Share Market : વિક્રમ સંવત 2079માં સેન્સેક્સ-નિફ્ટીની તુલનાએ સ્મોલકેપ અને મિડકેપમાં 3 ગણું રિટર્ન; શેરબજારના રોકાણકારોની સંપત્તિ કેટલી વધી? જાણો

Stock Market Return In Vikram Samvat 2079 : શેરબજાર ડબલ ડિજિટ પોઝિટિવ રિટર્ન સાથે વિક્રમ સંવત 2079 વિદાય થઇ રહ્યું છે. આમ તો સેન્સેક્સ - નિફ્ટીની તુલનાએ સ્મોલકેપ અને મિડકેપમાં રોકાણકારોને વધારે રિટર્ન મળ્યું છે

Stock Market Return In Vikram Samvat 2079 : શેરબજાર ડબલ ડિજિટ પોઝિટિવ રિટર્ન સાથે વિક્રમ સંવત 2079 વિદાય થઇ રહ્યું છે. આમ તો સેન્સેક્સ - નિફ્ટીની તુલનાએ સ્મોલકેપ અને મિડકેપમાં રોકાણકારોને વધારે રિટર્ન મળ્યું છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Stock Market Return In Vikram Samvat 2079 | Stock market | bse sensex | nse nifty | bse midcap

શેરબજાર સેન્સેક્સ - નિફ્ટીની તુલનાએ સ્મોલકેપ અને મિડકેપમાં 3 ગણું રિટર્ન મળ્યું છે. (Photo - ieGujarati)

Sensex Nifty Return In Vikram Samvat 2079 : વિક્રમ સંવત 2079માં શેર બજારના રોકાણકારોને ડબલ ડિજિટ રિટર્ન મળ્યું છે. સ્થાનિક અને વૈશ્વિક પ્રતિકુળ પરિબળો વચ્ચે પણ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીએ શાનદાર દેખાવ કર્યો છે અને રોકાણકારોને પોઝિટિવ રિટર્ન આપ્યું છે. આ સાથે વર્ષ દરમિયાન શેરબજારના રોકાણકારોએ 45.88 લાખ કરોડની કમાણી કરી છે. વિક્રમ સંવત 2079માં સેન્સેક્સ અને નિફ્ટીમાં રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું જાણો

Advertisment

વિક્રમ સંવત 2079માં સેન્સેક્સમાં - નિફ્ટીમાં કેટલું રિટર્ન મળ્યું (Sensex Nifty Return In Vikram Samvat 2079)

વિક્રમ સંવત 2089ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે સેન્સેક્સ - નિફ્ટી પોઝિટિવ ઝોનમાં બંધ થયા હતા. 10 નવેમ્બર 2023ના રોજ બીએસઇ સેન્સેક્સ 72 પોઇન્ટ વધીને 64904 બંધ થયો હતો. તેવી જ રીતે એનએસઇ નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 30 પોઇન્ટ વધીને 19425 પોઇન્ટ બંધ થયો હતો. તો વિક્રમ સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ સેશનના રોજ સેન્સેક્સ 59307 અને નિફ્ટી 17576ના લેવલ પર બંધ થયા હતા. આમ વિક્રમ સંવત 2079માં સેન્સેક્સમાં રોકાણકારોને 9.43 ટકા અને નિફ્ટીમાં 10.5 ટકાનું પોઝિટિવ રિટર્ન મળ્યું છે.

Dividend Shares | Dividend stock | Top Dividend PSU Shares Yield | Stock market | Share Market | share trading
Dividend Stocks : કેટલીક કંપનીઓ તેમના નફાનો અમુક હિસ્સો તેમના શેરધારકોને સમયાંતરે ડિવિડન્ડના રૂપમાં આપતી રહે છે. (Photo - pixabay)
Advertisment

ઉલ્લેખનિય છે કે, વિક્રમ 2078માં સેન્સેક્સમાં 1 ટકા અને નિફ્ટીમાં 1.5 ટકાનું નકારાત્મક રિટર્ન નોંધાયું હતુ. તો અગાઉ કોરોના મહામારી બાદ અનપેક્ષિત ઉછાળાને પગલે વિક્રમ સંવત 2077માં સેન્સેક્સમાં 38 ટકા અને નિફ્ટીમાં 40 ટકાની તેજી નોંધાઇ હતી.

મિડકેપ અને સ્મોલકેપ શેરમાં રોકાણકારોને જંગી રિટર્ન (Midcap Smallcap Return In Vikram Samvat 2079)

વિક્રમ સંવત 2079માં રોકાણકારોને સેન્સેક્સ અને નિફ્ટીના બ્લુચીપ શેરની તુલનામાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં આકર્ષક રિટર્ન મળ્યું છે. વિક્રમ સંવત 2079ના છેલ્લા દિવસે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 105 પોઇન્ટ વધીને 32566 અને સ્મોલકેપ ઇન્ડેક્સ 145 પોઇન્ટ વધીને 38378 બંધ થયા હતા. આમ ટકાવારીની રીતે વિક્રમ સંવતમાં મિડકેપ ઇન્ડેક્સ 31 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 34 ટકા વધ્યા છે. તો બેન્ક નિફ્ટી ઇન્ડેક્સમાં પણ 7.44 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

બેન્ચમાર્ક21/10/202210/11/2023રિટર્નટકાવારી
સેન્સેક્સ593076490455979.43 ટકા
નિફ્ટી1757619425184910.52 ટકા
મિડકેપ2480532566776131.28 ટકા
સ્મોલકેપ2856638378981234.34 ટકા
બેન્ક નિફ્ટી407844382030367.44 ટકા
(શેરબજારમાં ધનતરેસ 2022 થી ધનતેરસ 2023 સુધીનું રિટર્ન)

શેરબજારના રોકાણકારોની સંપત્તિ 46 લાખ કરોડ વધી (BSE Marketcap)

વિક્રમ સંવત 2079માં ભારતીય શેરબજારમાં 10 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. સંવત 2079ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન કુલ 320.29 લાખ કરોડ રૂપિયા રહી હતી. તો સંવત 2078ના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે બીએસઇની કુલ માર્કેટકેપ 274.41 લાખ કરોડ રૂપિયા હતી. આમ શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 45.88 લાખ કરોડનો વધારો થયો છે. જ્યારે તેની અગાઉના વર્ષે બીએસઇની માર્કેટકેપ 11.34 લાખ કરોડ રૂપિયા વધી હતી.

stock market | bse | share market
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) એ ભારતનું સૌથી મોટું શેર બજાર છે. (એક્સપ્રેસ ફોટો)

આ પણ વાંચો | વિક્રમ સંવત 2079માં સોના કરતા ચાંદીમાં સવાયું રિટર્ન, નવા વર્ષે ગોલ્ડ – સિલ્વરના ભાવ ક્યાં પહોંચશે? જાણો

ભારતીય શેરબજાર ઓલટાઈમ હાઇથી 10 ટકા ગગડ્યું

નોંધનિય છે કે, વિક્રમ સંવત 2079 દરમિયાન સેન્સેક્સે 15 સપ્ટેમ્બર, 2079ના રોજ 67927ની ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી હતી. તો એનએસઇ નિફ્ટીએ પણ 20222ની ઓલટાઇમ હાઇ સપાટી બનાવી હતી. અલબત્ત, સપ્ટેમ્બરની ઐતિહાસિક ટોચથી શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ - નિફ્ટી લગભગ 10 ટકા જેટલા નીચે આવી ગયા છે. જેના કારણે રોકાણકારોમાં થોડોક ગભરાટનો માહોલ છે.

diwali બિઝનેસ Investment શેર બજાર