Share Market Today News Live Update : શેરબજારમાં એકંદરે નરમાઇનો માહોલ રહેતા ગુરુવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને ખુલ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 81715 સામે 140 પોઇન્ટ ઘટી આજે 81574 ખુલ્યો હતો. નિફ્ટી પાછલા બંધ 25,056 સામે આજે 25,034 ખુલ્યો હતો. નેગેટિવ ઓપનિંગ બાદ સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે.
ટાટા મોટર્સ 2 ટકા તૂટ્યો
ટાટા મોટર્સ 2 ટકા ઘટ્યો છે. ટાટા મોટર્સનો શેર પાછલા બંધ ભાવ 682 રૂપિયા સામે આજે 673 ખુલ્યો હતો અને નીચામાં 666 રૂપિયા ભાવ બોલાયો હતો. ફાઇનાન્સિયલ ટાઇમ્સના એક રિપોર્ટમાં એવા સંકેત આપ્યા છે કે, તેની જેએલઆર યુનિટને 2 અબજ પાઉન્ટનું નુકસાન થઇ શકે છે, કારણ કે તાજેતરના સાયબર એટેક સામે વીમો કરાવ્યો ન હતો. આ એટેકના લીધે વેસ્ટ મિડલેન્ડ્સ અને મર્સીસાઇડ ફેક્ટરીમાં પ્રોડક્શન બંધ છે અને હજારો સપ્લાયર્સ પ્રભાવિત થયા છે. નોંધનિય છે કે, JLR ટાટા મોટર્સની સબસિડિયરી છે, જે લક્ઝુરિયસ કારનું ઉત્પાદન કરે છે. જેએલઆસના નુકસાનની સીધી અસર ટાટા મોટર્સની આવક અને ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ ઉપર થશે.