/indian-express-gujarati/media/media_files/2025/12/24/share-market-bse-sensex-2025-12-24-09-35-28.jpg)
Share Market BSE Sensex : ભારતીય શેરબજાર બીએસઇ સેન્સેક્સ. Photograph: ((Express photo by Nirmal Harindran))
Share Market Today News Highlight : શેરબજારમાં બુધવારે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 116 પોઇન્ટ ઘટી 85408 અને નિફ્ટી 35 પોઇન્ટ ઘટી 26142 બંધ થયો હતો. ઇન્ટ્રા ડે ટેશનમાં નીચામાં સેન્સેક્સ 85,342 અને નિફ્ટી 26,123 સુધી ઘટ્યો હતો. આઈટી સહિત પસંદગીના શેરમાં વેચવાલીથી શેરબજાર સતત ઘટ્યું હતું.
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ સાધારણ સુધારે પોઝિટિવ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,524 થી આજે 85,533 ખુલ્યો છે. ઓપનિંગ સેશનમાં 100 પોઇન્ટ જેટલો વધી 85640 થયો હતો. એનએસઇ નિફ્ટી 26,170 ખુલ્યા બાદ 20 પોઇન્ટ જેટલો વધી 26200 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે.
ડોલર સામે રૂપિયો 12 પૈસા વધીને ખુલ્યો
આજે ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 89.54 ખુલ્યો છે. ગઇકાલે યુએસ કરન્સી સામે ભારતીય રૂપિયો 89.66 બંધ થયો હતો.
IT શેરમાં વેચવાલી, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ ટોપ લૂઝર
આઈટી શેરમાં વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 260 પોઇન્ટ ઘટ્યા છે. હેવી બ્લુચીપ ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસના શેર સાધારણથી 1 ટકા સુધી નરમ હતા.મિડકેપ અને સ્મોલકેપ 170 પોઇન્ટ જેટલા વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Dec 24, 2025 17:06 IST
25 ડિસેમ્બર ક્રિસમસ નિમિત્તે શેરબજારમાં ટ્રેડિંગ બંધ
શેરબજારમાં રોકાણકારો સાવચેતી સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. બીએસઇ પર 1798 શેર વધીને જ્યારે 2394 શેર ઘટીને બંધ થયા હતા, આમ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. બીએસઇની માર્કેટકેપ 475.00 લાખ કરોડ રૂપિયા થઇ હતી. 25 ડિસેમ્બરે ક્રિસમસ નાતાલ તહેવાર નિમિત્તે શેરબજાર, એમસીએક્સ અને ફોરેક્સ એક્સેચન્જમાં ટ્રેડિંગ બંધ રહેશે.
- Dec 24, 2025 17:01 IST
મિડકેપ અને આઈટી ઇન્ડેક્સ સૌથી વધુ ઘટ્યા
મિડકેપ 174 પોઇન્ટ અને સ્મોલકેપ 73 પોઇન્ટ ઘટ્યા હતા. નરમ બજારમાં આઈટી ઈન્ડેક્સ 165 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ 140 પોઇન્ટ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 220 પોઇન્ટ, ઓઇલ ગેસ 214 પોઇન્ટ, એફએમસીજી 85 પોઇન્ટ ઘટ્યા હતા.
- Dec 24, 2025 16:57 IST
સેન્સેક્સ ટોપ 5 ગેઇનર અને લૂઝર શેર
આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 17 શેર ઘટ્યા હતા. જેમા TMPV, સન ફાર્મા, એશિયન પેઇન્ટ, રિલાયન્સ અને એચયુએલના શેર 1 - 1 ટકા સુધી ઘટ્યા હતા. તો સૌથી વધુ વધેલા 5 શેરમાં ટ્રેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ, પાવરગ્રીડ અને મહિન્દ્રા મહિન્દ્રાના શેર અડધાથી અઢી ટકા સુધી સુધર્યા હતા.
- Dec 24, 2025 16:55 IST
સેન્સેક્સ 116 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી સાધારણ નરમ
શેરબજારમાં બુધવારે રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ વચ્ચે સેન્સેક્સ નિફ્ટી સાધારણ ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 116 પોઇન્ટ ઘટી 85408 અને નિફ્ટી 35 પોઇન્ટ ઘટી 26142 બંધ થયો હતો. ઇન્ટ્રા ડે ટેશનમાં નીચામાં સેન્સેક્સ 85,342 અને નિફ્ટી 26,123 સુધી ઘટ્યો હતો. આઈટી સહિત પસંદગીના શેરમાં વેચવાલીથી શેરબજાર સતત ઘટ્યું હતું. - Dec 24, 2025 09:48 IST
IT શેરમાં વેચવાલી, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસ ટોપ લૂઝર
આઈટી શેરમાં વેચવાલીથી આઈટી ઇન્ડેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 260 પોઇન્ટ ઘટ્યા છે. હેવી બ્લુચીપ ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, ટીસીએસના શેર સાધારણથી 1 ટકા સુધી નરમ હતા.મિડકેપ અને સ્મોલકેપ 170 પોઇન્ટ જેટલા વધીને ટ્રેડિંગ કરી રહ્યા છે.
- Dec 24, 2025 09:43 IST
ડોલર સામે રૂપિયો 12 પૈસા વધીને ખુલ્યો
આજે ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 89.54 ખુલ્યો છે. ગઇકાલે યુએસ કરન્સી સામે ભારતીય રૂપિયો 89.66 બંધ થયો હતો.
- Dec 24, 2025 09:42 IST
સેન્સેક્સ 100 પોઇન્ટ મજબૂત, નિફ્ટી 26200 લેવલ આસપાસ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ સાધારણ સુધારે પોઝિટિવ ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85,524 થી આજે 85,533 ખુલ્યો છે. ઓપનિંગ સેશનમાં 100 પોઇન્ટ જેટલો વધી 85640 થયો હતો. એનએસઇ નિફ્ટી 26,170 ખુલ્યા બાદ 20 પોઇન્ટ જેટલો વધી 26200 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યા છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us