Share Market Today News Highlight : શેરબજાર માટે શુક્રવાર ફરી બ્રેક ફ્રાઇડ બની રહ્યો હતો. નવા ટ્રમ્પ ટેરિફથી સેન્સેક્સ નિફ્ટીમાં સળંગ છઠ્ઠા દિવસે કડાકો બોલાયો છે. સેન્સેક્સ 733 પોઇન્ટ ઘટી 80426 અને એનએસઇ નિફ્ટી 236 પોઇન્ટ ઘટી 24654 બંધ થયો છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 80332 અને નિફ્ટી 24,629 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ નિફ્ટીમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડાથી શેરબજારમાં સાત મહિનાની સૌથી લાંબી મંદી જોવા મળી છે. સ્મોલકેપ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. શુક્રવારે સાર્વત્રિક મંદીથી શેરબજારના રોકાણકારોને 7 લાખ કરોડનું નુકસાન થયું છે.
શેરબજાર શુક્રવારે મોટા ઘટાડા સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 100 પોઇન્ટ ઘટી 81000 લેવલ નીચે 80956 ખુલ્યો હતો. ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સ 425 પોઇન્ટથી વધુ ઘટી 70730 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 70 પોઇન્ટના ઘટાડે 24,818 ખુલ્યો હતો. મંદીનું દબાણ વધતા નિફ્ટી 139 પોઇન્ટ ઘટી 24760 લેવલ નીચે ઉતરી ગયો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દવાઓ ઉપર 100 ટકા ટેરિફ લાદતા ફરી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે.
હેલ્થકેર ઇન્ડેક્સમાં 700 પોઇન્ટનો કડાકો, સન ફાર્મા 3 ટકા તૂટ્યો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદવાની ઘોષણા કરી છે, જેના કારણે ભારતીય ફાર્મા કંપનીઓના શેર તૂટ્યા છે. આજે બીએસઇનો હેલ્થકેર ઇન્ડેક્સ 700 પોઇન્ટથી વધુ ઘટ્યો હતો. હેલ્થકેરના 119 માંથી 110 શેર ઘટીને ટ્રેડ કરી રહ્યા છે. બ્લુચીપ ફાર્મા શેર સન ફાર્મા 3 ટકા તૂટ્યો છે.





