Share Market Today News Live Update : સેન્સેક્સ નિફ્ટી વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે સોમવારે સુધારા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 89 પોઇન્ટ વધીને 85320 ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 60 પોઇન્ટની મજબૂતીમાં 26,122 ખુલ્યો હતો. આઈટી શેરમાં તેજીથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 580 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે.
આઈટી શેરમાં તેજીથી નિફ્ટી IT ઇન્ડેક્સ 580 પોઇન્ટ ઉછળ્યો
આજે આઈટી શેરમાં તેજીથી નિફ્ટી IT ઇન્ડેક્સ 580 પોઇન્ટ ઉછળીને ઉંચા મથાળે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના બ્લુચીપ શેર ટેક મહિન્દ્રા 2.7 ટકા, ઇન્ફોસિસ 2.2 ટકા, એચસીએલ ટેક 1.5 ટકા, ટીસીએસ અડધા ટકા મજબૂત છે.





