Share Market: સેન્સેક્સ 2300 પોઇન્ટ રિકવર, રોકાણકારોને 13 લાખ કરોડની ભરપાઇ, શેરબજારમાં સુધારો ટકશે કે અટકશે? જાણો

Sensex Nifty Recover Today: શેરબજારમાં લોકસભા ચૂંટણી પરિણામ દિવસના કડાકા બાદ શાનદાર રિકવરી જોવા મળી છે. હવે માર્કેટ્સની નજર નવી સરકારની રચના અને આરબીઆઈ પોલિસી ઉપર છે.

Sensex Nifty Recover Today: શેરબજારમાં લોકસભા ચૂંટણી પરિણામ દિવસના કડાકા બાદ શાનદાર રિકવરી જોવા મળી છે. હવે માર્કેટ્સની નજર નવી સરકારની રચના અને આરબીઆઈ પોલિસી ઉપર છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Stock Market Special Trading Day, Stock Market Special Trading on Saturday

શેર માર્કેટ ફાઇલ તસવીર - Express photo

Sensex Nifty Recover Today: શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સ્માર્ટ રિકવરી જોવા મળી છે. લોકસભા ચૂંટણી પરિણામ 2024ના 4 જૂનના રોજ સેન્સેક્સમાં 4389 પોઇન્ટનો કડાકો બોલાયા પછીના દિવસે શેરબજારમાં નીચા મથાળે ચારે બાજુ લેવાલી હતી. પોઝિટિવ ટ્રેન્ડ્સમાં સેન્સેક્સ 2300 પોઇન્ટ રિકવર થતા શેરબજારમાં આગલા દિવસના 50 ટકા નુકસાન થઇ છે. શેરબજારમાં આ રિકવરી મક્કમ અને મજબૂત છે, સેન્સેક્સ - નિફ્ટી ઘટવાની શક્યતા કેટલી, ક્યા પરિબળો માર્કેટને પ્રભાવિત કરશે? ચાલો માર્કેટ એક્સપર્ટ્સ જાણીયે

Advertisment

સેન્સેક્સમાં 2300 પોઇન્ટની રિકવરી

સેન્સેક્સમાં શાનદાર 2300 પોઇન્ટની રિકવરી જોવા મળી છે. સેન્સેક્સ 72079 પાછલા બંધ સામે આજે 1000 પોઇન્ટના ઉંચા ગેપથી 73021 ખુલ્યો હતો. સાર્વત્રિક લેવાલી વચ્ચે શેરબજારમાં જબરદસ્ત રિકવરી આવતા સેન્સેક્સ ટ્રેડિંગ સેશન દરમિયાન 2500 પોઇન્ટ ઉછળી 74534 ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યા હતા. સેશનના અંતે સેન્સેક્સ 2303 પોઇન્ટ રિકવર થઇ 74382 બંધ થયો હતો.

Share Market Outlook | Share Market Outlook 2024 | Stock Market Outlook 2024 | Sensex Nifty Outlook 2024
વર્ષ 2024 માટેનું સ્ટોક માર્કેટ આઉટલૂક (Photo - Freepik)

નિફ્ટી 735 પોઇન્ટ વધ્યો

સેન્સેક્સ સાથે એનએસઇ નિફ્ટી ઈન્ડેક્સ પણ રિકવર થયો છે. નિફ્ટી 21884 પાછલા બંધ સામે આજે 22128 ખુલ્યા બાદ સુધારાના ટ્રેન્ડ્સમાં વધીને 22670ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. શેરબજારના કામકાજના અંતે નિફ્ટી 735 પોઇન્ટ વધી 22620 બંધ થયા છે.

સેન્સેક્સના તમામ 30 બ્લુચીપ શેર વધ્યા

શેરબજારની સ્માર્ટ રિકવરી દરમિયાન નીચા મથાળે લેવાલીના સપોર્ટથી બીએસઇ સેન્સેક્સના તમામ 30 બ્લુચીપ સ્ટોક વધ્યા હતા. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોકમાં ઇન્ડ્સઇન્ડ બેંક 7.7 ટકા, ટાટા સ્ટીલ 6.5 ટકા, મહિન્દ્રા મહિન્દ્રા 6.5 ટકા, બજાજ ફાઈનાન્સ 5 ટકા અને કોટક બેંક 4.9 ટકા વધ્યા છે. એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સના 50માંથી 48 બ્લુચીપ શેર વધ્યા હતા.

Advertisment
BSE sensex 30 stocks price | sensex 30 stocks | stock market
બીએસઇ સેન્સેક્સના 30 બ્લુચીપ સ્ટોકના બાવ (Photo - BSE)

શેરબજારના રોકાણકારોને 13 લાખ કરોડની મૂડી સરભર થઇ

શેરબજારમાં સ્માર્ટ રિકવરીથી 4 જૂનના રોજ રોકાણકારોને થયેલા નુકસાનની 50 ટકા ભરપાઇ થઇ ગઇ છે. બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 408.06 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જે આગલા દિવસે 394.83 લાખ કરોડ રૂપિયા હતી. આમ આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 13.23 લાખ કરોડનો વધારો થયો છે. તમને જણાવી દઇયે કે, 4 જૂનના રોજ શેરબજારમાં 4300 પોઇન્ટથી વધુ કડાકો બોલાતા રોકાણકારોને અધધધ 31 લાખ કરોડ રૂપિયાથી વધુ નુકસાન થયુ હતુ.

શેરબજારમાં સુધારો ટકશે કે માર્કેટ ઘટશે?

શેરબજારમાં ભલે રિકવરી જોવા મળી હોય પરંતુ રોકાણકારોના મનમાં હજી પણ શંકા છે. જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસના રિસર્ચ હેડ વિનોદ નાયર કહે છે, શેરબજાર માં વિવિધ સેક્ટર સ્પેસિફિક બાઇંગ થી શાનદાર રિકવરી જોવા મળી છે, જેનું કારણ નવી સરકારમાં રાજકીય સ્થિરતા હોવાની ધારણા છે. જો કે હાલ માર્કેટની નજર નવી સરકારની રચના અને આગામી RBI પોલિસી મીટિંગ પર છે.

RBI Governor | RBI policy, Reserve Bank of India, RBI Monetary Policy
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ- ફાઇલ તસવીર

આ પણ વાંચો | લોકસભા ચૂંટણીમાં મોદી સરકારની વાપસી થઇ તો 56 શેર બનશે રોકેટ, શેરબજારમાં કમાણીનો જબરદસ્ત મોકો, ફટાફટ જુઓ યાદી

આરબીઆઈ વ્યાજદર ઘટાડશે કે કેમ?

વિનોદ નાયરે વધુમાં ઉમેર્યુ હતુ કે, આમ તો માર્કેટ્સને આરબીઆઈની મોનેટરી પોલિસીમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. ખાદ્યચીજોના સતત ઊંચા ફુગાવાના વલણ અને સરકારી ખર્ચમાં વધારાની અપેક્ષા છે, પરિણામે FMCG સ્ટોકમાં નોંધપાત્ર તૂટ્યા છે. તમને જણાવી દઇયે કે, આરબીઆઈની ત્રિદિવસીય મોનેટરી પોલિસી આજથી શરૂ થઇ ગઇ અને તેની સમીક્ષા 7 જૂન શુક્રવારે જાહેર થશે.

આરબીઆઇ બિઝનેસ શેર બજાર