/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/budget-2024-nirmala-sitharaman.jpg)
Budget 2024 : બજેટ 2024માં શેર ટ્રેડિંગ સંબંધિત વિવિધ કરવેરામાં રાહત મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. (Photo - igGujarati.com)
Share Marekt Sensex And Nifty Performed On Budget Day : બજેટ 2024 એ ઇન્ટરિમ બજેટ હશે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજૂ કરશે. આ વખતનું બજેટ એ વોટ ઓન એકાઉન્ટ છે, કારણ કે લોકસભા ચૂંટણી હોવાથી જૂન કે જુલાઇમાં ફરી બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ પર શેર બજારની બાજ નજર હોય છે, કારણ કે તેમાં થતી ઘોષણાની બજારમાં રિએક્શન જોવા મળે છે. ચાલો જાણીયે છેલ્લા 10 વર્ષમાં બજેટના દિવસે શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી કેટલા વધ્યા - ઘટ્યા
બજેટના દિવસે સેન્સેક્સનો દેખાવ (Share Marekt BSE Sensex Performed On Budget Day)
બજેટના દિવસે ભારતીય શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સમાં ઘણી વખત મોટી અફરા-તફરી જોવા મળી છે. જો છેલ્લા 10 વર્ષના બજેટ દિવસે સેન્સેક્સની વધ-ઘટ પર નજર કરીયે તો ફેબ્રુઆરી 2014ના ઇન્ટરિમ બજેટના દિવસે સેન્સેક્સમાં 0.48 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. તો 10 જુલાઇ 2014ના પૂર્ણ બજેટના દિવસે સેન્સેક્સમાં 0.28 ટકાનો ઘટાડો, 28 ફેબ્રુઆરી 2015ના રોજ 0.48 ટકાનો સુધારો, 1 ફેબ્રુઆરી 2016ના રોજ 0.18 ટકાનો ઘટાડો, 1 ફેબ્રુઆરી 2017ના રોજ 1.76 ટકાની વૃદ્ધિ, 1 ફેબ્રુઆરી 2018ના રોજ 0.16 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/share-market-bull-run.jpg)
તો 1 ફેબ્રુઆરી 2019ના ઇન્ટરિમ બજેટના દિવસે સેન્સેક્સમાં 0.59 ટકાનો સુધારો, 5 જુલાઈ 2019ના રોજ 0.99 ટકા ઘટાડો, 1 ફેબ્રુઆરી 2020ના રોજ 2.43 ટકાનો કડાકો નોંધાયો હતો. તેવી જ રીતે 1 ફેબ્રુઆરી 2021ના રોજ સેન્સેક્સમાં 5 ટકાનો વધારો નોંધાયો હતો. તો 1 ફેબ્રુઆરી 2022ના રોજ સેન્સેક્સમાં 1.46 ટકાની તેજી જ્યારે 1 ફેબ્રુઆરી 2023ના રોજ 0.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બજેટના દિવસે એનએસઇ નિફ્ટીના દેખાવ પર એક નજર (Share Marekt NSE Nifty Performed On Budget Day)
બજેટના દિવસે ભારતીય શેર બજારના બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટીમાં મોટી વધ-ઘટ જોવા મળી છે. બજેટના દિવસે 17 ફેબ્રુઆરી 2014ના વચગાળના બજેટના દિવસે નિફ્ટી 0.41 ટકા ઘટ્યો, 10 જુલાઇ 2014ના પૂર્ણ બજેટના દિવસે 0.23 ટકા વધ્યો, 28 ફેબ્રુઆરી 2015 0.65 ટકા, 1 ફેબ્રુઆરી 2016 0.10 ટકા વધ્યો, 1 ફેબ્રુઆરી 2017ના રોજ 1.81 ટકા વધ્યા હતા.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/bryan-johnson-2023-09-25T161315.104.jpg)
તો 1 ફેબ્રુઆરી 2018ના રોજ નિફ્ટી 0.10 ટકા ઘટ્યો હતો. તો 1 ફેબ્રુઆરી 2019ના રોજ ઇન્ટરિમ બજેટના દિવસે નિફ્ટી 0.58 વધ્યો, 5 જુલાઈ 2019ના રોજ 1.14 ટકા ઘટ્યો, 1 ફેબ્રુઆરી 2020ના રોજ 2.51 ટકા ઘટ્યો, 1 ફેબ્રુઆરી 2021ના રોજ 4.74 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો 1 ફેબ્રુઆરી 2022ના રોજ નિફ્ટી 1.37 ટકા વધ્યો હતો જ્યારે 1 ફેબ્રુઆરી 2023ના રોજ 0.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ પણ વાંચો | બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર અને શેર બાયબેક ટેક્સ નાબૂદ કરવા માંગ
બજેટ પૂર્વે શેરબજાર સેન્સેક્સ 612 પોઇન્ટ વધ્યો
બજેટ પૂર્વે ભારતીય શેરબજારમાં ભારે અફરા તફરી જોવા મળી છે. બજેટ 2024ના આગલા દિવસ એટલે કે 31 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 612 પોઇન્ટ વધીને 71752 બંધ થયો હતો. બંધ બજારે બીએસઇ ખાતે તમામ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 3,79,77,734 કરોડ રૂપિયા થઇ હતી. તો બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી પણ 203 પોઇન્ટ વધીને 21725 બંધ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us