Share Market Live Update: શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 72500 ઉપર, નિફ્ટી 22000 નજીક

Sensex Nifty On Lok Sabha Election Result 2024 Live Update : લોકસભા ચૂંટણી પરિણામ 2024 દરમિયાન શેરબજારમાં બપોર બાદ રિકવરી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 6234 પોઇન્ટનો કડાકો બોલાયો અને 70234 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. નિફ્ટી 1300 પોઇન્ટના ઘટાડે 21963 લેવલ પર ટ્રેડ થઇ રહ્યો હતો.

Written by Ajay Saroya
Updated : June 04, 2024 21:03 IST
Share Market Live Update: શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 72500 ઉપર, નિફ્ટી 22000 નજીક
શેરબજારમાં કડાકો - પ્રતિકાત્મક તસ્વીર (Photo - Freepik)

Sensex Nifty On Lok Sabha Election Result 2024: શેરબજારના રોકાણકારોની લોકસભા ચૂંટણી પરિણામ 2024 પર બાજ નજર છે. એક્ઝિટ પોલ મુજબ લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાનીમાં એડીએ બહુમતી સાથે સરકાર બનાવી શકે છે તેવી ધારણા છે. આ આશાવાદે ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા શેરબજારે 2500 પોઇન્ટની 3 વર્ષની સૌથી મોટી છલાંગ લગાવી સાથે સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. તમને જણાવી દઇયે કે, ઈન્ડિયા VIX ઈન્ડેક્સ ઉંચો રહ્યો છે, જે માર્કેટમાં વોલેટિલિટી વધવાના સંકેત આપે છે.

શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 72500 ઉપર, નિફ્ટી 22000 નજીક

શેરબજારમાં બપોર બાદ રિકવરી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં ઇન્ટ્રા-ડે 6234 પોઇન્ટનો કડાકો બોલાયો અને 70234 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે બપોર બાદ નીચા મથાળે રિકવરી આવતા સેન્સેક્સ 72500 ઉપર અને નિફ્ટી 22000 નજીક ટ્રેડ થઇ રહ્યા છે. બપોરે 1.40 વાગે સેન્સેક્સ 3964 પોઇન્ટની નુકસાનીમાં 72510 અને નિફ્ટી 1300 પોઇન્ટના ઘટાડે 21963 લેવલ પર ટ્રેડ થઇ રહ્યો હતો.

સેન્સેક્સમાં 5000 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને 25 લાખ કરોડનું નુકસાન

લોકસભા ચૂંટણી પરિણામ 2024 દરમિયાન શેરબજારમાં મંદીની સુનામી આવી છે. સેન્સેક્સ 5000 પોઇન્ટ તૂટ્યો છે. જંગી વેચવાલી વચ્ચે સેન્સેક્સ 71000 નીચે ઉતરી ગયો છે. તો નિફ્ટીમાં 1600 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 21700 લેવલનું સપોર્ટ ગુમાવ્યું છે. 12 વાગે સુધીમાં બીએસઇની કુલ માર્કેટકેપ 386,36 લાખ કરોડ રૂપિયા હતી. શેરબજારમાં કડાકાથી રોકાણકારોની સંપત્તિમાં 25 લાખ કરોડથી વધુ ઘોવાણ થયું છે.

શેરબજારમાં હાહાકાર , સેન્સેક્સમાં 3700 પોઇન્ટ ધડામ, SBI 10 ટકા તૂટ્યો

શેરબજારમાં હાહાકાર મચ્યો છે. લોકસભા ચૂંટણી પરિણામ 2024 વચ્ચે શેરબજારમાં વેચવાલી રહી છે. સેન્સેક્સમાં 3700 પોઇન્ટનો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 72337 ઇન્ટ્રા-ડે લો થયો છે. તો નિફ્ટી 12263 પોઇન્ટ ખાબકી 22000 સુધી ગગડ્યો છે. સેન્સેક્સના ટોપ લૂઝર 3 સ્ટોકમાં એસબીઆઈ, એનટીપીસી અને પાવરગ્રીડ 10 ટકા તૂટ્યો છે.

શેરબજારમાં વેચવાલી વધી, સેન્સેક્સ 2800 પોઇન્ટ ખાબક્યો, નિફ્ટી પણ 1000 પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં વેચવાલી વધી રહી છે. સેન્સેક્સ 2809 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 73659 નીચી સપાટીને સ્પર્શ્યો છે. તો એનએસઇ નિફ્ટી 1000 પોઇન્ટ ખાબક્યો છે અને 22389 ઇન્ટ્રા-ડે લો થયો છે. ઇન્ડ્સઇન્ડ બેંક, લાર્સન, એસબીઆઈ, પાવરગ્રીડ અને એનટીપીસી શેર 4 થી 6 ટકા સુધી તૂટ્યા છે.

સેન્સેક્સમાં 1667 પોઇન્ટ અને નિફ્ટીમાં 500 પોઇન્ટનો કડાકો

શેરબજારમાં ખુલતાની સાથે જ મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ સામે 1,667 પોઇન્ટ તૂટીને 74800 નીચે ગયો હતો. તો નિફ્ટી પણ 500 પોઇન્ટ જેટલો તૂટીને 22725 નીચે ગયો હતો.

share market | stock market | share market on lok sabha election result 2024 | sensex nifty on lok sabha election result 2024 | sensex nifty | share market update today
Stock Market Update On Election Result: લોકસભા ચૂંટણી પરિણામ 2024 શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી અપડેટ.

શેરબજારની સુસ્ત શરૂઆત: સેન્સેક્સ વધીને જ્યારે નિફ્ટી ઘટાડે ખૂલ્યા

શેરબજારની લોકસભા ચૂંટણી પરિણામ 2024ના રોજ સુસ્ત શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ વધીને જ્યારે નિફ્ટી ઘટાડે ખૂલ્યા હતા.સેન્સેક્સ 76468 પાછલા બંધ સામે 4 જૂન, 2024ના રોજ 183 પોઇન્ટના સુધારે 76285 ખૂલ્યો હતો. તો બીજી બાજુ નિફ્ટી 23263 પાછલા બંધ સામે આજે ઘટી 23179 ખૂલ્યો હતો.

લોકસભા ચૂંટણી પરિણામ પૂર્વ શેરબજારમાં 3 વર્ષનો મોટો ઉછાળો

લોકસભા ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા શેરબજારમાં 3 વર્ષનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો નોંધાયો હતો. જેમા સેન્સેક્સ 2500 પોઇન્ટની છલાંગ લગાવી અને નિફ્ટી પણ 733 પોઇન્ટ ઉછળ્યો હતો. અદાણી ગ્રૂપ અને રિલાયન્સ ગ્રૂપના શેર વધ્યા હતા. તો બીજી બાજુ સોનુ ચાંદીમાં એકંદરે સુસ્ત માહોલ હતો.

Live Updates
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ