજારના રોકાણકારો નિરાશ થયા છે.

નિર્મલા સીતારમણે બજેટ 2024 ભાષણમાં STCG ટેક્સ વધારીને 20 ટકા અને LTCG ટેક્સ 12.5 ટકા કર્યા છે. જ્યારે શેરબજારના રોકાણકારો બજેટ 2024માં એસટીસીજી અને એલટીસીજી ટેક્સ તેમજ એસટીટી ઘટવાની અપેક્ષા રાખી રહ્યા હતા. બજેટ 2024માં કેપિટલ ગેઇન એક્ઝમ્પશન લિમિટેડ વધારીને 1.25 લાખ કરવામાં આવી છે.

બજેટ 2024થી શેરબજાર નિરાશ, સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 300 પોઇન્ટથી વધુ તૂટ્યા

બજેટ 2024થી શેરબજાર નિરાશ થયું છે. શેરબજારમાં ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સમાં 900 પોઇન્ટ અને નિફ્ટીમાં 300 પોઇન્ટથી વધુ કડાકો બોલાયો છે. સેન્સેક્સ 900 પોઇન્ટ તૂટી 80000 નીચે 79551 લેવલ પર ટ્રેડ થઇ રહ્યો છે.

શેરબજારમાં નરમાઇ વધી, સેન્સેક્સ 175 પોઇન્ટ ડાઉન

નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024 રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ 2024માં કોઇ ખાસ ઘોષણા ન થતા શેરબજાર નિરાશ થયું છે. શેરબજાર સૂચકાંક સેન્સેક્સ 175 પોઇન્ટ ઘટી 80327 ટ્રેડ થઇ રહ્યો છો. તો એનએસઇ નિફ્ટી 56 પોઇન્ટ ડાઉન છે.

સંસદમાં બજેટ ભાષણ શરૂ, શેરબજાર પોઝિટિવ ઝોનમાં

નિર્મલા સીતારમણ દ્વારા સંસંદમાં બજેટ 2024 રજૂ કરવામાં આવી રહ્યું છે. બજેટ 2024 ભાષણ શરૂ થવાની સાથે જે શેરબજાર નેગેટિવ માંથી પોઝિટિવ ઝોનમાં આવી રહ્યું છે. હાલ બીએસઇ સેન્સેક્સ 75 પોઇન્ટ સુધરી 80587 ટ્રેડ થઇ રહ્યો છે.

બજેટ પહેલા શેરબજાર નેગેટિવ, સેન્સેક્સ 125 પોઇન્ટ તૂટ્યો

બજેટ પહેલા શેરબજારમાં પોઝિટિવ ઝોનમાં સરી પડ્યું છે. પોઝિટિવ ઓપનિંગ બાદ શેરબજારમાં વોલેટાલિટી જોવા મળી રહી છે. સેન્સેક્સ 125 પોઇન્ટ ઘટી 80389 ટ્રેડ થઇ રહ્યો છે. તો નિફ્ટી 53 પોઇન્ટ ઘટી 24450 લેવલની આશપાસ ટ્રેડ થઇ રહ્યો છે.

સેન્સેક્સ 80500 અને નિફ્ટી 24500 ઉપર મક્કમ

બજેટના દિવસે શેરબજારમાં આગલા દિવસના તળિયેથી લગભગ 150 પોઇન્ટની રિકવરીના પગલે નિફ્ટી 50 ઈન્ડેક્સ 24500 અને 10 દિવસના ઇએમએ ઉપર ટકી રહેવામાં સફળ રહ્યું છે. માર્કેટ એક્સપર્ટ્સ બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી માટે 24500 અને સેન્સેક્સ માટે 80500 લેવલ મહત્વપૂર્ણ માને છે.

ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત ખૂલ્યો

બજેટ 2024ના દિવસે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો 2 પૈસા મજબૂત ખૂલ્યો છે. ડોલર સામે ભારતીય ચલણ 83.66 સામે 83.64 ખૂલ્યો છે.

બજેટ 2024 દિવસે શેરબજાર સુધારા સાથે ખૂલ્યા

બજેટ 2024 દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી સુધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 80502 સામે આજે 250 પોઇન્ટના સુધારા સાથે 80744 ટ્રેડ થઇ રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા 24509 બંધ સામે 70 પોઇન્ટ વધીને 24571 ટ્રેડ થઇ રહ્યો છે.

એશિયન શેરબજાર મિશ્ર ટ્રેન્ડસમાં ખૂલ્યા

એશિયન શેરબજારમાં મિશ્ર ટ્રેન્ડ્સમાં ખુલ્યા છે. જાપાન નેક્કઇ 77 પોઇન્ટ વધ્યો હતો. તો હોંગકોંગ 37 પોઇન્ટ અને સાઉથ કોરિયન માર્કેટ 51 પોઇન્ટ નરમ હતા.

નિર્મલા સીતારામન નાણા મંત્રાલય પહોંચ્યા

નિર્મલા સીતારામન બજેટ 2024 રજૂ કરવાના છે. બજેટ 2024 રજૂ કરવાની પહેલા નિર્મલા સીતારામન નાણા મંત્રાલય પહોંચ્યા છે.

શેરબજારના રોકાણકારોને LTCG, STCG અને STT ઘટવાની અપેક્ષા

શેરબજારના રોકાણકારોને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટે તેવી અપેક્ષા રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ