Share Market Today News Highlight: શેરબજારમાં નીચા ભાવે સ્ટોકમાં ખરીદી નીકળતા સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 304 પોઇન્ટ વધી 80539 અને નિફ્ટી 132 પોઇન્ટ વધી 24619 બંધ થયો છે. ચલણી શેરોમાં નીચા ભાવે લેવાલી નીકળતા મિડકેપ 250 પોઇન્ટ અને સ્મોલકેપ 299 પોઇન્ટ વધ્યા હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં સૌથી વધુ હેલ્થકેર ઇન્ડેક્સ 772 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 672 પોઇન્ટ અને ઓટો ઇન્ડેક્સ 627 ઉછળ્યા હતા. ઓઇલ ગેસ અને FMCG ઇન્ડેક્સના સાધારણ ઘટાડાને બાદ કરતા તમામ ઇન્ડેક્સ વધ્યા હતા.
વૈશ્વિક શેરબજારોન તેજીના સપોર્ટથી ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી મોટા સુધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 250 પોઇન્ટ વધીને 80492 અને નિફ્ટી 100 પોઇન્ટની મજબૂતીમાં 24586 ખુલ્યો હતો. મંગળવારે સેન્સેક્સ ઘટીને 80235 અને નિફ્ટી 24487 બંધ થયો હતો. શેરબજારમાં સાર્વત્રિક માહોલ વચ્ચે મોટાભાગના ઇન્ડેક્સ વધ્યા હતા,જેમાં કેપિટલ ગુડ્સ ઇન્ડે્ક્સ સૌથી વધુ 575 પોઇન્ટ સુધી વધ્યો હતો.
Paytm શેર 5 ટકા ઉછળ્યો
પેટીએમ શેર 5 ટકાથી વધુ ઉછળ્યો છે. બુધવારે પેટીએમ શેર 5 ટકાથી વધુ ઉછળી 1186 રૂપિયા બોલાયો છે. આરબીઆઈ એ ફિનટેક પેટીએમ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડની સહાયક કંપની પેટીએમ પેમેન્ટ્સ સર્વિસિસ લિમિટેડ (PPSL) ને પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ ઓનલાઇન પેમેન્ટ એગ્રીગેટર તરીકે સંચાલનની ઇન પ્રિન્સિપલ મંજૂરી આપી છે. આ સાથે જ બેન્કિંગ રેગ્યુલેટરે મર્ચન્ટ ઓનબોર્ડિંગ પરનો પ્રતિબંધ પણ હટાવી લીધો છે. RBI તરફથી પેટીએમને મોટી રાહત આપતા શેર વધ્યો છે. નોંધનિય છે કે, નવેમ્બર 2022માં આરબીઆઈ એ PPSLનું પેમેન્ટ એગ્રીગેટર લાઇસન્સ અરજી નામંજૂરી કરી દીધી હતી.
NSDL શેર 6 ટકા તૂટ્યો
એનએસડીએલ શેર લિસ્ટિંગના 4 દિવસમાં 78 ટકા રિટર્ન આપ્યા બાદ જૂન ક્વાર્ટરના પરિણામ બાદ 6 ટકા સુધી તૂટ્યો છે. એનએસડીએલ શેર 6 ટકા તૂટી 1203 રૂપિયા થયો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 15 ટકા વધીને 89.63 કરોડ રૂપિયા થયો છે. તો આવક 7.5 ટકા ઘટીને 312 કરોડ રૂપિયા થઇ છે. જો કે EPS પ્રતિ શેર 4.48 રૂપિયા થઇ છે. કંપનીનો વાર્ષિક ખર્ચ 14 ટકા ઘટીને 228 કરોડ રૂપિયા થયો છે. નોંધનિય છે કે, એનસીડીએલનો શેર 880 રૂપિયાની આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ સામે 10 ટકાના પ્રીમિયમ 880 રૂપિયા ભાવે લિસ્ટેડ થયો હતો. ત્યાર બાદ સતત વધીને 11 ઓગસ્ટે શેર 1425 રૂપિયાન ટોચે પહોંચ્યો હતો.